ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી અગાઉથી જાહેર કરેલ તારીખે બજેટ રજૂ નથી કરાતુ

Gujarat Budget 2021 : ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી અંદાજપત્ર ( Budget ) રજૂ કરવાની તારીખમાં ફેરફાર કરાતો આવ્યો છે. ગયા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને કારણે અને આ વર્ષે પાલિકા-પંચાયતની ચૂંટણીના પરિણામને કારણે વિધાનસભા ગૃહમાં અંદાજપત્ર ( Budget ) રજૂ કરવાની તારીખમાં ફેરફાર કરાયો.

ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી અગાઉથી જાહેર કરેલ તારીખે બજેટ રજૂ નથી કરાતુ
ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરતા નાયબ મુખ્યપ્રધાન અને નાણાંપ્રધાન નિતીન પટેલની ફાઈલ તસવીર

Gujarat Budget 2021: ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષથી, ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રની જાહેરાત સમયે અંદાજપત્ર ( Budget  )રજૂ કરવાની જાહેર કરાતી તારીખે, અંદાજપત્ર રજૂ થઈ શકતુ નથી. 2020 અને 2021ના વર્ષમાં અંદાજપત્ર સત્રની જાહેરાત સમયે બજેટ રજુ કરવાની તારીખ પણ જાહેર કરાય છે. પરંતુ જાહેર કરેલ તારીખમાં ફેરફાર કરવો પડ્યો છે. વર્ષ 2020માં, નાણાકીય વર્ષ 2020-2021નું અંદાજપત્ર ( Budget  )રજૂ કરવા માટે પહેલા, 24 ફેબ્રુઆરીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ઼્ડ ટ્રમ્પના ગુજરાત પ્રવાસના કારણે અંદાજપત્ર રજૂ કરવાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
વર્ષ 2021માં નાણાકીય વર્ષ 2021-2022નુ અંદાજપત્ર રજુ કરવાની તારીખ 2 માર્ચ જાહેર કરવામાં આવી હતી. પરંતુ ગુજરાતમાં 28મી ફેબ્રુઆરીએ યોજાયેલી 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી 2 માર્ચે હોવાથી, ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરવાની તારીખમાં ફેરફાર કરીને 3 માર્ચ 2021 નક્કી કરાઈ. આમ ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં અંદાજપત્ર રજૂ કરાવાની તારીખમાં સતત લગાતાર બે વાર ફેરફાર કરાયાની ઘટના પ્રથમવાર 2020 અને 2021ના વર્ષમાં બની છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati