Lakhimpur Kheri Violence: આશિષ મિશ્રાના જામીન રદ, સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ
હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે 16 માર્ચે ઉત્તર પ્રદેશ સરકાર અને આશિષ મિશ્રા પાસેથી જવાબ માંગ્યો હતો. બેન્ચે ઉત્તર પ્રદેશ સરકારને સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
લખીમપુર ખેરી હિંસા (Lakhimpur Kheri Violence) કેસમાં આરોપી આશિષ મિશ્રાના (Ashish Mishra) જામીનને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આરોપીઓને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે આશિષ મિશ્રાના જામીન રદ (Bail canceled) કર્યા છે. સુપ્રીમ કોર્ટે જામીન રદ કરી આરોપીને સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે (Supreme Court) લખીમપુર કેસમાં આરોપી આશિષ મિશ્રાને અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ જામીન રદ કરી દીધા હતા. તેમજ આશિષને એક સપ્તાહમાં પોલીસ સમક્ષ સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટે 4 એપ્રિલે આશિષ મિશ્રાના જામીન રદ કરવાની ખેડૂતોની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. અગાઉ, કોર્ટે આશિષ મિશ્રાની જામીન અરજીને મંજૂરી આપતા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યારે કેસની સુનાવણી હજુ શરૂ થવાની છે, ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઈજાઓની પ્રકૃતિ જેવી બિનજરૂરી બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ નહીં. ખંડપીઠે એ હકીકતની કડક નોંધ લીધી હતી કે રાજ્ય સરકારે કોર્ટ દ્વારા નિયુક્ત સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા સૂચવ્યા મુજબ હાઈકોર્ટના આદેશ સામે અરજી દાખલ કરી નથી.
એક અઠવાડિયામાં કરવુ પડશે સરેન્ડર
Supreme Court cancels bail granted to Ashish Mishra in the Lakhimpur Kheri violence case, directs him to surrender within a week pic.twitter.com/kIQJZ7UzHA
— ANI (@ANI) April 18, 2022
વકીલે કરી હતી આ દલીલ
વરિષ્ઠ વકીલ દુષ્યંત દવે અને પ્રશાંત ભૂષણ, ખેડૂતો તરફથી હાજર રહીને દલીલ કરી હતી કે હાઈકોર્ટે વ્યાપક ચાર્જશીટને ધ્યાનમાં લીધી નથી, પરંતુ FIR પર આધાર રાખ્યો છે. રાજ્ય તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ રજૂઆત કરી હતી કે આરોપી દેશની બહાર ગયો હોવાની શક્યતા નથી અને તેની કોઈ ગુનાહિત પૃષ્ઠભૂમિ નથી.
પીડિતોના પરિવારજનોએ આપ્યો હતો પડકાર
હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે 16 માર્ચે ઉત્તર પ્રદેશ સરકાર અને આશિષ મિશ્રા પાસેથી જવાબ માંગ્યો હતો. બેન્ચે ઉત્તર પ્રદેશ સરકારને સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. અગાઉ, ખેડૂતો માટે હાજર રહેલા વકીલે 10 માર્ચે મુખ્ય સાક્ષી પર હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોએ આશિષ મિશ્રાને જામીન આપવાના હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો