AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BV Nagarathna બની શકશે ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ, જાણો ક્યારે સંભાળશે પદભાર

Women Chief Justice Of India: ગુજરાતનાં જસ્ટિસ બેલા ત્રિવેદી (Bela Trivedi, Gujarat High Court) સહીત ભલામણની યાદીમાં અન્ય બે મહિલા જજ છે

BV Nagarathna બની શકશે ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ, જાણો ક્યારે સંભાળશે પદભાર
ભારતમાં લાંબા સમયથી મહિલા ચીફ જસ્ટિસની માંગણી કરવામાં આવી રહી છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 12:47 PM
Share

BV Nagarathna Women Chief Justice Of India: જસ્ટિસ બીવી નાગરત્ન વર્ષ 2027 માં ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનશે. બુધવારે આ માહિતી સામે આવી છે. જસ્ટિસ બીવી નાગરત્ન કર્ણાટક હાઇકોર્ટના જજ છે.

તે દેશમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઇ.એસ. વેંકટરામૈયાની પુત્રી છે. જસ્ટિસ નાગરત્નએ કર્ણાટકમાં વ્યાપારી અને બંધારણીય કાયદાઓનું અર્થઘટન કરતી વખતે ઘણા મહત્વના ચુકાદા આપ્યા છે. વેંકટરામૈયા 19 જૂન 1989 થી 17 ડિસેમ્બર 1989 સુધી દેશના મુખ્ય ન્યાયાધીશ હતા.

ગુજરાત હાઇકોર્ટના આ બે જજોની પણ ભલામણ મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ટોચની અદાલતમાં પ્રમોશન માટે નવ જજોના નામની ભલામણ કરી છે. કોલેજિયમ દ્વારા ગુજરાત હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જસ્ટિસ હિમા કોહી અને જસ્ટિસ બેલા ત્રિવેદી (Bela Trivedi, Gujarat High Court) ભલામણની યાદીમાં અન્ય બે મહિલા જજ છે. ભારતમાં લાંબા સમયથી મહિલા ચીફ જસ્ટિસની માંગણી કરવામાં આવી રહી છે.

જસ્ટિસ બીવી નાગરત્નએ 1987 માં કર્ણાટકમાં બાર કાઉન્સિલમાં પ્રવેશ મેળવ્યો અને બંધારણીય અને વ્યાપારી કાયદાઓનો અભ્યાસ શરૂ કર્યો. તેમને 2008 માં કર્ણાટક હાઇકોર્ટમાં એડિશનલ જજ બનાવવામાં આવ્યા હતા. પછી 17 ફેબ્રુઆરી 2010 ના રોજ જસ્ટિસ નાગરત્નને કાયમી ધોરણે હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટના મહિલા ન્યાયાધીશોની એક યાદી

1 જસ્ટિસ ફાતિમા બીવી: તેમનો કાર્યકાળ: 6 ઓક્ટોબર 1989 થી 29 એપ્રિલ 1992. કેરળ હાઇકોર્ટના જજ ભારતની સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા જજ

જસ્ટિસસુજાતા મનોહર: તેમનો કાર્યકાળ: 8 નવેમ્બર 1994 થી 27 ઓગસ્ટ 1999. કેરળ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

જસ્ટિસ રૂમા પાલ: તેમનો કાર્યકાળ: 28 જાન્યુઆરી 2000 થી 2 જૂન 2006. કોલકાતા હાઇકોર્ટના જજ ભારતની સર્વોચ્ચ અદાલતમાં સૌથી લાંબી સેવા આપનાર મહિલા ન્યાયાધીશ

જસ્ટિસ જ્ઞાન સુધા મિશ્રા: તેમનો કાર્યકાળ: 30 એપ્રિલ 2010 થી 27 એપ્રિલ 2014 ઝારખંડ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

5 જસ્ટિસ રંજના દેસાઈ: તેમનો કાર્યકાળ: 13 સપ્ટેમ્બર 2011 થી 29 ઓક્ટોબર 2014 બોમ્બે હાઈકોર્ટના જજ

6 જસ્ટિસ આર: તેમનો કાર્યકાળ: ભાનુમતિ: 13 ઓગસ્ટ 2014 થી 19 જુલાઈ 2020. ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

7 જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા: તેમનો કાર્યકાળ: 27 એપ્રિલ 2018 થી 13 માર્ચ 2021 કાયદા અને ન્યાય મંત્રાલયમાં ઉચ્ચ સ્તરીય સમિતિ (HLC) ના સભ્ય, પ્રથમ મહિલા ન્યાયાધીશ જેમને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાંથી સીધા એલિવેટેડ કરવામાં આવ્યા હતા.

8 જસ્ટિસ ઇન્દિરા બેનર્જી: તેમનો કાર્યકાળ: 7 ઓગસ્ટ 2018 થી 23 સપ્ટેમ્બર 2022 મદ્રાસ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે (S A Bobde)એ તેમની નિવૃત્તિ પહેલા કહ્યું હતું કે “ભારત માટે મહિલા મુખ્ય ન્યાયાધીશનો સમય આવી ગયો છે”. “મહિલાઓનું હિત અમારા મનમાં સર્વોપરી છે અને અમે તેને શ્રેષ્ઠ રીતે અમલમાં મૂકી રહ્યા છીએ.

અમારામાં કોઈ વલણ બદલાયું નથી. એકમાત્ર વસ્તુ એ છે કે, આપણે સારા ઉમેદવારો લાવવા પડશે,” તેણે એપ્રિલમાં કહ્યું.

આ પણ વાંચો: Gold Price Today : સોનાનાં રોકાણકારો માટે મહત્વના સમાચાર, 1 તોલા સોનું 50,000 ના સ્તરે પહોંચવાના મળી રહ્યા છે સંકેત, જાણો શું છે નિષ્ણાંતોની સલાહ

આ પણ વાંચો: Hassan Family : કમલ હાસને તેમના પરિવાર સાથે કરી મુલાકાત, જાણો તેની આગામી તમિલ ફિલ્મ “વિક્રમ” વિશે

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">