AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Know Your Postman App: મુંબઈ પોસ્ટ વિભાગે લોન્ચ કરી એપ, ઘરે બેઠા જાણો તમારા પોસ્ટમેનની ડીટેલ્સ

આ એપ્લિકેશન મુંબઈના ટપાલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. મુંબઈ પોસ્ટલ પ્રદેશના ઈતિહાસમાં તમારા બીટ પોસ્ટમેનની વિગતો મેળવવા માટેની આ પ્રથમ એપ્લિકેશન છે.

Know Your Postman App: મુંબઈ પોસ્ટ વિભાગે લોન્ચ કરી એપ, ઘરે બેઠા જાણો તમારા પોસ્ટમેનની ડીટેલ્સ
મુંબઈ પોસ્ટ વિભાગની એક નવી પહેલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 11:03 PM
Share

મુંબઈ પોસ્ટલ વિભાગે એન્ડ્રોઈડ આધારિત મોબાઈલ એપ્લિકેશન ‘નો યોર પોસ્ટમેન’ (know your postman app) લોન્ચ કરી છે.  ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે લોકોને તેમના વિસ્તારના પોસ્ટમેનનું કામ હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને પૂછપરછ કરવી પડતી હોય છે અને આ કામમાં ઘણો સમય જતો હોય છે. આને ધ્યાનમાં રાખીને પોસ્ટ વિભાગે આ પહેલ શરૂ કરી છે. આ એપ વપરાશકર્તાને તેના વિસ્તાર, વિસ્તારનો પિન કોડ અને પોસ્ટ ઓફિસના નામ દ્વારા સર્ચ કરવા પર બીટ પોસ્ટમેનની માહિતી આપશે.

કેવી રીતે ઉપયોગી થશે આ એપ

આ એપ્લિકેશન પોસ્ટ વિભાગ દ્વારા શનિવારે રાષ્ટ્રીય ડાક દિવસ પર લોન્ચ કરવામાં આવી છે. ઈવેન્ટને સંબોધતા, મુંબઈ પ્રદેશના પોસ્ટ માસ્ટર જનરલ, સ્વાતિ પાંડેએ જણાવ્યું હતું કે તમારા બીટ પોસ્ટમેનની વિગતો મેળવવા માટે મુંબઈ પોસ્ટલ પ્રદેશના ઈતિહાસમાં આ પ્રથમ એપ્લિકેશન છે. આ એપનો ઉપયોગ કરીને નાગરિકો તેમના બીટ પોસ્ટમેનની વિગતો મેળવી શકે છે.

મુંબઈ પોસ્ટલ રિજન દ્વારા બનાવવામાં આવેલી એપ્લિકેશન 16 ઓક્ટોબરથી ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મીડિયા સાથેની વાતચીતમાં પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે મુંબઈ શહેરના 86,000થી વધુ વિસ્તારો અને ઉપનગરો આ એપના ડેટાબેઝમાં છે. તેમણે કહ્યું કે મુંબઈ એક વિશાળ પ્રદેશ છે, તેથી અમારા ડેટાબેઝમાં તમામ વિસ્તાર ઉમેરવામાં સમય લાગશે. પરંતુ હાલમાં ડેટાબેઝમાં અમારી પાસે 86,000થી વધુ વિસ્તારો છે.

‘નો યોર પોસ્ટમેન’ એપ્લિકેશન સ્થાનિક પોસ્ટમેન, તેનું નામ, ફોન નંબર, ફોટો અને પોસ્ટ ઓફિસના નામ વિશે માહિતી આપશે. આ કાર્યક્રમ મહારાષ્ટ્રની મુંબઈ પ્રેસ ક્લબમાં યોજાયો હતો. મુંબઈ પોસ્ટલ વિભાગનું આ પગલું ખૂબ સરાહનીય છે. પોસ્ટ વિભાગ પણ ડીજીટલાઈઝેશનમાં પોતાનું કદ વધારી રહ્યો છે. ત્યારે આ નવી શરૂઆત દરેક પ્રદેશ માટે પ્રેરણાદાયક બની રહેશે.

આ પણ વાંચો :  શું તમે જાણો છો? માત્ર ઘર ખરીદવા માટે જ નહિ ઘરના RENOVATION માટે પણ મળે છે HOME LOAN, જાણો તેના લાભ અને લોન મેળવવાની પ્રક્રિયા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">