AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘બધા વિદ્યાર્થીઓ કેમેરા ઓન કરો મારે તમને જોવા છે’ કહ્યાના 2 મિનીટ બાદ ઓનલાઇન ક્લાસિસ દરમિયાન શિક્ષકનું મોત

માધવીએ એક પછી એક વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને કહ્યું કે તે આવતા અઠવાડિયે રાજ્યમાં ઑફલાઇન વર્ગો ફરી શરૂ થશે ત્યારે તે બધાને મળવાની રાહ જોઇ રહી છે.

'બધા વિદ્યાર્થીઓ કેમેરા ઓન કરો મારે તમને જોવા છે' કહ્યાના 2 મિનીટ બાદ ઓનલાઇન ક્લાસિસ દરમિયાન શિક્ષકનું મોત
Online Class - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 2:13 PM
Share

કેરળની એક શિક્ષકનું ઓનલાઇન ક્લાસિસ દરમિયાન જ કાર્ડિયાક અરેસ્ટના (Cardiac Arrest) કારણે નિધન (Teacher dies during an online class) થયુ છે. આ સમાચાર હવે ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. કારણ કે શિક્ષકે તેમના મૃત્યુના થોડા જ ક્ષણો પહેલા પોતાના તમામ વિદ્યાર્થીઓને કેમેરા ઓન કરવા કહ્યુ હતુ. તેમણે પોતાના વિદ્યાર્થીઓેને કહ્યુ કે મારે તમને જોવા છે.

મળતી માહિતી અનુસાર આ શિક્ષકનું નામ માધવી (Madhavi) છે અને તેઓ કાસરગોડ જિલ્લાના અદોત્તુકાયા (Adottukaya in Kasargod district) ખાતેની સરકારી કલ્યાણ પ્રાથમિક શાળામાં (Government Welfare Lower Primary School) ગણિત શીખવતા હતા, ગુરુવારે ઓનલાઇન ક્લાસિસ દરમિયાન અચાનક જ તેમનું મોત થયુ. આ ઘટનાથી સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ છવાયો છે.

ગુરુવારે, માધવી તેના ફોનથી ધોરણ 3 ના વિદ્યાર્થીઓ માટે ગણિતના ક્લાસિસ લઈ રહી હતી. ક્લાસિસ દરમિયાન 47 વર્ષીય શિક્ષકે વિદ્યાર્થીઓને પોતાના કેમેરા ચાલુ કરવા કહ્યુ જેથી તે દરેક વિદ્યાર્થીઓને જોઇ શકે. માધવીએ એક પછી એક વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને કહ્યું કે તે આવતા અઠવાડિયે રાજ્યમાં ઑફલાઇન વર્ગો ફરી શરૂ થશે ત્યારે તે બધાને મળવાની રાહ જોઇ રહી છે. વાતચીત દરમિયાન માધવીને ઉધરસ આવવા લાગી અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેથી તેણે વિદ્યાર્થીઓને થોડું હોમવર્ક આપ્યુ અને પછી અચાનક ઓનલાઇન ક્લાસ બંધ કરી દીધો.

માધવી તેના પતિના અવસાન બાદ ઘરમાં એકલી રહેતી હતી માટે જ ત્યારબાદ તેણે તબિયત ખરાબ હોવાની જાણ કરવા સંબંધીને ફોન કર્યો હતો. જ્યારે આ સંબંધી તેમને જોવા માટે ઘરે આવ્યા ત્યારે તેમણે માધવીને બેભાન જોઇ અને તરત તેને હોસ્પિટલ લઇ ગયા. જોકે ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ ઘટના પ્રકાશમાં ત્યારે આવી જ્યારે તેમના ઓનલાઇન ક્લાસિસનું રેકોર્ડિંગ વિદ્યાર્થીઓ વચ્ચે વાયરલ થવા લાગ્યુ.

આ પણ વાંચો –

Floating Theatre in Dal : ‘કાશ્મીર કી કલી’નો રોમાંસ Dal Lake માં જોવા મળ્યો, બોટમાં બેસીને પ્રવાસીઓએ ફિલ્મ જોઈ, જુઓ Video

આ પણ વાંચો –

રશિયાએ કર્યું વિશ્વનું સૌથી શક્તિશાળી પરમાણુ પરીક્ષણ, 60 કિમી ઊંચા ઉઠ્યા ‘મશરૂમ ક્લાઉડ’, 35 કિમીની ત્રિજ્યામાં બધું નષ્ટ

આ પણ વાંચો –

ગજબ હો બાકી ! નાગરિકો કોરોનાની ગાઇડલાઇનનું પાલન ના કરવા છતાં પણ આ જગ્યા પર આજ દિવસ સુધી નથી પહોંચ્યો કોરોના

g clip-path="url(#clip0_868_265)">