જાણો બુલેટપ્રૂફ જેકેટ કેવી રીતે બને છે અને કેવી રીતે કામ કરે છે

જાણો બુલેટપ્રૂફ જેકેટ કેવી રીતે બને છે અને કેવી રીતે કામ કરે છે

બુલેટપ્રૂફ જેકેટ ગોળીઓથી બચવા માટે પહેરવામાં આવે છે. ખાસ કરીને જ્યારે આતંકીઓ, ગુનેગારો કે દુશ્મન દેશોના સૈનિકો સામે યુદ્ધ થાય છે ત્યારે પોલીસ અને સૈનિકો બુલેટપ્રૂફ જેકેટ પહેરે છે. દેશના મોટા રાજકીય નેતાઓ પણ દુશ્મનોના હુમલાથી સુરક્ષિત રહેવા માટે બુલેટપ્રુફ જેકેટ પહેરે છે. સુરક્ષાવાળુ આ જેકેટ સ્પીડથી આવનારી ગોળીઓની અસરને ખત્મ કરી દે છે. પોલીસ […]

Kunjan Shukal

|

Jul 09, 2019 | 5:40 AM

બુલેટપ્રૂફ જેકેટ ગોળીઓથી બચવા માટે પહેરવામાં આવે છે. ખાસ કરીને જ્યારે આતંકીઓ, ગુનેગારો કે દુશ્મન દેશોના સૈનિકો સામે યુદ્ધ થાય છે ત્યારે પોલીસ અને સૈનિકો બુલેટપ્રૂફ જેકેટ પહેરે છે. દેશના મોટા રાજકીય નેતાઓ પણ દુશ્મનોના હુમલાથી સુરક્ષિત રહેવા માટે બુલેટપ્રુફ જેકેટ પહેરે છે.

સુરક્ષાવાળુ આ જેકેટ સ્પીડથી આવનારી ગોળીઓની અસરને ખત્મ કરી દે છે. પોલીસ અને સૈનિકો માટે આ ખુબ મહત્વપૂર્ણ હથિયાર છે. શરૂઆતમાં લોકો ઘાયલ થવા અને હુમલાથી બચવા માટે પશુઓના ચામડાનો ઉપયોગ કરતા હતા પણ જેમ જેમ એડવાન્સ હથિયાર આવવા લાગ્યા તેમ સુરક્ષાના આ સાધનોમાં પણ ફેરફાર થયો. ત્યારબાદ લાકડી અને ધાતુથી બનેલા કવચનો ઉપયોગ હુમલાથી બચવા માટે કરવામાં આવ્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બુલેટપ્રુફ જેકેટનો વિચાર 15મી સદીમાં આવ્યો. ઈટલીમાં ધાતુઓનો ઉપયોગ કરીને કવચ બનાવવામાં આવ્યું. ગોળી કવચને પાર નહતી કરી શકતી પણ તેને અથડાઈને દિશા બદલતી હતી. તેનાથી જેકેટ પહેરનાર પર ગોળીઓની કોઈ અસર થતી નહતી. ત્યારબાદ 18મી સદીમાં જાપાનમાં સિલ્કથી કવચ બનાવવામાં આવ્યા. તે કવચ અસરકારક હતા પણ ખુબ મોંઘા હતા.

1901માં અમેરિકાના 25માં રાષ્ટ્રપતિ વિલિયમ મૈકિનલીની હત્યા કરવામાં આવી પછી અમેરિકી સેનાને મુલાયમ કવચની જરૂરિયાત ઉભી થઈ. સિલ્કથી બનેલા કવચ ઓછી સ્પીડથી આવી રહેલી ગોળીઓથી બચવા માટે અસરકારક હતા પણ નવી તોપ અને બંદુકના મુકાબલા કરવામાં સક્ષમ નહતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યાર બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ફ્લેક જેકેટનો આવિષ્કાર થયો. તેને બનાવવા માટે બૈલિસ્ટિક નાઈલોન ફાઈબરનો ઉપયોગ થતો હતો. તે જેકેટ ગોળાબારૂદથી બચવા માટે સક્ષમ હતુ. આ પ્રકારનું જેકેટ ખુબ ભારે હતુ. 1960માં કેવલર નામના નવા ફાઈબરની શોધ થઈ, જેનાથી બુલેટપ્રુફ જેકેટને બનાવવું શક્ય બન્યુ.

