કોલસા ખનનમાં ખાનગીકરણની સાથે જાણો આજે સરકારે કઈ કઈ મોટી જાહેરાત કરી?

દેશમાં આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને તેના અંતર્ગત સતત 3 દિવસથી અલગ અલગ સેક્ટર માટે જાહેરાત કરવામાં આવી રહી છે.  20 લાખ કરોડ રુપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી છે અને તેને અલગ અલગ સેક્ટરમાં ફાળવવામાં આવી રહ્યું છે.  નિર્મલા સિતારમણે આજે ચોથા દિવસે પણ પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપતાં કહ્યું કે સમગ્ર […]

કોલસા ખનનમાં ખાનગીકરણની સાથે જાણો આજે સરકારે કઈ કઈ મોટી જાહેરાત કરી?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 10:09 AM

દેશમાં આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને તેના અંતર્ગત સતત 3 દિવસથી અલગ અલગ સેક્ટર માટે જાહેરાત કરવામાં આવી રહી છે.  20 લાખ કરોડ રુપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી છે અને તેને અલગ અલગ સેક્ટરમાં ફાળવવામાં આવી રહ્યું છે.  નિર્મલા સિતારમણે આજે ચોથા દિવસે પણ પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપતાં કહ્યું કે સમગ્ર વિશ્વ માટે ભારત રોકાણની પ્રથમ પસંદ છે. કેન્દ્ર સરકાર માળખાકીય સુધારા થાય તેના પર ભાર મુકી રહી છે. દેશમાં રોકાણ લાવવાનું છે અને રોજગારી પણ વધારવાની છે. આજે નવા 8 સેક્ટર માટે જાહેરાત કરવામાં આવી છે. 8 સેક્ટરમાં કોલસો, ખનીજ, ડિફેન્સ પ્રોડક્શન, એરપોર્ટ, એરસ્પેસ મેનેજમેન્ટ, પાવર ડિસ્ટ્રીબ્યુટેશન કંપની અને અણુઉર્જા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો આજે કઈ કઈ મોટી જાહેરાત કરવામાં આવી?

  • કોલસા ખનનને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. કોલસા ખનન પર સરકારનો અધિકાર હતો અને સરકારી કંપની જ ખનન કરી શકતી હતી. જો કે હવે કમર્શિયલ ખનનને પણ મંજૂરી આપવામાં આવશે. 50 બ્લોકની હરાજી કરવામાં આવશે. કોલ ઈન્ડિયા લિમિટેડના બ્લોકની પણ હરાજી કરવામાં આવશે.
  • 6 એરપોર્ટની હરાજી કરવામાં આવશે. પીપીપી ધોરણે એરપોર્ટનું સંચાલન કરવામાં આવશે.

  • સરકાર એવા હથિયારો, વસ્તુઓનું લિસ્ટ કરશે અને તેની આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવશે. આ તમામ હથિયાર, વસ્તુઓ ભારતમાં જ બનાવવામાં આવશે. રક્ષા ઉત્પાદનમાં એફડીઆઈ 49 ટકાથી વધારીને 74 ટકા કરવામાં આવી છે. ઓર્ડિનન્સ ફેક્ટરીનું કોર્પોરેટાઈઝેશન થશે ખાનગીકરણ થશે નહીં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

  • એરસ્પેસ વધારીને 1000 કરોડની બચાવશે ભારત સરકાર, વધુ છૂટછાટ મિલિટ્રી સાથે સંકલન કરીને આપવામાં આવશે.
  • કેન્દ્રશાસિત પ્રદેશોમાં વીજળી કંપનીઓ છે તેનું ખાનગીકરણ કરાશે, સરકારનું કહેવું છે આ નિર્ણયથી વિજ ઉત્પાદનમાં વધારો થશે. લોકોને સારી સર્વિસ મળશે અને દેશભરમાં આ એક મોડેલ તરીકે લાગુ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

  • અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને તક આપવામાં આવશે. ઈસરોની સુવિધાઓનો ઉપયોગ ખાનગી કંપનીઓ કરી શકશે. રિસર્ચ રિએક્ટર પીપીપી મોડેલ અંતર્ગત સ્થાપિત કરવામાં આવશે. જેના લીધે કેન્સર જેવા ગંભીર રોગોની સારવારમાં મદદ મળશે.
  • સામાજિક પાયાની સુવિધાઓ છે તેના માટે 8100 કરોડ રુપિયાનું પ્રાવધાન સરકારે કર્યું છે. આ ક્ષેત્રની સુવિધાઓમાં ખાનગીકરણની મદદ લેવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">