AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR હવે ભાજપ સાથે વધારી રહ્યા છે નિકટતા !, પટનામાં વિપક્ષી બેઠકનો કર્યો બહિષ્કાર, શાહની મીટિંગમાં મુલાકાત

શુક્રવારે પટનામાં વિપક્ષી પાર્ટીઓની મોટી બેઠક યોજાઈ હતી જેમાં કેસીઆર અને તેમની પાર્ટીએ હાજરી આપી ન હતી. કેસીઆર પીએમ મોદી પર સતત હુમલો કરતા રહ્યા છે. પરંતુ 15 જૂને નાગપુરમાં પાર્ટીના કાર્યક્રમ દરમિયાન તેમના સૂર બદલાયા હતા અને પીએમ મોદીને સારા મિત્ર કહીને સંબોધીત કર્યા હતા.

KCR હવે ભાજપ સાથે વધારી રહ્યા છે નિકટતા !, પટનામાં વિપક્ષી બેઠકનો કર્યો બહિષ્કાર, શાહની મીટિંગમાં મુલાકાત
CM KCR
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 9:59 AM
Share

Telangana: તેલંગાણાના સીએમ કેસીઆરએ કેન્દ્રીય બેઠકોનો બહિષ્કાર સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. તેમની ભાજપ સાથે પણ થોડી ઘણી કેમેસ્ટ્રી પણ રહી છે. ત્યારે નવેમ્બર 2020 પછી, કેસીઆરે કેન્દ્રની બેઠકનો સતત બહિષ્કાર કર્યો હતો પણ હવે તે બહિષ્કાની નીતીને સમાપ્ત કરવા માંગે છે અને ભાજપ તરફ હાથ લંબાવી રહ્યા હોવાની પણ અટકળો ફેલાય રહી છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહે મણિપુર હિંસા અંગે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી ત્યારે આ મીટિંગમાં કેસીઆરે હાજરી આપવા માટે એક પ્રતિનિધિ મોકલ્યો હતો. બે વર્ષ બાદ કેસીઆરએ નિકટતા વધારવાના પ્રયાસ કર્યા હોવાનું જણાય રહ્યું છે.

એક સમય એવો હતો જ્યારે કેસીઆર ત્રીજો મોરચો બનાવવામાં સૌથી આગળ હતા. પરંતુ હવે તેમણે વિપક્ષી એકતા છોડીને તેલંગાણા વિકાસ મોડલ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. શુક્રવારે પટનામાં વિપક્ષી પાર્ટીઓની મોટી બેઠક યોજાઈ હતી જેમાં કેસીઆર અને તેમની પાર્ટીએ હાજરી આપી ન હતી. કેસીઆર પીએમ મોદી પર સતત હુમલો કરતા રહ્યા છે. પરંતુ 15 જૂને નાગપુરમાં પાર્ટીના કાર્યક્રમ દરમિયાન તેમના સૂર બદલાયા હતા અને પીએમ મોદીને સારા મિત્ર કહીને સંબોધીત કર્યા હતા. જ્યારે બીજેપીને લોકસભા ચૂંટણીમા કરારી હાર આપવા પટનામાં વિપક્ષી 16 પાર્ટીઓના નેતાઓ એક છત નીચે આવી ગયા, તે જ સમયે કેસીઆરના પુત્ર અને તેલંગાણાના મંત્રી કેટી રામારાવ નવી દિલ્હીની બે દિવસની મુલાકાતે પહોચ્યા છે. હવે ત્યા અમિત શાહને મળી શકે છે.

શાહને મળશે કેસીઆરના પુત્ર ?

કેસીઆરના પુત્ર દિલ્હીની મુલાકાતે છે ત્યારે આ દરમિયાન તેઓ રક્ષા મંત્રી રાજનાથ સિંહને મળ્યા હતા. આ પછી તેમનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવાનો પણ કાર્યક્રમ છે. અમિત શાહે નવી દિલ્હી સંસદની લાઇબ્રેરીમાં મણિપુર હિંસા પર બેઠક યોજી હતી. કેસીઆરએ તેમના વતી વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ બી વિનોદને મોકલ્યા હતા. બે વર્ષ બાદ કેસીઆર કેન્દ્રીય બેઠકમાં ભાગ લઈ રહ્યા હતા. ત્યારે આ બધાની વચ્ચે કેસીઆર અને તેમની પાર્ટી ભાજપ તરફ હાથ લંબાવે તો નવાઈની વાત નહી!

દારૂના કૌભાંડમાં પુત્રીનું નામ

સૂત્રોનું માનવું છે કે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં કેસીઆરની પુત્રી કવિતાનું નામ સામે આવ્યા બાદ કેસીઆરે પોતાનો નિર્ણય બદલ્યો હશે. ઇડીએ તેની બે વખત પૂછપરછ કરી છે અને બે ચાર્જશીટમાં તેનું નામ સામેલ કરવામાં આવ્યું છે. તેની ધરપકડના સમાચાર આવી રહ્યા હતા. જો કે એપ્રિલમાં જ્યારે ત્રીજી ચાર્જશીટ દાખલ કરવામાં આવી ત્યારે તેમાં કે કવિતાનું નામ સામેલ નહોતું. તેલંગાણામાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં બીઆરએસ સાથે ભાજપની કથિત નિકટતા પણ ભાજપ માટે મુશ્કેલીનું કારણ બની રહી છે.

ભાજપ નેતાના કોંગ્રેસમાં જવાના એંંધાણ !

કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીના નેતા કોમાતિરેડ્ડી રાજગોપાલ રેડ્ડી અને ઈટાલા રાજેન્દ્ર કોંગ્રેસમાં સામેલ થવા પર વિચાર કરી રહ્યા છે. જે તાજેતરમાં જ તેલંગાણા ભાજપમાં જોડાયા હતા. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું કે મતદારોને અલગ રીતે લાગ્યું કે જો BRS અને ભાજપ વચ્ચે પ્રેમ વધ્યો છે, તો તે કોંગ્રેસ તરફ વળી શકે છે. તેનાથી કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં મદદ મળી શકે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">