Kerala : એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થયેલા 28 વર્ષીય યુવકની હજુ પણ નથી મળી ભાળ, પરિવાર થયો ચિંતિત

જસ્ટિનના પરિવારે આ મામલે ચિંગાવનમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને મુખ્યમંત્રી, સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય નોરકાને પણ પત્ર લખ્યો છે.

Kerala : એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થયેલા 28 વર્ષીય યુવકની હજુ પણ નથી મળી ભાળ, પરિવાર થયો ચિંતિત
Justin Kuruvilla (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 2:53 PM

એટલાન્ટિક મહાસાગરમાં (Atlantic Ocean) ગુમ થયેલા કેરળના (Kerala) 28 વર્ષીય યુવક અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. આફ્રિકાથી અમેરિકા જઈ રહેલા કાર્ગો જહાજના સ્ટાફ જનરલ સ્ટુઅર્ડ જસ્ટિન કુરુવિલા (Justin Kuruvilla) છેલ્લા કેટલાક દિવસોથી ગુમ છે. જહાજના અધિકારીઓએ પરિવારને જાણ કરી કે તેઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું, પરંતુ જસ્ટિન મળી શક્યો નહીં. ગુમ થયેલા વ્યક્તિના ભાઈ સ્ટીફનના જણાવ્યા અનુસાર તેને ફોન આવ્યો હતો કે તેના ભાઈ વિશે હજુ સુધી કોઈ માહિતી મળી શકી નથી.

જહાજ પરના અધિકારીઓએ સ્ટીફનને જણાવ્યું કે, જસ્ટિન 8 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યાથી ગુમ હતો. તમને જણાવી દઈએ કે, સ્ટીફન પોતે પણ જહાજ પર સામાન્ય કારભારી તરીકે કામ કરે છે. તેણે કહ્યુ કે, ‘મને કહેવામાં આવ્યું હતું કે જસ્ટિન 8 ફેબ્રુઆરીએ ડ્યુટી વચ્ચેના વિરામ બાદ તેના રૂમમાં ગયો હતો અને પાછો આવ્યો ન હતો. જ્યારે ઓફિસરે તેને લગભગ 4 વાગે જોયો ત્યારે જસ્ટિનની તબિયત સારી ન હતી. તેને ખૂબ તાવ હતો. જે બાદ અધિકારીએ તેને ફ્રેશ થઈને ફરજ પર આવવા કહ્યુ હતુ. જોકે, તે બાદ જસ્ટિન ક્યાંય જોવા મળ્યો નહોતો.

છેલ્લે 6 ફેબ્રુઆરીએ કર્યો હતો અંતિમ કોલ

આ મામલે તેની બહેને કહ્યુ કે, ‘જહાજ 31 જાન્યુઆરીએ ડરબનથી નીકળી ગયુ હતુ. તે અમને રોજ ફોન કરતો, પણ છેલ્લો કોલ એક અઠવાડિયા પહેલાનો હતો. તે દિવસથી તેણે અમારા કોલનો જવાબ આપવાનું બંધ કરી દીધું.સ્ટીફનના જણાવ્યા અનુસાર, જસ્ટિને છેલ્લી વખત 6 ફેબ્રુઆરીએ ઘરે ફોન કર્યો હતો અને પરિવારના સભ્યો સાથે વાત કરી હતી.

જો કે, આ પછી તેણે કોઈ કોલનો જવાબ આપ્યો ન હતો. તે દરમિયાન જહાજ દક્ષિણ આફ્રિકાના ડરબનથી બેયોન (USA) જઈ રહ્યુ હતુ. જહાજ 31 જાન્યુઆરીએ ડરબનથી નીકળ્યું હતું અને 23 ફેબ્રુઆરીએ બેયોન પહોંચવાનુ હતુ.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર : ઠાકરે સરકાર 10 માર્ચ બાદ પડી ભાંગશે, BJP પ્રદેશ અધ્યક્ષના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">