Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: શ્રીનગરમાં પોલીસ બસ પર આતંકીઓએ કર્યુ ફાયરિંગ, 2 જવાન શહીદ, 11 જવાનની હાલત ગંભીર

તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ જવાનો પર એ સમયે હુમલો કર્યો, જ્યારે તે બસમાં મુસાફરી કરી રહ્યા હતા. આતંકવાદીઓએ ચાલતી બસ પર ગોળીબાર કર્યો, જેના કારણે 14 જવાનો ઘાયલ થયા.

Jammu Kashmir: શ્રીનગરમાં પોલીસ બસ પર આતંકીઓએ કર્યુ ફાયરિંગ, 2 જવાન શહીદ, 11 જવાનની હાલત ગંભીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 9:24 PM

જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)ના શ્રીનગર (Srinagar)માં ફરી એકવાર આતંકીઓએ જવાનોને નિશાન બનાવ્યા છે. તેમને શ્રીનગરના જીવાન વિસ્તારમાં સશસ્ત્ર પોલીસની 9મી બટાલિયન પર હુમલો કર્યો. આ હુમલામાં 11 જવાન ઘાયલ થઈ ગયા છે. આ હુમલામાં 2 પોલીસ જવાન શહીદ થયા છે. સુરક્ષાદળોએ ઘેરાબંધી કરી છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે.

તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ જવાનો પર એ સમયે હુમલો કર્યો, જ્યારે તે બસમાં મુસાફરી કરી રહ્યા હતા. આતંકવાદીઓએ ચાલતી બસ પર ગોળીબાર કર્યો, જેના કારણે 14 જવાનો ઘાયલ થયા.

આજનું રાશિફળ તારીખ 02-04-2025
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?
રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો
હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી

એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ પંથા ચોક-ખોનમોહ રોડ પર ભારતીય રિઝર્વ પોલીસ (IRP)ની 9મી બટાલિયનના વાહન પર અંધાધૂંધ ફાયરિંગ કર્યુ. ફાયરિંગમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમને કહ્યું તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકીવાદીઓને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જમ્મૂ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળોની સાથે અથડામણમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના અવંતીપોરાના બારગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે સુચના મળ્યા બાદ તપાસ અભિયાન શરૂ કર્યુ. આ દરમિયાન આતંકવાદીઓએ તેમની પર ગોળીબાર શરૂ કરી દીધો, સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી હતી. ત્યારબાદ અથડામણ શરૂ થઈ ગઈ હતી. અથડામણમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: KUTCH : 5 વર્ષની બાળકીને ડાયાબીટીસ સાથે મ્યુકરમાઇકોસિસ થયું, 42 દિવસની સારવાર બાદ મળ્યું નવજીવન

આ પણ વાંચો: 47 વર્ષ જુના શ્રીરામ ગ્રુપમાં બધુ બદલાશે, 3 કંપનીઓના મર્જરથી બની નવી કંપની, સામાન્ય લોકોને થશે આ ફાયદો

g clip-path="url(#clip0_868_265)">