AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UK ની સંસદમાં સન્માનિત થયા માયહોમ ગ્રુપના પ્રમુખ જુપલ્લી રામેશ્વર રાવ, મળ્યો આ મોટો એવોર્ડ

માયહોમ ગ્રૂપના પ્રમુખ ડો. જુપલ્લી રામેશ્વર રાવને અત્યાર સુધીમાં અનેક મોટા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. હવે આ ક્રમમાં તેમને બ્રિટનમાં પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

UK ની સંસદમાં સન્માનિત થયા માયહોમ ગ્રુપના પ્રમુખ જુપલ્લી રામેશ્વર રાવ, મળ્યો આ મોટો એવોર્ડ
Dr. Jupally Rameswar Rao
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 5:10 PM
Share

માયહોમ ગ્રુપના વડા ડો. જુપલ્લી રામેશ્વર રાવને શુક્રવારે (21 જુલાઈ) UK પાર્લામેન્ટ હાઉસ ઓફ લોર્ડ્સ, લંડનમાં ગ્લોબલ સેફ્ટી સમિટ ઈન્ટરનેશનલ એવોર્ડ્સ એન્ડ કોન્ફરન્સમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. ચેરમેન વતી શ્યામ રાવ (MD), રવિ સાઈ, સિનિયર પ્રેસિડેન્ટ (પ્રોજેક્ટ્સ), ડી ભાસ્કર રાજુ, હેડ (HSE) એ ટ્રોફી પ્રાપ્ત કરી. GSS ગ્લોબલ સેફ્ટી એવોર્ડ્સ એ સૌથી પ્રતિષ્ઠિત સેફ્ટી એવોર્ડ સ્કીમ છે. તે સ્વાસ્થ્ય અને સુરક્ષામાં સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

કોન્ફરન્સમાં માયહોમ ગ્રૂપને કોર્પોરેટ એવોર્ડ મળ્યો હતો અને પ્રમુખ ડો.જુપલ્લી રામેશ્વર રાવને વ્યક્તિગત કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે માયહોમ ગ્રુપ માત્ર એક નામ નથી, તે વિશ્વાસની એક બ્રાન્ડ છે. આ તેલુગુ લોકોની અતૂટ શ્રદ્ધાનું એકમાત્ર સરનામું છે.

અનેક પુરસ્કારોથી સન્માનિત થઈ ચૂક્યા છે ડો.જુપલ્લી રામેશ્વર રાવ

એવોર્ડ ગ્રહણ કરતા માયહોમના MD શ્યામ રાવ

માયહોમ ગ્રુપ રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં ઘણી મોટી સિદ્ધિઓ ધરાવે છે. તે પ્રીમિયમ સુવિધાઓ પ્રદાન કરતી નિર્વિવાદ બ્રાન્ડ બની ગઈ છે. આ તમામ એક સામાન્ય માણસની અસાધારણ સિદ્ધિઓ છે અને તે છે માયહોમ ગ્રુપના વડા ડો. જુપલ્લી રામેશ્વર રાવ. તેમને અત્યાર સુધીમાં ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા છે અને હવે તે યાદીમાં આ એવોર્ડ પણ સામેલ થયો છે.

નિર્માણ ઉદ્યોગમાં સર્વોચ્ચ ધોરણો સ્થાપિત કરવા બદલ તેમને આ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. ગ્લોબલ સેફ્ટી સમિટ (GSS) વિશે જો વાત કરીએ તો, તે વાર્ષિક કોન્ફરન્સ છે. તેનું આયોજન ફાયર એન્ડ સેફ્ટી ફોરમ દ્વારા ભારતમાં યોગ્ય રીતે નોંધાયેલ એનજીઓ દ્વારા કરવામાં આવે છે. તેની સ્થાપના વર્ષ 2009માં કરવામાં આવી હતી. WSF હેલ્થ એન્ડ સેફ્ટી પ્રેક્ટિશનર્સના રૂપમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ઉદ્યોગો અને વ્યાવસાયિકોને માન્યતા આપે છે.

g clip-path="url(#clip0_868_265)">