Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગણતંત્ર દિવસની પરેડને લાગ્યું કોરોનાનું ગ્રહણ, વિદેશી મહેમાન નહીં આપે હાજરી, જાણો શું થયા ફેરફાર

સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેનારા લોકોની સંખ્યા 70-80 ટકા ઘટીને 5,000-8,000 આસપાસ થઈ જશે.

ગણતંત્ર દિવસની પરેડને લાગ્યું કોરોનાનું ગ્રહણ, વિદેશી મહેમાન નહીં આપે હાજરી, જાણો શું થયા ફેરફાર
Republic Day parade (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 8:13 AM

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત બીજા વર્ષે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ (Republic Day) નિમિત્તે યોજાનારી પરેડમાં કોઈ વિદેશી મહેમાન હાજરી આપશે નહીં. કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે કોરોનાના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસે મધ્ય એશિયાના દેશોમાંથી કોઈ વિદેશી મુખ્ય અતિથિ નહીં હોય.સરકારે પાંચ મધ્ય એશિયાઈ દેશો (કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન)ને નિમંત્રણ આપ્યા છે પરંતુ હવે યોજનાઓ રદ કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિઅન્ટનો ઝડપી ફેલાવો અને કઝાકિસ્તાનમાં તાજેતરના હિંસક વિરોધના પરિણામે 220 થી વધુ લોકોના મોત થયા છે. જેના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં મધ્ય એશિયાના નેતાઓની સહભાગિતા રદ કરવામાં આવી છે.રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે કોરોના મહામારીના કારણે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેનારા લોકોની સંખ્યા 70-80 ટકા ઘટીને 5,000-8,000 આસપાસ આવશે. ગયા વર્ષની પરેડમાં લગભગ 25,000 લોકોને આવવાની મંજૂરી આપવામાં આવી હતી.

ગયા વર્ષે આ દેશના નેતાએ પ્રવાસ રદ કરવો પડ્યો હતો

તમને જણાવી દઈએ કે ગત વર્ષે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને(UK Prime Minister Boris Johnson) ગણતંત્ર દિવસ પર આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ બ્રિટનમાં ઝડપથી ફેલાતા કોરોનાના કારણે જોન્સનને પરેડના થોડા સમય પહેલા જ પોતાની મુલાકાત રદ કરવી પડી હતી. જે બાદ ગયા વર્ષે પણ ભારતે મુખ્ય અતિથિ વિના ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી.

રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?
રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો
હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી
Plant in pot : ઉનાળામાં ભૂલથી પણ આ ખાતરનો ઉપયોગ ન કરતા, છોડ સૂકાઈ શકે છે

સફાઈ કર્મચારી ઓટો-રિક્ષા ડ્રાઈવરને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે

રાજદ્વારીએ જણાવ્યું હતું કે મધ્ય એશિયાઈ રાજ્ય અને ભારત હવે રાજદ્વારી સંબંધોની 30મી વર્ષગાંઠ નિમિત્તે છ દેશોના નેતૃત્વની વર્ચ્યુઅલ સમિટ માટે જોર કરી રહ્યા છે, જોકે આ માટેની તારીખ હજુ નક્કી થવાની બાકી છે. જો કે, આ વર્ષે ગણતંત્ર દિવસ માટે આમંત્રિતોની યાદીમાં બાંધકામ કામદારો, સફાઈ કામદારો, ફ્રન્ટલાઈન કામદારો અને ઓટો-રિક્ષા ચાલકોનો સમાવેશ થાય છે. તેનો હેતુ સમાજના દરેક વ્યક્તિને તક આપવાનો છે.આમંત્રિત લોકોએ બંને ડોઝ સાથે સંપૂર્ણ રસી લીધી હોવી જોઈએ.

બીટીંગ રીટ્રીટ ઈવેન્ટ દરમિયાન પ્રથમ વખત 1000 ડ્રોન

માહિતી આપતાં, સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે IIT-દિલ્હીના સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા માટે બીટિંગ રિટ્રીટ પ્રોગ્રામ દરમિયાન પ્રથમ વખત 1000 ડ્રોનનું પ્રદર્શન કરવામાં આવશે. ચીન, રશિયા અને બ્રિટન પછી ભારત ડ્રોન શો યોજનાર ચોથો દેશ હશે.માહિતી આપતા સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા માટે પસંદ કરાયેલ 12 ઝાંખીઓની અંતિમ યાદીમાં તમિલનાડુની ઝાંખીનો સમાવેશ થઈ શક્યો નથી.

આ પણ વાંચો  : બ્રિટનમાં વધી ભાગેડુ વિજય માલ્યાની મુશ્કેલી, વિદેશી બેંકની લોન ના ચુકવતા ઘર ખાલી કરવાની આવી નોબત

આ પણ વાંચો : શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ‘રતિ ભારની પણ શરમ નથી ‘… તો આજે જાણીએ કે રતિનો અર્થ શું થાય છે

g clip-path="url(#clip0_868_265)">