AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JIO એ લોન્ચ કર્યા 5 ધાંસુ પ્લાન, કોઈ લિમિટ વગર ડેટાનો કરી શકશો ઉપયોગ, જાણો પ્લાન વિષે

Reliance Jio એ તાજેતરમાં Jio Freedom નામના 5 પ્લાન લોન્ચ કર્યા છે. આ ડેટા પ્લાન્સ વિશે વાત કરવામાં આવે તો યુઝર્સ કોઈપણ મર્યાદા વિના ડેટાનો ઉપયોગ કરી શકે છે.

JIO એ લોન્ચ કર્યા 5 ધાંસુ પ્લાન, કોઈ લિમિટ વગર ડેટાનો કરી શકશો ઉપયોગ, જાણો પ્લાન વિષે
જિયોએ લોન્ચ કર્યા પ્લાન
Charmi Katira
| Edited By: | Updated on: Jun 13, 2021 | 8:00 AM
Share

Reliance Jio અગ્રણી ટેલિકોમ કંપનીઓ પૈકી એક છે. એરટેલ, વોડાફોન આઈડિયા અને બીએસએનએલને ટક્કર આપવા માટે કંપનીએ તાજેતરમાં Jio Freedom નામના 5 પ્લાન લોન્ચ કર્યા છે. આ ડેટા પ્લાન્સ વિશે વાત કરવામાં આવે તો યુઝર્સ કોઈપણ મર્યાદા વિના ડેટાનો ઉપયોગ કરી શકે છે. આ સિવાય આ પ્લાન સાથે ફ્રી કોલિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. ચાલો જાણીએ જીયો ફ્રીડમ પ્લેન વિશે વિગતવાર.

Jio Freedom Plans માં દરરોજ મળતા ડેટાની કોઈ લિમિટ નથી. રિલાયન્સ જિયોના આ પ્રીપેડ રિચાર્જ પ્લાન 127, 247, 447, 597 રૂપિયા અને 2,397 રૂપિયાના છે. તો ચાલો જાણીએ જીયોના આ પ્લાનમાં તમને શું ફાયદા થશે.

કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, 15 દિવસની વેલિડિટી સાથેનો પ્લાન 127 રૂપિયાથી શરૂ થાય છે. આ અંતર્ગત 12 જીબી ડેટા કોઈપણ લિમિટ વિના આપવામાં આવે છે. આ ઉપરાંત આ પ્લાનમાં 100 એમએમએસ અને જીઓ એપ્લિકેશન સબ્સ્ક્રિપ્શન્સ પણ ફ્રીમાં રહેશે.

Jioના 247 ના પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 25 GB ડેટા અને 100 મેસેજ મળશે. યુઝર્સ કોઈપણ મર્યાદા વિના ડેટાનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત આ ડેટા પ્લાનની સાથે 100 એમએમએસ અને Jio એપ્લિકેશનની સબ્સ્ક્રિપ્શન સાથે મફત કૉલિંગ મફત આપવામાં આવશે. આ પ્રિપેઇડ પ્લાનની વેલિડિટી 30 દિવસ છે.

Jio ના 447 ના પ્લાનમાં વેલિડિટી 60 દિવસની છે. ગ્રાહકોને આ પ્રિપેઇડ પ્લાનમાં કુલ 50 GB ડેટા મળશે. યુઝર્સ આ ડેટાને મર્યાદા વિના ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત આ પ્લાન સાથે 100 એમએમએસ અને જીયો એપ્લિકેશન સબ્સ્ક્રિપ્શન્સ સાથે ફ્રી કૉલિંગ સામેલ રહેશે.

Jio ના 597 પ્લાનમાં દરરોજ 75 GB ડેટા અને 100 એમએમએસ મળશે. યુઝર્સ આ ડેટાને મર્યાદા વિના ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત આ પ્લાન સાથે 100 એમએમએસ અને જીયો એપ્લિકેશન સબ્સ્ક્રિપ્શન્સ સાથે ફ્રી કૉલિંગ સામેલ રહેશે. આ પ્રિપેઇડ પ્લાનની વેલિડિટી 90 દિવસ છે.

જીયોનો આ પ્લાન થોડો મોંઘો છે. 2397 રૂપિયાના આ પ્લાનમાં ગ્રાહકોને 365 GB ડેટા મળશે. યુઝર્સ આ ડેટાને મર્યાદા વિના ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત આ પ્લાન સાથે 100 એમએમએસ અને જીયો એપ્લિકેશન સબ્સ્ક્રિપ્શન્સ સાથે ફ્રી કૉલિંગ સામેલ રહેશે. આ પેકની વેલિડિટી 365 દિવસની છે.

હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારત આવતા જહાજ પર હુમલો
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારત આવતા જહાજ પર હુમલો
g clip-path="url(#clip0_868_265)">