AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 21 લોકોના મોત, પીએમ મોદીએ ટ્વીટ કરીને વ્યક્ત કર્યું દુ:ખ

મુખ્યમંત્રી પિનરાયી વિજયને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રાહત શિબિરો ખોલવામાં આવી છે. તેમણે સંબંધિત અધિકારીઓને સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો કે કેમ્પમાં COVID-19 સંબંધિત આરોગ્ય પ્રોટોકોલનું પાલન કરવામાં આવે.

કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 21 લોકોના મોત, પીએમ મોદીએ ટ્વીટ કરીને વ્યક્ત કર્યું દુ:ખ
કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન.
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 6:52 PM
Share

કેરળ (Kerala)માં ભારે વરસાદ (Heavy Rain)ને કારણે તબાહી મચી છે. રાજ્યના બે જિલ્લામાં ભૂસ્ખલન અને વિનાશક પૂરના લીધે મૃત્યુઆંક વધીને 21 થયો છે. રાહત અને બચાવ ટીમોએ રવિવારે કાટમાળમાંથી અનેક મૃતદેહો બહાર કાઢ્યા છે. રાજ્યના માહિતી અને જનસંપર્ક વિભાગે જણાવ્યું કે બચાવ કાર્યકરોએ ઈડુક્કી અને કોટ્ટયમ જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ ભૂસ્ખલનના કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલા મૃત્યુ પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે.

પીએમ મોદીએ ટ્વીટ કર્યું,  આ દુ:ખદ છે કે કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે કહ્યું કે કેન્દ્ર ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત કેરળના લોકોને તમામ શક્ય મદદ કરશે.

તેમણે એક ટ્વિટમાં કહ્યું કે, સરકાર ભારે વરસાદ અને પૂરને જોતા કેરળના કેટલાક ભાગોની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદ લોકોને તમામ શક્ય મદદ કરશે. બચાવ કામગીરીમાં મદદ માટે NDRFની ટીમ પહેલેથી જ મોકલવામાં આવી છે. દરેકની સલામતી માટે પ્રાર્થના.

અહીં, ઈડુક્કી જિલ્લા કલેક્ટર શીબા જ્યોર્જે જણાવ્યું હતું કે ઈડુક્કી જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં કોક્કયારમાંથી ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. પાંચ ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સઘન બચાવ પ્રયાસો બાદ કાદવમાં દટાયેલા ત્રણ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

આ બાળકો એકબીજાને પકડેલા જોવા મળ્યા છે. કેરળમાં વિપક્ષના નેતા વી ડી સતીસને નેકોક્કયાર અને કુટ્ટીકલની મુલાકાત લીધી છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્ય સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં સમયસર બચાવ કામગીરી શરૂ કરવામાં નિષ્ફળ રહી છે.

આ વિસ્તારમાં સેના, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), પોલીસ અને ફાયર ફોર્સની સાથે સાથે સ્થાનિક લોકોએ પણ રવિવારે સવારે કુટ્ટીક્કલ અને કોક્કાયાર પંચાયત વિસ્તારોમાં બચાવ કામગીરી શરૂ કરી હતી, જ્યાં શનિવારથી ભારે વરસાદની સાથે અનેક ભૂસ્ખલનને કારણે 12થી વધુ લોકો ગુમ છે. બચાવ પ્રયાસોનું સંકલન કરવા માટે કોટ્ટયમમાં હાજર રહેલા રાજ્યના મહેસૂલ મંત્રી કે. રાજને કહ્યું કે સરકારી એજન્સીઓ એ પણ તપાસ કરી રહી છે કે શું  કાટમાળ નીચે વધુ લોકો ફસાયેલા છે.

હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે

કોચીમાં નૌકાદળનું હેલિકોપ્ટર પહેલેથી જ રાહત સામગ્રી સાથે વરસાદ પ્રભાવિત વિસ્તારો માટે રવાના થયું છે. વાયુસેનાના બે Mi-17 હેલિકોપ્ટર આવી ગયા છે અને એક હેલિકોપ્ટર તિરુવનંતપુરમમાં તૈયાર રાખવામાં આવ્યું છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીઝે જણાવ્યું હતું કે ઉત્તર કેરળ-કર્ણાટક દરિયાકાંઠે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રને અડીને દક્ષિણ-પૂર્વમાં લો પ્રેશર એરિયા બન્યું છે અને તેઓએ આગામી 24 કલાકમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.

આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રાહત કેમ્પ ખોલવામાં આવ્યા છે: સીએમ પિનરાયી વિજયન

મુખ્યમંત્રી પિનરાયી વિજયને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રાહત શિબિરો ખોલવામાં આવી છે. તેમણે સંબંધિત અધિકારીઓને સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો કે કેમ્પમાં COVID-19 સંબંધિત આરોગ્ય પ્રોટોકોલનું પાલન કરવામાં આવે.

મંત્રી રાજને જણાવ્યું છે કે વિસ્તાર તરફ જતા રસ્તાઓ નાશ પામ્યા છે. ભારે મુશ્કેલીથી પંચાયત પ્રમુખ અને ગામના અધિકારીઓ રાતે પોતાની રીતે જ ત્યાં પહોંચ્યા. એનડીઆરએફએ સવારે પઠાનમથિટ્ટા જિલ્લામાં પાણી ભરાયેલા વિસ્તારોમાં ફસાયેલા આશરે 80 લોકોને બચાવ્યા. NDRFએ રાજ્યમાં 11 ટીમોને શોધ, બચાવ અને રાહત કામગીરી માટે તૈનાત કરી છે.

આ પણ વાંચો :  Chardham Yatra 2021: ચારધામ યાત્રા પર કામચલાઉ પ્રતિબંધ, ઉત્તરાખંડના મુખ્યપ્રધાને મુસાફરોને કરી આ અપીલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">