આ પણ વાંચો: કલાનગરી વડોદરા શહેરના ક્રિકેટ રસીકોએ વિશ્વ કપ ભારતના ફાળે આવે તેવી કામના સાથે બનાવી અનોખી રંગોળી, જુઓ VIDEO

શરૂઆતમાં કેવલર ફાઈબરની શોધ ટાયર માટે થઈ હતી પણ જેકેટ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યું. આ ફાઈબર વજનમાં હલકુ હોય છે પણ ખુબ મજબુત હોય છે. કેવલર મુળ રૂપથી પ્લાસ્ટિક હોય છે અને વધારે લચીલુ હોય છે અને ખુબ ટકાઉ હોય છે. આ ગુણોના કારણે જ કેવલર કોઈ પણ વ્યક્તિ તરફ આવનારી ગોળીને રોકવા માટે ખુબ સક્ષમ છે.

[yop_poll id=”1″]

કેવી રીતે બને છે જેકેટ

આ ફાઈબરના દોરા તૈયાર કરીને મોટી રીલ બનાવવામાં આવે છે. ત્યારબાદ આ દોરાથી બેલિસ્ટિક શીટ તૈયાર કરવામાં આવે છે. તેને એકબીજા સાથે મજબૂતીથી સિવીને ઘણી પેનલ કે પ્લેટ બનાવવામાં આવે છે. આ પેનલોને એક જેકેટમાં ફિટ કરવામાં આવે છે. જેકેટમાં બેલિસ્ટિક પેનલોને ફિટ કરવા માટે ખિસ્સા હોય છે.

કેવી રીતે કામ કરે બુલેટપ્રુફ જેકેટ

જ્યારે ગોળી આ પ્લેટોને ટકરાય છે તો તેની સ્પીડ ઓછી થઈ જાય છે અને તે નાના-નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય છે, તેથી ગોળી જેકેટ પહેરેલા વ્યક્તિના શરીરના સંપર્કમાં આવી શકતી નથી. જ્યારે ગોળીના ટુકડા થઈ જાય છે તો તેનાથી મોટી માત્રામાં નીકળતી ઉર્જાને બેલિસ્ટિક પ્લેટનો બીજો ભાગ શોષી લે છે. તેનાથી બુલેટપ્રુફ જેકેટ પહેરેલા વ્યક્તિને ઓછુ નુકસાન થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શરૂઆતમાં કવચનો ઉપયોગ એટલા માટે કરવામાં આવ્યો હતો કારણ કે ગોળીઓ વ્યક્તિના શરીર સાથે ન ટકરાય પણ તેનાથી નીકળતી ઉર્જા માટે કોઈ ઉપાય ન હતો. ગોળીથી વ્યક્તિ બચી જતા પણ તેની ઉર્જા શરીરના અંગ માટે ઘાતક સાબિત થતી હતી. તેના કારણે ઘણા સૈનિકોના મોત પણ થયા હતા.

ત્યારબાદ જાણવા મળ્યુ કે કેવલરના સ્તરને જો એકબીજા સાથે સિવી દેવામાં આવે તો કેટલાક સ્તર ગોળીને રોકવા માટે કામ કરશે અને બાકી સ્તર નીકળતી ઉર્જાને શોષી લેશે, તેનાથી બુલેટપ્રુફ જેકેટ પહેરેલા વ્યક્તિને ઓછું નુકસાન થશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati