Corona Update: અચાનક કોરોના કેસમાં ઉછાળો, છેલ્લા 24 કલાકમાં 2.82 લાખથી વધુ કેસ નોંધાતા વધી ચિંતા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોવિડ-19ના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 18,31,000 થઈ ગઈ છે.
Corona Update: ભારતમાં કોરોનાની (Corona Case) રફ્તાર યથાવત જોવા મળી રહી છે. માત્ર એક દિવસમાં 2,82,970 નવા કેસ નોંધાયા છે, એટલે કે સોમવારની સરખામણીમાં 44,889 વધુ કેસ નોંધાયા છે. બીજી તરફ કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન(Omicron)ના કેસોની સંખ્યા વધીને 8,961 પર પહોંચી ગઈ છે. બુધવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય(Union Health ministry) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસની(Corona Active Case) સંખ્યા વધીને હાલ 18,31,000 થઈ ગઈ છે, જે કુલ કેસના લગભગ 5 ટકા છે.
કોરોનાનો અજગરી ભરડો
છેલ્લા 230 દિવસમાં દેશમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની આ સૌથી વધુ સંખ્યા છે.આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર માત્ર એક જ દિવસમાં 441 લોકોના કોરોનાને કારણે મોત થયુ છે.આ સાથે મૃત્યુઆંક વધીને 4,87,202 પર પહોંચી ગયો છે.જ્યારે દેશમાં દર્દીઓના રિકવરી રેટ ઘટીને 94.09 ટકા થયો છે.
India reports 2,82,970 COVID cases (44,889 more than yesterday), 441 deaths, and 1,88,157 recoveries in the last 24 hours.
Active case: 18,31,000 Daily positivity rate: 15.13%
8,961 total Omicron cases detected so far; an increase of 0.79% since yesterday pic.twitter.com/Fz8ZfjplTF
— ANI (@ANI) January 19, 2022
માહિતી અનુસાર, સંક્રમણનો દૈનિક દર 14.43 ટકા અને સાપ્તાહિક દર 14.92 ટકા નોંધાયો હતો. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,55,83,039 લોકો કોરોના સંક્રમણથી મુક્ત થયા છે. હાલ વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને વેક્સિનેશન પણ વધારવામાં આવ્યુ છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વેક્સિનના 1,58,88,47,554 ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોનાની રફ્તાર પર એક નજર
દેશમાં સંક્રમિતોની સંખ્યા 7 ઓગસ્ટ 2020ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખને વટાવી ગઈ હતી. સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ અને 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા. 19 ડિસેમ્બર 2020 ના રોજ દેશમાં આ કેસ એક કરોડને પણ વટાવી ગયા હતા. ઉપરાંત તમને જણાવવુ રહ્યુ કે, ગયા વર્ષે 4 મેના રોજ સંક્રમિતોની સંખ્યા બે કરોડને વટાવી ગઈ હતી અને 23 જૂન 2021ના રોજ આ આંકડો ત્રણ કરોડને પાર પહોંચી ગઈ હતી.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બીમારીઓ પણ હતી. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, તેનો ડેટા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડેટા સાથે સરખાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : અમેરિકી ડોકટરે આપી ચેતવણી, કહ્યું કે, બાળકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, તેથી સંક્રમણથી બચો