જાણો શા માટે વધી Indian Wheat અને મકાઈની દુનિયાભરમાં ખરીદી, રેકોર્ડ સ્તર પર પહોંચ્યા ભાવ

કૃષિ ક્ષેત્ર માટે કોરોનાની આફત હવે અવસરમાં બદલાઈ રહી છે. કૃષિ ઉત્પાદનમાં વધારો થવાની સાથે સાથે વિદેશ વ્યાપારમાં પણ ભાગીદારી વધવાથી ખેડૂતોને તેમના પાકના ભાવ વધારે મળવાની આશા જાગી છે.

  • Tv9 Webdesk22
  • Published On - 12:45 PM, 2 Mar 2021
જાણો શા માટે વધી Indian Wheat અને મકાઈની દુનિયાભરમાં ખરીદી, રેકોર્ડ સ્તર પર પહોંચ્યા ભાવ

કૃષિ ક્ષેત્ર માટે કોરોનાની આફત હવે અવસરમાં બદલાઈ રહી છે. કૃષિ ઉત્પાદનમાં વધારો થવાની સાથે સાથે વિદેશ વ્યાપારમાં પણ ભાગીદારી વધવાથી ખેડૂતોને તેમના પાકના ભાવ વધારે મળવાની આશા જાગી છે. કારણ કે આતંરાષ્ટ્રીય બજારમાં ઘઉં, ચોખા,ખાંડ, મકાઈ સહિત તમામ કૃષિ ઉત્પાદનોની કિંમતમાં વૃધ્ધિ થઈ છે. વૈશ્વિક બજારમાં કૃષિ ઉત્પાદનોના ભાવ વધવાથી  નિકાસની સંભાવના વધી ગઈ છે. 6 વર્ષ બાદ વૈશ્વિક બજારમાં ઘઉંના સરપલ્સ સ્ટોકને પૂર્ણ કરવાનો પણ મોકો છે. ચાલુ નાણાકીય વર્ષના શરુઆતના નવ મહીના એટલે કે એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ઘઉંના નિકાસના મૂલ્યમાં પાછલા વર્ષની સરખામણીમાં 456ટકા વૃદ્ધિ  થઈ. જ્યારે બાસમતી સિવાયના ચોખાના મૂલ્યમાં 123 ટકાનો વધારો થયો છે. આનું એક મોટું કારણ વૈશ્વિક બજારમાં અનાજના ભાવમાં આવેલી જોરદાર તેજી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં જૂન 2020 બાદ ઘઉંના ભાવમાં 48ટકાનો વધારો થયો છે. જ્યારે મકાઈના ભાવમાં એપ્રિલ 2020 બાદ 91ટકાથી પણ વધારે ઉછળ્યા છે. વૈશ્વિક બજારમાં જાડા ચોખાની વાત કરવામાં આવે તો તેના ભાવ 110ટકાથી પણ વધારે ઉછળ્યા છે. વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવ સાત વર્ષની ઉંચાઈ પર પહોંચ્યા છે. મકાઈના ભાવ આઠ વર્ષના ઉંચા સ્તર પર છે. નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાકાળમાં કેટલાક દેશમાં સપ્લાય ચેન પ્રભાવિત થવાથી કૃષિ સંબધિત ઉત્પાદનના ભાવમાં વધારો થયો છે. જેનો ફાયદો ભારતીય ઉત્પાદનોને મળી રહ્યો છે. આઈએએનએસએ કહ્યું કે ખાદ્યપદાર્થ આવશ્યક વસ્તુ છે, જેની વૈશ્વિક માંગ કોરોનાકાળમાં પણ છે. પરંતુ કેટલાક દેશમાં સપ્લાય કરવાની સ્થિતિમાં નહોતા. જેના કારણે ભારતને સારો અવસર મળ્યો.

 

ભારતે પોતાની જનતાને ફ્રીમાં અનાજ આપવાની સાથે સાથે દેશ અને દુનિયાને પણ અનાજ આપ્યુ. આનો શ્રેય દેશના ખેડૂતોને જાય છે જેમણે રેકોર્ડ અનાજ ઉગાડયું છે. કૃષિ નિષ્ણાંતો આનો શ્રેય કેન્દ્ર સરકારને પણ આપે છે. જેમણે લોકડાઉન દરમિયાન કૃષિ સંબંધિત તમામ ગતિવિધિઓને છૂટ આપી. કોરોના મહામારીના સંકટમાં પણ દેશનું અન્ન ભંડાર ભરેલું રહ્યુ છે. ચોક્કસથી ખેડૂતોની મહેનત અને સરકારની તરફથી સાચા સમય પર લેવાયેલા નિર્ણયોનું  પરિણામ છે. સાથે જ ચોમાસું પણ મહેરબાન રહ્યું છે.

 

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી અગાઉથી જાહેર કરેલ તારીખે બજેટ રજૂ નથી કરાતુ