Jharkhand: લાતેહારમાં નક્સલવાદીઓનો આતંક, ગ્રામજનોને બંધક બનાવીને માર મારવામાં આવ્યો, એક વ્યક્તિની ગોળી મારીને કરી હત્યા
નક્સલવાદીઓએ અન્ય 4 લોકોને પણ માર માર્યો હતો. નક્સલવાદીઓએ ગામલોકોને એ સંદેશો આપ્યો કે જે પણ નક્સલી ગતિવિધિઓ વિશે પોલીસને જાણ કરશે તો તેનું પરિણામ આના કરતા પણ વધારે ખરાબ હશે.
ઝારખંડના (Jharkhand) લાતેહાર જિલ્લામાં મોડી રાત્રે હથિયારોથી સજ્જ નક્સલવાદીઓના જૂથે હંગામો મચાવ્યો હતો. આ ઘટના જિલ્લાના નેતરહાટ પોલીસ સ્ટેશન વિસ્તારના દાવના અને પુરંડીહ ગામની છે. એક ડઝનથી વધારે નક્સલવાદીઓએ 5 લોકો પર પોલીસના બાતમીદાર હોવાનો આરોપ લગાવીને હથિયારોના આધારે ઘરમાંથી તેમનું અપહરણ કર્યું હતું. આ પછી નક્સલવાદીઓએ ગ્રામજનોને માર માર્યો હતો.
યુવકની ગોળી મારીને હત્યા કરી હતી
નક્સલવાદીઓના મારથી દવના ગામના દેવ કુમાર પ્રજાપતિનું મોત થયું હતું. ગ્રામજનોના જણાવ્યા મુજબ, નક્સલીઓએ તેને લાકડીઓ વડે મારવાની સાથે ગોળી મારીને હત્યા કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે. નક્સલવાદીઓએ અન્ય 4 લોકોને પણ માર માર્યો હતો. નક્સલવાદીઓએ ગામલોકોને એ સંદેશો આપ્યો કે જે પણ નક્સલી ગતિવિધિઓ વિશે પોલીસને જાણ કરશે તો તેનું પરિણામ આના કરતા પણ વધારે ખરાબ હશે.
પોલીસે ઘટના અંગેની તપાસ શરૂ કરી
આ મામલે SDPO રાજેશ કુજુર પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના અંગેની તપાસ શરૂ કરી છે. સાથે જ નક્સલવાદીઓને પકડવા માટે લાતેહારના સરહદી જિલ્લાઓમાં પોલીસ સતત દરોડા પાડી રહી છે. આ ઉપરાંત તેને અડીને આવેલા અન્ય જિલ્લાઓની પોલીસને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
ગ્રામજનોમાં ગભરાટનો માહોલ ફેલાયો
ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા 2-3 દિવસથી ગામમાં સતત નક્સલવાદીઓ આવી રહ્યા હતા. દેવ કુમાર પ્રજાપતિ, બબલુ અંસારી સહિતના લોકોની ગ્રામજનોને પૂછપરછ કરી રહ્યા હતા. ત્યારબાદ બુધવારે મોડી રાત્રે સશસ્ત્ર નક્સલીઓએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા તાંડવને પગલે ગ્રામજનોમાં ગભરાટનો માહોલ ફેલાયો છે.
આ પણ વાંચો : Chhattisgarh: દિલ્હીની બેઠક બાદ અમિત શાહે સંભાળી છત્તીસગઢ ચૂંટણીની કમાન, 22 જુલાઈએ કરી શકે છે મુલાકાત
નક્સલવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન
ઝારખંડ પોલીસ અને CRPF સંયુક્ત રીતે નક્સલવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આ દરમિયાન ઘણા કુખ્યાત નક્સલવાદી કમાન્ડરોની પણ ધરપકડ કરવામાં આવી છે. નક્સલવાદીઓ માને છે કે ગામલોકોએ આપેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસને સતત આ સફળતાઓ મળી રહી છે, જેના કારણે તે હવે ગ્રામજનોને ધમકી આપી રહ્યા છે.