દિલ્હી, ઉતરાખંડ બાદ કર્ણાટકમાં પણ તોફાનો ફાટી નીકળ્યા, હુબલી શહેરમાં કલમ 144 લાગુ
કર્ણાટકમાં એક ઈન્સ્પેક્ટર સહિત ચાર પોલીસકર્મીઓ (Karnataka Police) ઘાયલ થયા છે. આ ઘટના બાદ તરત જ રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે.
કર્ણાટકમાં (Karnataka) જૂના હુબલી પોલીસ સ્ટેશનથી પથ્થરમારાની ઘટના સામે આવી છે. જેમાં એક ઈન્સ્પેક્ટર સહિત ચાર પોલીસકર્મી ઘાયલ થયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હાલ સમગ્ર શહેરમાં કલમ 144 લાગુ (Section 144)કરવામાં આવી છે. પોલીસ કમિશનર લાભ રામે આ જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે, 9 એપ્રિલના રોજ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં મંદિરની (Temple) બહાર તરબૂચ વેચતા મુસ્લિમ વ્યક્તિની ગાડી પલટી ગઈ હતી. આવું કરવાનો આરોપ શ્રી રામ સેનાના કાર્યકર્તાઓ પર લગાવવામાં આવ્યો હતો, જેના પર કોંગ્રેસે હવે સંઘ પરિવારને ઘેર્યો છે. કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે આ સમગ્ર મામલે આરએસએસ પર પ્રહારો કર્યા હતા.
ધાર્મિક વિવાદ વધુ વણસ્યો
બીકે હરિપ્રસાદે કહ્યું કે મેં એ પણ જોયું કે કેવી રીતે તરબૂચ વેચતી વ્યક્તિની લારી તોડી નાખવામાં આવી હતી. બ્રિટિશ રાજમાં પણ સંઘ પરિવાર કાયર હતો. તેઓ અંગ્રેજોના એજન્ટ, જાસૂસ અને ગુલામ હતા. વધુમાં તેમણે કહ્યુંં કે,તે લોકો અંગ્રેજો પાસેથી પેન્શન લેતા હતા.
અરાગા જ્ઞાનેન્દ્રને કેબિનેટમાંથી દૂર કરવા જોઈએ
મંત્રી અરગા જ્ઞાનેન્દ્ર પર નિશાન સાધતા તેમણે આરોપ લગાવ્યો કે ગૃહમંત્રી પોતે આવી બાબતોને પ્રોત્સાહન આપી રહ્યા છે. રાજ્યપાલે પણ આંખ આડા કાન કર્યા છે. તેઓએ કોઈપણ દુશ્મનાવટ વિના રાજ્ય ચલાવવા માટે બંધારણના શપથ લીધા હતા, પરંતુ તેઓ (karnataka Government) પોતે દુશ્મનીને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યપાલે તરત જ અરાગા જ્ઞાનેન્દ્રને કેબિનેટમાંથી દૂર કરવા જોઈએ.
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં બે જૂથો વચ્ચે હુમલો
રાજધાની દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં પણ શનિવારે સાંજે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હનુમાન જન્મોત્સવ દરમિયાન શોભા યાત્રા દરમિયાન પથ્થરમારામાં પોલીસકર્મી સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે જહાંગીરપુરીની બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે હાલ આ વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : Uttarakhand: રૂરકીમાં હનુમાન જન્મમહોત્સવની શોભાયાત્રા પર પથ્થરમારા બાદ ફાટી નીકળી હિંસા, 10થી વધુ લોકો ઘાયલ