મોદી આજે ગાંધીનગરમાં નિર્મિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે, વડાપ્રધાન આવે તે પહેલાં જ સેન્ટરનું નામ બદલી દેવાયું
રાજ્યની ખાનગી અને સરકારી મળીને કુલ 54 હજાર શાળાના 1.14 કરોડ વિદ્યાર્થીઓનું મોનિટરિંગ વિદ્યા સમીક્ષા કેન્દ્ર મારફતે થાય છે. આ કેન્દ્રમાં દર વર્ષે 500 કરોડ કરતા વધારે ડેટા સેટ્સ એકઠા કરવામાં આવે છે.
વિધાનસભા ચૂંટણી (Assembly elections 2022) પહેલા ભાજપે (BJP) વધુ મત મેળવવા માટેની રણનીતિ બનાવવાનું શરુ કરી દીધુ છે. જેના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ હવે તેમના ગુજરાત (Gujarat) પ્રવાસ પણ વધારી દીધા છે. વડાપ્રધાન મોદી આજે સાંજે સૌથી પહેલા ગાંધીનગરમાં નિર્મિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. જોકે વડાપ્રધાનની મુલાકાત અગાઉ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વિદ્યા સમીક્ષા કેન્દ્રના નામથી ઓળખાશે. મહત્વનું છે કે અગાઉ વિદ્યા કેન્દ્રનું નામ અંગ્રેજી ભાષામાં રાખવામાં આવ્યું હતું. જોકે હવે આ નામ બદલીને ગુજરાતી ભાષામાં રખાયું છે.
પીએમ મોદીના કાર્યક્રમ નજર કરીએ તો વડાપ્રધાન અંદાજે એક કલાક સુધી વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન તેઓ ડેસ્ક બોર્ડની કામગીરી, ઉપરાંત વિવિધ પ્રેઝન્ટેશન નિહાળશે. પીએમ મોદી રાજ્યની શિક્ષણ વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ તેઓ વિદ્યા સમીક્ષા કેન્દ્રથી જ શિક્ષકો અને વાલીઓ સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપ કરશે. આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના હસ્તક છે. આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની પ્રશંસા વિશ્વ બેન્ક પણ કરી ચૂકી છે.
મહત્વનું છે કે રાજ્યની ખાનગી અને સરકારી મળીને કુલ 54 હજાર શાળાના 1.14 કરોડ વિદ્યાર્થીઓનું મોનિટરિંગ વિદ્યા સમીક્ષા કેન્દ્ર મારફતે થાય છે. આ કેન્દ્રમાં દર વર્ષે 500 કરોડ કરતા વધારે ડેટા સેટ્સ એકઠા કરવામાં આવે છે. આ ઉપરાંત ડેટા એનાલિસિસ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના અભ્યાસના પરિણામોમાં સુધારો કરવા માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
