જાણો શું છે Rishi ganga Power Project? જોશીમઠમાં જેને થયું છે સૌથી વધુ નુકસાન

જાણો શું છે Rishi ganga Power Project? જોશીમઠમાં જેને થયું છે સૌથી વધુ નુકસાન
ઋષિ ગંગા

ઋષિગંગા પ્રોજેક્ટ એ વીજળી ઉત્પાદનનો પ્રોજેક્ટ છે, જેમાં પાણીના પ્રવાહ દ્વારા વીજળી ઉત્પન્ન કરવાનું કામ ચાલુ હતું. સાથે જ આ પ્રોજેક્ટને વિસ્તૃત કરવાનું કામ પણ ચાલી રહ્યું છે.

Gautam Prajapati

| Edited By: Pinak Shukla

Feb 07, 2021 | 6:50 PM

ઉત્તરાખંડના જોશીમઠમાં મોટો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ગ્લેશિયરને કારણે ડેમ તૂટી ગયો, અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો પ્રવાહ ખુબ વધી જવા પામ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતના કારણે ઋષિગંગા પ્રોજેક્ટને પણ ઘણું નુકસાન થયું છે.

પ્રોજેક્ટમાં કામ કરતાં ઘણા મજૂરો પણ મળી નથી રહ્યા. અહેવાલ મુજબ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કોઈ ડેમ તૂટવાના કારણે અકસ્માત સર્જાયો છે. જોકે, સત્તાવાર માહિતી આવવાની બાકી છે.

50-70 લોકોના ગુમ થયાના અહેવાલ

પોલીસે આપેલી માહિતી અનુસાર તપોવન રૈણી વિસ્તારમાં ગ્લેશિયરના કારણે ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ભારે હાલાકી વેઠવી પડી છે. આ કારણે નદીના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. આ ઉપરાંત 50 થી 70 લોકો ગુમ થયાના સમાચાર પણ આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પ્રોજેક્ટ શું છે અને તેમાં કેટલું નુકસાન થયું છે.

ઋષિગંગા પ્રોજેક્ટ શું છે? ઋષિગંગા પ્રોજેક્ટ વીજળી ઉત્પાદનનો પ્રોજેક્ટ છે. જેમાં પાણીના પ્રવાહ દ્વારા વીજળી ઉત્પાદનનું કામ ચાલુ હતું. ઉપરાંત, આ પ્રોજેક્ટને વિસ્તૃત કરવાનું કામ પણ ચાલુ છે. પ્રોજેક્ટમાં નુકસાનના અહેવાલો આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ દ્વારા ઘણું વીજળી ઉત્પન્ન કરવાનું લક્ષ્ય હતું. જે ગંગા નદી પર બનાવવામાં આવ્યો છે અને આ નદી ધૌલી ગંગાને મળે છે.

63520 મેગાવોટ વીજળીનું લક્ષ્ય

ઋષિ ગંગા નદી જે જગ્યાએ ધૌલી ગંગાને મળે છે, તે જગ્યા પર મોટા પાયે આ પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યો છે. ઋષિ ગંગા હાઈડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ રીણી ગામમાં સ્થિત છે. આ પ્રોજેક્ટ દ્વારા 63520 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનું લક્ષ્ય હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રોજેક્ટ થાકી ઉત્તરાખંડ સહિત દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર ભારતમાં વીજળી આપવાની યોજના હતી.

પ્રોજેક્ટને થયું નુકસાન

અહેવાલો મુજબ આ પ્રોજેક્ટમાં ખાસ ટેકનીકથી વીજળી બનાવવામાં આવી રહી હતી. ઘણા પ્રોજેક્ટમાં પહેલા ડેમ બનાવવામાં આવે છે અને ત્યાં પાણી બંધ કરીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ પ્રોજેક્ટમાં પાણીના પ્રવાહમાં ટર્બાઇનો સ્થાપિત કરીને વીજળી બનાવવામાં આવી રહી હતી. હવે ધીમે ધીમે આવતા અહેવાલો પરથી જાહેર થશે કે આ પ્રોજેક્ટને કેટલું નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે આ પ્રોજેક્ટનો ઘણો વિરોધ થયો હતો અને લોકોનું કહેવું હતું કે તેનાથી જંગલને ખૂબ અસર થઈ રહી છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati