Kerala Election Exit Poll: કેરળમાં રાહુલ ગાંધી જીતશે કે હારશે ? UDF 16 બેઠકો મેળવશે, NDAનું પણ ખુલશે ખાતું

|

Jun 01, 2024 | 9:23 PM

કેરળની કુલ 20 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ થયા બાદ રાજ્યના તમામ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે. સાતમા અને અંતિમ તબક્કાના મતદાનની સમાપ્તિ પછી, TV9, POLSTRAT અને PEOPLES INSIGHTના એક્ઝિટ પોલ પણ આવી ગયા છે. એક્ઝિટ પોલ પ્રમાણે જાણો કેરળ રાજ્યમાં કઈ પાર્ટી જીતી રહી છે.

Kerala Election Exit Poll: કેરળમાં રાહુલ ગાંધી જીતશે કે હારશે ? UDF 16 બેઠકો મેળવશે, NDAનું પણ ખુલશે ખાતું

Follow us on

દેશમાં શનિવારે સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે મતદાન થયું. આ સાથે જ લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને 4 જૂને યોજાનારી મતગણતરી માટે બધા રાહ જોઈ રહ્યા છે. દરેકની નજર કેરળ પર પણ છે, જે દક્ષિણ ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાંથી એક છે. કેરળ રાજ્યમાં યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF), લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) વચ્ચે ત્રિકોણીય હરીફાઈ છે.

TV9, POLSTRAT અને PEOPLES INSIGHTના એક્ઝિટ પોલ અનુસાર, કોંગ્રેસની આગેવાની હેઠળનું UDF ગઠબંધન ફરી એકવાર રાજ્યમાં પ્રભુત્વ જમાવશે. આ એક્ઝિટ પોલમાં તેને 16 સીટ મળી છે. આ વખતે એનડીએનું ખાતું 1 સીટ સાથે ખુલતું જોવા મળી રહ્યું છે. એક્ઝિટ પોલના પરિણામોમાં એલડીએફ ગઠબંધનને 3 બેઠકો મળી છે.

કોનો ફાયદો અને કોનો નુકશાન?

TV9, POLSTRAT અને PEOPLES INSIGHT ના એક્ઝિટ પોલ મુજબ, કેરળની કુલ 20 બેઠકોમાંથી કોંગ્રેસ 13 બેઠકો જીતી શકે છે અને ભાજપ 1 બેઠક જીતી શકે છે. આ સિવાય IUML અને CPI(M)ને 2-2 બેઠકો મળવાની ધારણા છે. સીપીઆઈ અને કેઈસી પણ એક-એક સીટ કબજે કરી શકે છે, જ્યારે આરએસપી અને કેઈસી(એમ)ને કંઈ મળે તેમ લાગતું નથી.

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

કોંગ્રેસની આગેવાની હેઠળના યુડીએફ ગઠબંધનને રાજ્યના લઘુમતી સમુદાયો (મુસ્લિમો અને ખ્રિસ્તીઓ) વચ્ચે મજબૂત પરંપરાગત મત આધાર માનવામાં આવે છે અને તે હંમેશા અહીં મજબૂત રહ્યું છે. 2019માં પણ કોંગ્રેસની આગેવાની હેઠળના આ ગઠબંધને 19 બેઠકો કબજે કરી હતી, પરંતુ એક્ઝિટ પોલ પ્રમાણે આ વખતે તેને 3 બેઠકો ગુમાવવાની આશંકા છે. જેમાં કોંગ્રેસને 2 બેઠકોનું નુકસાન થઈ શકે છે. ગત વખતે પાર્ટીએ 15 બેઠકો કબજે કરી હતી. કોંગ્રેસ ઉપરાંત તેની સહયોગી પાર્ટી KEC(M)એ પણ એક્ઝિટ પોલમાં એક સીટ ગુમાવી છે.

બીજી બાજુ, TV9, POLSTRAT અને Peoples Insightના એક્ઝિટ પોલ અનુસાર, NDA ગઠબંધન પહેલીવાર કેરળમાં પોતાનું ખાતું ખોલી શકે છે. ગઠબંધનમાં ભાજપને એક બેઠક મળતી જણાય છે. વોટ શેરની વાત કરીએ તો, એક્ઝિટ પોલ અનુસાર, આ દક્ષિણી રાજ્યમાં NDA ગઠબંધનની વોટ ટકાવારી વધીને 23 ટકા વોટ થવાની ધારણા છે. ગત વખતે ભાજપને 15.6 ટકા મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના UDF ગઠબંધનને 59.36 ટકા વોટ મળી શકે છે, જેને 2019ની ચૂંટણીમાં 47.5 ટકા વોટ મળ્યા હતા.

હાઇ પ્રોફાઇલ બેઠકો અને ઉમેદવારો

કેરળની 20 બેઠકો પૈકી, કેટલીક બેઠકો ખૂબ જ હાઇ પ્રોફાઇલ હતી, જ્યાં રાજકીય પક્ષોએ તેમના હાઇ પ્રોફાઇલ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કેટલીક બેઠકો પર ચૂંટણી લડી રહ્યા હતા, જ્યારે ભાજપે કેટલીક બેઠકો પર સ્ટાર ઉમેદવારો પર દાવ લગાવ્યો હતો. આમાં સૌથી હાઈપ્રોફાઈલ સીટ વાયનાડ હતી, જ્યાંથી રાહુલ ગાંધી પોતે ચૂંટણી લડી રહ્યા હતા.

આ સિવાય તિરુવનંતપુરમ પણ સૌથી હોટ સીટમાંથી એક હતી, કારણ કે ભાજપે કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂર સામે અગાઉની સરકારમાં મંત્રી રહેલા રાજીવ ચંદ્રશેખરને મેદાનમાં ઉતાર્યા હતા. આ સિવાય બીજેપીએ અભિનેતા સુરેશ ગોપીને ત્રિશૂરથી અને વાયનાડમાં રાહુલ ગાંધી સામે કે. સુરેન્દ્રનને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. LDF ગઠબંધને તિરુવનંતપુરમમાં હરીફાઈને અઘરી બનાવવા માટે પન્નિયન રવીન્દ્રન પર દાવ લગાવ્યો હતો.

Next Article