AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu-Kashmir: ડ્રોનથી મોકલાયેલા હથિયારોનો જથ્થો ઝડપાયો, આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ બનાવતુ સુરક્ષાદળ

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ જમ્મુ અને કાશ્મીર પોલીસે અરનિયા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને અરનિયાના ટ્રેવા ગામમાંથી ડ્રોન દ્વારા નાખવામાં આવેલા શસ્ત્રોના ત્રણ બોક્સ મળી આવ્યા હતા.

Jammu-Kashmir: ડ્રોનથી મોકલાયેલા હથિયારોનો જથ્થો ઝડપાયો, આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ બનાવતુ સુરક્ષાદળ
Jammu Kashmir Security forces
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 4:47 PM
Share

જમ્મુ-કાશ્મીરમાં (Jammu-Kashmir) સુરક્ષા દળોએ એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સુરક્ષા દળોને (Security forces) માહિતી મળી હતી કે લશ્કર-એ-તૈયબા (LeT) ટીઆરએફ (TRF) જેવા પાકિસ્તાની આતંકવાદી સંગઠનો ISISના ઈશારે ડ્રોન દ્વારા મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મોકલવા જઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ હથિયારો આરએસ પુરા અરનિયા વિસ્તારમાં મોકલવાના હતા.

આ માહિતીના આધારે વિશેષ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને જમ્મુ અને કાશ્મીર પોલીસે (Jammu and Kashmir Police) અરનિયા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને અરનિયાના ટ્રેવા ગામમાંથી ડ્રોન દ્વારા છોડવામાં આવેલા શસ્ત્રોના ત્રણ બોક્સ મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, આ ત્રણેય બોક્સને રાત્રે ડ્રોન દ્વારા ઉતારવામાં આવ્યા હતા.

ડ્રોન દ્વારા મોકલાયેલા શસ્ત્રોમાં શુ પકડાયુ ?

સુરક્ષા દળો દ્વારા જપ્ત કરવામાં આવેલી વસ્તુઓમાં 3 ડિટોનેટર, 3 રિમોટ કંટ્રોલ આઈઈડી, વિસ્ફોટકની 3 બોટલ, કોર્ડટેક્સ વાયરનું 1 બંડલ, 2 ટાઈમર આઈઈડી, 1 પિસ્તોલ, 2 મેગેઝીન, 6 ગ્રેનેડ અને 70 રાઉન્ડનો સમાવેશ થાય છે. મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા બાદ, માનવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ જમ્મુ અને કાશ્મીરમાં મોટા હુમલાની યોજના બનાવી રહ્યા હતા.

ડોડા જિલ્લામાં મળી મોટી સફળતા

આ પહેલા ડોડા જિલ્લામાં પણ સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી. જેમાં લશ્કર-એ-તૈયબાના એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સશસ્ત્ર સીમા બલ (BSF), રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત તપાસ ટીમે, શનિવારે ઠઠરીમાં વાહનોની હાથ ધરાયેલ તપાસ દરમિયાન સજન-બજાર ગામના રહેવાસી આદિલ ઈકબાલ બટ્ટને (Adil Iqbal Butt) પકડી લીધો હતો.

તેમણે એ પણ જણાવ્યું કે શંકાસ્પદ આતંકવાદી પાસેથી એક પિસ્તોલ, બે મેગેઝીન અને કેટલીક ગોળીઓ મળી આવી છે. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોહમ્મદ અમીન ઉર્ફે ‘મુજામિલ’ ઉર્ફે ‘હારૂન’ ઉર્ફે ‘ઉમર’, જે હાલમાં પાકિસ્તાનથી કાર્યરત છે, તે પકડાયેલા આદિલ ઈકબાલ બટ્ટનો માસ્ટર છે. તેમણે કહ્યું કે પોલીસ સ્ટેશન ઠઠરીમાં કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચોઃ

Jammu Kashmir: શોપિયાં જિલ્લામાંથી લશ્કરના બે આતંકવાદીઓની ધરપકડ, મોટા ષડયંત્ર પહેલા જ થયો પર્દાફાશ

આ પણ વાંચોઃ

Russia Ukraine war: ભારતીયો માટે વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી, નાગરીકોને પરત લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">