Lakhimpur Khiri Violence: 147 વીડિયોની સમીક્ષા કરી રહી છે તપાસ ટીમ, હિંસાથી જોડાયેલી કડીઓ શોધવાના પ્રયાસો તેજ
લખીમપુર ખીરી હિંસામાં 4 ખેડૂતો અને એક પત્રકાર સહિત 8 લોકોના મોત થયા. ત્યારે હિંસાના મુખ્ય આરોપી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રા ટેનીનો પુત્ર આશિષ મિશ્રા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.
લખીમપુર ખીરીમાં ટિકુનિયા હિંસા (Lakhimpur Khiri Violence)ની તપાસ કરી રહેલી પોલીસ ટીમને ઘટનાના 147થી વધઆરે વીડિયો મળ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે હિંસાથી જોડાયેલા પુરાવા શોધવા માટે તપાસ ટીમ તમામ ફૂટેજની સમીક્ષા કરી રહી છે. તપાસ ટીમની પાસે એક વીડિયો છે.
આ વીડિયો 3 ઓક્ટોબરનો છે. વીડિયોમાં એક એસયુવી શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકોને ટક્કર મારતી જોવા મળી રહી છે. આ પછી હિંસા ફાટી નીકળી. તપાસ ટીમને મોકલવામાં આવેલા મોટાભાગના વીડિયો પ્રત્યક્ષદર્શીઓ દ્વારા પોલીસને મોકલવામાં આવ્યા હતા. પોલીસે વીડિયો મોકલવા માટે એક નંબર પણ જાહેર કર્યો હતો.
લખીમપુર ખીરી હિંસામાં 4 ખેડૂતો અને એક પત્રકાર સહિત 8 લોકોના મોત થયા. ત્યારે હિંસાના મુખ્ય આરોપી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રા ટેનીનો પુત્ર આશિષ મિશ્રા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. તપાસ ટીમના એક સિનિયર સભ્યએ કહ્યું કે મોકલવામાં આવેલા વીડિયોની સત્યતાની તપાસ કરવામાં આવી રહી છે. તેમને કહ્યું કે વીડિયોની સત્યતા જાણ્યા બાદ તેમને પુરાવા તરીકે ઉપયોગ કરવામાં આવશે. તેમને કહ્યું કે તમામ તપાસ વૈજ્ઞાનિક રીતે કરવામાં આવી રહી છે.
સુમિત જયસ્વાલની ધરપકડ માટે દરોડા
તપાસ ટીમ કેસમાં મુખ્ય સાક્ષી સુમિત જયસ્વાલની ધરપકડ માટે દરોડા પાડી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે તે એસયુવીમાં 3 વાહનોના કાફલાનું નેતૃત્વ કરી રહ્યો હતો. તે એસયુવીએ પ્રદર્શનકારીઓને ટક્કર મારી દીધી હતી. સમન મોકલ્યા બાદ પણ સુમિત જયસ્વાલ અત્યાર સુધી પોલીસની સામે હાજર થયો નથી. હિંસા મામલે અન્ય આરોપીઓ અંકિત દાસ, શેખર ભારતી અને લતીફ ઉર્ફ્ કાલેની પોલીસ કસ્ટડી આજે પુરી થઈ ગઈ, ત્યારબાદ તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા.
147 વીડિયોની તપાસ કરી રહી છે ટીમ
તપાસ ટીમે અંકિત દાસના લખનઉના નિવાસસ્થાનેથી તેમના નામે નોંધાયેલી પિસ્તોલ અને તેમના ગનર લતીફના નામે નોંધાયેલી રિપીટર ગન રિકવર કરી છે. લખીમપુર ખીરીમાં હાજર સિનિયર પોલીસ અધિકારી સોમવારે ખેડૂતોના વિરોધને જોતા સિનિયર ખેડૂત નેતાઓના સંપર્કમાં છે. અધિક મહાનિર્દેશક એસ.એન.સબત અને મહાનિરિક્ષક લખનઉ લક્ષ્મીસિંહ અને 10 અન્ય આઈપીએસ અધિકારીઓની સાથે હાલમાં લખીમપુર ખીરીમાં જ હાજર છે. તેમને ખેડૂતોને તેમનું વિરોધ પ્રદર્શન પ્રતિકાત્મક રાખવાની અપીલ કરી છે. જેનાથી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા ખરાબ ના થાય.
આ પણ વાંચો: ક્રિકેટ નહીં, બદલો જોઇએ: પાક સાથે રમત જ નહીં તમામ સંબંધો પૂર્ણ કરી દેવા જોઇએ, શહીદ પરિવારની વેદના
આ પણ વાંચો: Know Your Postman App: મુંબઈ પોસ્ટ વિભાગે લોન્ચ કરી એપ, ઘરે બેઠા જાણો તમારા પોસ્ટમેનની ડીટેલ્સ