Hijab Row: હિજાબ વિવાદ પર હવે કર્ણાટક હાઈકોર્ટમાં 21 ફેબ્રુઆરીએ થશે સુનાવણી, જાણો આજે કોર્ટમાં શું થયું
રાજ્યની વિદ્યાર્થીનીઓ હિજાબ વિવાદ પર નિર્ણયની રાહ જોઈ રહી છે. હાલમાં, વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક વસ્ત્રો પહેરવાની મંજૂરી નથી.
કર્ણાટક હાઈકોર્ટે (Karnataka High Court) રાજ્યમાં ચાલી રહેલા હિજાબ વિવાદ (Hijab Row) પર સુનાવણી શરૂ કરી દીધી છે. રાજ્યની વિદ્યાર્થીનીઓ હિજાબ વિવાદ પર નિર્ણયની રાહ જોઈ રહી છે. હાલમાં, વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક વસ્ત્રો પહેરવાની મંજૂરી નથી. કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ વિદ્યાર્થીઓને કોર્ટના વચગાળાના આદેશનું પાલન કરવા જણાવ્યું છે. વરિષ્ઠ વકીલ એએમ ડારે કોર્ટને જણાવ્યું કે કોર્ટના વાંધાને ધ્યાનમાં રાખીને તેમણે 5 વિદ્યાર્થીનીઓ વતી નવી અરજી દાખલ કરી છે. કોર્ટ આ અરજી પર 21 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે. વરિષ્ઠ એડવોકેટ પ્રોફેસર રવિવર્મા કુમાર, અરજદાર તરફથી હાજર થઈને, કર્ણાટક હાઈકોર્ટને લાઈવ-સ્ટ્રીમિંગની કાર્યવાહી રોકવા અને સ્થગિત કરવા વિનંતી કરી. કુમાર કહે છે કે લાઇવ સ્ટ્રીમિંગ પ્રતિકૂળ બની ગયું છે.
તેના પર કોર્ટે કહ્યું કે લોકોને એ સાંભળવાની છૂટ આપવી જોઈએ કે આ મામલે પ્રતિવાદીઓ શું વલણ અપનાવે છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે વરિષ્ઠ વકીલ એએમ ડારને કહ્યું કે જો આજે કાર્યવાહી પૂરી થઈ જાય તો અમે મદદ કરી શકીએ નહીં. પરંતુ જે રીતે જણાય છે તેમ સોમવારે પણ કાર્યવાહી ચાલુ રહે તેવી શક્યતા છે.
હિજાબ ઇસ્લામની ધાર્મિક પ્રથાઓ હેઠળ આવતું નથી
વરિષ્ઠ વકીલ રવિવર્મા કુમારે સમાન રંગના દુપટ્ટા પહેરવાની પરવાનગી માટે દાખલ કરેલી અરજીનો ઉલ્લેખ કર્યો છે. તેમનું કહેવું છે કે રાજ્યએ કોઈ વાંધો નોંધાવ્યો નથી. એડવોકેટ જનરલે કર્ણાટક રાજ્ય વતી ચર્ચા શરૂ કરી હતી. તેમનું કહેવું છે કે રાજ્ય સરકારે સ્ટેન્ડ લીધું છે કે હિજાબ ઇસ્લામમાં આવશ્યક ધાર્મિક પ્રથાઓ હેઠળ આવતું નથી. તેણે કર્ણાટક હાઈકોર્ટને કહ્યું કે હિજાબ પહેરવા સંબંધિત મુદ્દાઓ ધાર્મિક બની ગયા છે અને તેથી રાજ્યના હસ્તક્ષેપની માગ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે વિરોધ અને અશાંતિ ચાલી રહી છે, તેથી 5 ફેબ્રુઆરીનો અસ્પષ્ટ આદેશ પસાર કરવામાં આવ્યો. એડવોકેટ જનરલે કર્ણાટક હાઈકોર્ટને કહ્યું કે, આ વિવાદ ત્રણ વ્યાપક શ્રેણીઓમાં આવે છે. પહેલો વિવાદ 5 ફેબ્રુઆરીના ચુકાદાને લગતો છે. મારી પ્રથમ રજૂઆત એ છે કે હુકમ એજ્યુકેશન એક્ટ મુજબ છે. બીજું એ છે કે હિજાબ એક આવશ્યક ભાગ છે. અમે સ્ટેન્ડ લીધું છે કે હિજાબ પહેરવું એ ઇસ્લામની આવશ્યક ધાર્મિક પ્રથા હેઠળ આવતું નથી.
ત્રીજું, હિજાબ પહેરવાનો આ અધિકાર કલમ 19(1)(a) માં શોધી શકાય છે. સબરીમાલા અને શાયરા બાનો (ટ્રિપલ તલાક) કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સૂચવ્યા મુજબ હિજાબની પ્રથા બંધારણીય નૈતિકતા અને વ્યક્તિગત ગૌરવની કસોટીમાંથી પસાર થવી જોઈએ. આ એક સકારાત્મક પ્રસ્તાવ છે જેની અમે મુક્તપણે ચર્ચા કરી રહ્યા છીએ.
આ પણ વાંચો : Punjab Assembly Elections 2022 : નવજોત સિંહ સિદ્ધુએ વિરોધીઓ પર સાધ્યું નિશાન, કહ્યું- કેપ્ટન અમરિંદર અને સુખબીર સિંહ બાદલ એક જ સિક્કાની બે બાજુ
આ પણ વાંચો : CBIએ નેશનલ સ્ટોક એક્સચેન્જના પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર, એક દિવસ પહેલા ITના દરોડા પડ્યા