47 વર્ષ જુના શ્રીરામ ગ્રુપમાં બધુ બદલાશે, 3 કંપનીઓના મર્જરથી બની નવી કંપની, સામાન્ય લોકોને થશે આ ફાયદો

શ્રીરામ ગ્રુપની સ્થાપના વર્ષ 1974માં થઈ હતી. આ અલગ અલગ કંપનીઓના મર્જર પહેલા તમામ શેયર હોલ્ડર પાસે મંજૂરી લેવામાં આવી રહી છે. SCL, SCUF, અને STFCના શેર હોલ્ડર પાસે મર્જરની મંજૂરી માંગવામાં આવી છે.

47 વર્ષ જુના શ્રીરામ ગ્રુપમાં બધુ બદલાશે, 3 કંપનીઓના મર્જરથી બની નવી કંપની, સામાન્ય લોકોને થશે આ ફાયદો
R. Thyagarajan- shriram group founder (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 6:39 PM

શ્રીરામ ગ્રુપે (Shriram group) કંપનીને રી-સ્ટ્રક્ચર કરવાની જાહેરાત કરી છે. જેની હેઠળ શ્રીરામ કેપિટલ લિમિટેડ (SCL)અને શ્રીરામ સિટી યૂનિયન ફાયનાન્સ લિમિટેડ (SCUF)ને શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ લિમિટેડની સાથે મર્જ કરવામાં આવશે. મર્જર બાદ જે નવી કંપની બનશે તેનું નામ શ્રીરામ ફાયનાન્સ લિમિટેડ હશે. આ વિલીનીકરણ પછી શ્રીરામ ફાઈનાન્સ ભારતમાં રિટેલ ફાઈનાન્સના ક્ષેત્રમાં સૌથી મોટી NBFC હશે. નવી કંપની કોમર્શિયલ ગાડીઓની ફાઈનાન્સિંગ, MSME લોન અને ટૂ-વ્હીલર ફાઈનાન્સનું કામ સંભાળશે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

શ્રીરામ ગ્રુપની સ્થાપના વર્ષ 1974માં થઈ હતી. આ અલગ અલગ કંપનીઓના મર્જર પહેલા તમામ શેયર હોલ્ડર પાસે મંજૂરી લેવામાં આવી રહી છે. SCL, SCUF, અને STFCના શેર હોલ્ડર પાસે મર્જરની મંજૂરી માંગવામાં આવી છે. તેની સાથે જ વિલીનીકરણને લઈ રિઝર્વ બેન્ક, સીસીઆઈ, આઈઆરડીએ, એનએચબી અને એનસીએલટી પાસે પણ નિયમનકારી મંજુરી લેવામાં આવશે.

કેટલા રૂપિયાનો થશે કારોબાર

મર્જર થયા બાદ શ્રીરામ ફાઈનાન્સ લિમિટેડનું AUM 1.5 ટ્રિલિયનનું થઈ જશે. તેનું ડ્રિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક 3,500થી વધારે થઈ જશે. આ તમામ ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્કમાં 50,000 કર્મચારી કામ કરશે. SCUFના દરેક શેયર પર 1.55 શેયર ઈશ્યુ કરવામાં આવશે. SCLના દરેક શેયર પર 0.097 શેયર ઈશ્યુ કરવામાં આવશે. STFCએ બીએસઈને આપેલી જાણકારીમાં આ વાત કહી છે.

શેયર હોલ્ડરની મંજૂરી બાકી

SCUF, SCL, અને STFCના બોર્ડના મર્જર માટે મંજૂરી આપી દીધી છે. હવે ત્રણે કંપનીઓના શેયર હોલ્ડરની મંજૂરી લેવામાં આવી રહી છે. ત્યારબાદ રિઝર્વ બેન્ક અને નેશનલ હાઉસિંગ બેન્ક પાસે પણ પરવાનગી લેવામાં આવશે. ત્યારબાદ ત્રણ કંપનીઓના વિલીનીકરણને મંજૂર કરી દેવામાં આવશે.

મર્જ થયા બાદ 3 કંપનીઓની પ્રોડક્ટ એક જ કંપનીમાં આવી જશે. મર્જર બાદ નવી કંપનીનું નામ શ્રીરામ ફાઈનાન્સ લિમિટેડ હશે અને આ કંપની એક સાથે કોમર્શિયલ વ્હીકલ ફાઈનાન્સ, ટૂ વ્હીલર લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન, ઓટો લોન અને સ્મોલ એન્ટરપ્રાઈઝ ફાઈનાન્સનું કામ સંભાળશે.

મર્જર બાદ આ કામ સંભાળશે

મર્જર થયા બાદ નવી કંપની વીમા, બુકિંગ અને એએમસી બિઝનેસનું કામ પણ સંભાળશે. STFCના કાર્યકારી ઉપાધ્યક્ષ અને સીઈઓ ઉમેશ રેવણકર મર્જ કરેલી કંપનીના ઉપાધ્યક્ષ હશે. શ્રીરામ સિટીના એમડી અને સીઈઓ વાય.એસ. ચક્રવર્તી મર્જ કરેલી કંપનીના એેમડી અને સીઈઓ હશે. ચીફ ફાયનાન્સિયલ ઓફિસર પરાગ શર્મા બોર્ડમાં સંપૂર્ણ સમયના ડિરેક્ટર તરીકે સેવા આપશે.

શ્રીરામ ફાઈનાન્સના મર્જરમાં મોર્ગન સ્ટેનલે અને ICICI સિક્યોરિટીઝે ફાઈનાન્શિયલ એડવાઈઝર તરીકે રોલ નિભાવ્યો છે. બંસી સી મહેતા એન્ડ કંપની અને અર્ન્સટ એન્ડ યંગે વેલ્યુએશનનું કામ પૂરૂ કર્યુ છે. ઈવાઈએ કંપનીના રી-સ્ટ્રક્ચરિંગ અને ટેક્સેશનનું કામ સંભાળ્યુ છે. જેએન્ડએમ લીગલ કંપનીએ લીગલ એડવાઈઝરનું કામ કર્યુ છે. મર્જર પછી PwC કંપનીઓના એકીકરણની પ્રક્રિયામાં મદદ કરશે.

આ પણ વાંચો: દેશમાં Natural Gasના પરિવહન માટે બનશે કોમન પાઈપલાઈન, સરકાર ગેસ સેક્ટરમાં લાવી રહી છે નવા નિયમ

આ પણ વાંચો: EPFO :મોદી સરકારે 23.34 કરોડ લોકોના ખાતામાં પૈસા જમા કર્યા, વહેલી તકે તમારા ખાતાનું બેલેન્સ ચેક કરો

g clip-path="url(#clip0_868_265)">