Russia Ukraine war: ભારતીયો માટે વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી, નાગરીકોને પરત લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે
યુક્રેનમાં ફસાયેલા નાગરિકો માટે ભારતે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર, કહ્યું- વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે. સલામત અને શાંતિથી રહેવાની સલાહ આપવામાં આવે છે.
યુક્રેનમાં ફસાયેલા નાગરિકો માટે ભારત સરકારે એક પ્લાન તૈયાર કર્યો છે. તેમણે કહ્યું કે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવી રહ્યા છે. સાથે જ વૈકલ્પિક વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હોવાથી મોટા સંઘર્ષની આશંકા વચ્ચે ભારત પૂર્વ યુરોપીય દેશના તેના નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને મદદ કરવાના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
તેના વિકલ્પો શું હોઈ શકે તેની ચર્ચા કરવામાં આવી છે. યુક્રેનની સરહદે આવેલા અન્ય દેશોમાં પ્રવેશ થવો જોઈએ. ભારત સરકાર અન્ય દેશો સાથે વાત કરશે કે VISA વિના, તેમને ફક્ત ભારતીય પાસપોર્ટ પર જ તે દેશોમાં આવવા દેવામાં આવે. 90 ના દાયકામાં કુવૈત કટોકટી વખતે પણ ભારતે આવું કર્યું હતું. કયા વિકલ્પો ખતમ થઈ ગયા તેની પણ ચર્ચા કરવામાં આવી છે. હાલમાં હવાઈ માર્ગ શક્ય નથી. પૂર્વમાં રશિયા, ઉત્તરમાં બેલારુસ અને દક્ષિણમાં કાળો સી હવે સંભવિત રસ્તો બની રહ્યો છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
આ પણ વાંચો –
Russia Ukraine war : હાર માનવા તરફ જઇ રહ્યુ છે યુક્રેન, સૈનિકો હથિયાર મૂકીને ભાગી રહ્યા છે – રશિયા
આ પણ વાંચો –
Russia Ukraine Crisis: યુક્રેનના 11 શહેરમાં વિનાશ, માર્શલ લોની જાહેરાત, જાણો અત્યાર સુધીના 10 મોટા અપડેટ્સ
આ પણ વાંચો –