Republic day : અયોધ્યાનો ‘દીપોત્સવ’, તો ભગવાન કૃષ્ણનું વિરાટ સ્વરૂપ, જાણો વિવિધ રાજ્યના ટેબ્લો વિશે

કર્તવ્ય પથ પર સોમવારે ફુલ ડ્રેસ રિહર્સલ પરેડ યોજાશે. ગયા વર્ષે રાજપથનું નામ બદલીને 'કર્તવ્ય પથ' રાખવામાં આવ્યા બાદ આ માર્ગ પર આ પ્રથમ ગણતંત્ર દિવસ સમારોહ હશે.

Republic day : અયોધ્યાનો 'દીપોત્સવ', તો ભગવાન કૃષ્ણનું વિરાટ સ્વરૂપ, જાણો વિવિધ રાજ્યના ટેબ્લો વિશે
Image Credit source: Tv9 ભારતવર્ષ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 9:07 AM

દિલ્હીના કર્તવ્ય પથ પર આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઉત્તર પ્રદેશના અયોધ્યાના દીપોત્સવની ઝાંખી જોવા મળશે, તો હરિયાણાની ઝાંખીમાં ભગવાન કૃષ્ણનું વિરાટ સ્વરૂપનું પ્રતિબિંબિત જોવા મળશે. જ્યારે આ ઐતિહાસિક ગણતંત્ર દિવસની પરેડમાં ઝારખંડના પ્રખ્યાત દેવઘર મંદિર અને જમ્મુ-કાશ્મીરની અમરનાથ ગુફાની ઝલક જોવા મળશે. જમ્મુ અને કાશ્મીરે ન્યૂ જમ્મુ અને કાશ્મીર થીમ સાથે તેમની ઝાંખીમાં અમરનાથના ગુફા મંદિરને દર્શાવ્યું છે, જે છેલ્લા કેટલાક વર્ષોમાં શ્રદ્ધાળુનું આસ્થાનું કેન્દ્ર દર્શાવે છે.

આસામ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને અન્ય ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રંગબેરંગી ઝાંખીઓ દિલ્હીના કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડ દરમિયાન દર્શકોને મંત્રમુગ્ધ કરશે. મોટાભાગની ટેબ્લોક્સની થીમ ‘મહિલા શક્તિ’ છે. આ વર્ષે વિવિધ રાજ્યો દ્વારા અપનાવવામાં આવેલી થીમ સાંસ્કૃતિક વારસો અને અન્ય થીમ્સમાં મહિલા શક્તિનો સમાવેશ કરાયો છે.

આ ટેબલાઓ દર્શકોને મંત્રમુગ્ધ કરશે

રક્ષા મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, ભારતનો સાંસ્કૃતિક વારસો, આર્થિક અને સામાજિક પ્રગતિ દર્શાવતી કુલ 23 ઝાંખીઓ 26 જાન્યુઆરીએ ઔપચારિક પરેડનો ભાગ હશે. આ ઝાંખીઓમાંથી 17 વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અને છ ઝાંખીઓ વિવિધ મંત્રાલયો અને વિભાગોની હશે. રાજ્યના માહિતી અને જનસંપર્ક વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશની ઝાંખી ભગવાન રામ અને દેવી સીતાનું અયોધ્યાના લોકો દ્વારા વનવાસમાંથી પરત ફર્યા બાદ સ્વાગત કરવામાં આવ્યું હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જાણો અલગ-અલગ રાજ્યની થીમ

ઉત્તર પ્રદેશની મુખ્ય થીમ અયોધ્યા દીપોત્સવ છે. ઉત્તર પ્રદેશ સરકારના એક અધિકારીએ જણાવ્યું કે, આ ઝાંખીની બાજુની પેનલ અયોધ્યાના સરયુ નદીના કિનારે રામ કી પૈડીને દર્શાવે છે અને એક વિશાળ ‘દીપોત્સવ દ્વાર’ બનાવવામાં આવ્યો છે. તેમાં મહર્ષિ વશિષ્ઠની મૂર્તિ પણ છે.

હરિયાણાએ પ્રજાસત્તાક દિવસની ઝાંખી માટે તેની પ્રેરણા તરીકે ભગવદ ગીતાને પસંદ કરી છે, જેમાં ચાર ઘોડાઓ દ્વારા ખેચવામાં આવેલા રથનું વિશાળ મોડેલ દર્શાવવામાં આવ્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઝાંખીમાં ભગવાન કૃષ્ણને અર્જુનના સારથિ તરીકે અને કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં તેમને ઉપદેશ આપતા દર્શાવવામાં આવ્યા છે. ઝાંખીના આગળના ભાગમાં, ભગવાન કૃષ્ણને તેમના વિરાટ સ્વરૂપ સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે.

સંરક્ષણ મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ટ્રેલરની સાઇડ પેનલ્સ મહાભારત યુદ્ધના દ્રશ્યો દર્શાવે છે. મંત્રાલયે જણાવ્યું કે, જો આ બે ટેબ્લોક્સમાં કાલાતીત મહાકાવ્યમાંથી દોરવામાં આવેલી થીમની ઝલક જોવા મળશે, તો પશ્ચિમ બંગાળની ઝાંખીમાં દેવી દુર્ગાની પવિત્ર મૂર્તિ પ્રતિબિંબિત કરવામાં આવનાર છે. પશ્ચિમ બંગાળની ઝાંખી કોલકાતાની દુર્ગા પૂજાનું નિરૂપણ કરે છે અને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં તેના સમાવેશની ઉજવણી કરવામાં આવી છે.

આસામની ઝાંખી તેના સાંસ્કૃતિક સ્થળોને ગર્વથી દર્શાવે છે, જેમાં સુપ્રસિદ્ધ અહોમ જનરલ લચિત બોરફૂકન અને પ્રખ્યાત કામાખ્યા મંદિરનો સમાવેશ થાય છે.

એક વરિષ્ઠ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલય બે ઝાંખીઓ પ્રદર્શિત કરશે, એક-એક નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)નો સમાવેશ થશે.

અધિકારીના જણાવ્યા અનુસાર, કૃષિ મંત્રાલય, આદિજાતિ બાબતોના મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલય તરફથી એક-એક ટેબ્લો કર્તવ્ય પથ પર દર્શકોને આકર્ષશે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળ આવતા સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટની ઝાંખી પણ કર્તવ્ય પથ પર જોવા મળશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું રેલ્વે મંત્રાલય તરફથી પણ કોઈ ઝાંખી કાઢવામાં આવશે, તો તેમણે કહ્યું, ના, આ વર્ષની પરેડમાં રેલ્વે મંત્રાલયની કોઈ ઝાંખી નહીં હોય.

કર્તવ્ય પથ પર પ્રથમ ગણતંત્ર દિવસની ઉજવણી

ગયા વર્ષે રાજપથનું નામ બદલીને ‘કર્તવ્ય પથ’ રાખવામાં આવ્યા બાદ આ ઐતિહાસિક માર્ગ પર આયોજિત આ પ્રથમ ગણતંત્ર દિવસ સમારોહ હશે. સોમવારે ફુલ ડ્રેસ રિહર્સલ પરેડ યોજાશે. સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે, 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી રિનોવેટેડ સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ ખાતે કરવામાં આવશે અને સરકારે 32,000 ટિકિટો લોકો માટે ઓનલાઈન બુકિંગ ચાલુ કરવામાં આવ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">