Jammu Kashmir : નીતિન ગડકરી આજે આઠ ટનલ સહિત 25 હાઈવે પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ, જમ્મુ-શ્રીનગર હાઈવે પર ટ્રાફિકને રહેશે વધુ સરળતા

નીતિન ગડકરીની જમ્મુ ક્ષેત્રની સાડા ત્રણ કલાકની મુલાકાત વિકાસની દૃષ્ટિએ ઘણી મહત્વની છે. અગાઉથી જાહેર કરેલા કાર્યક્રમ મુજબ, નીતિન ગડકરી આજે બપોરના લગભગ 2 વાગ્યે વિશેષ વિમાન દ્વારા જમ્મુ એરપોર્ટ ખાતે પહોંચશે. ત્યાંથી તેઓ ડોડા જિલ્લાના સ્ટેડિયમમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેઓ હેલિકોપ્ટર દ્વારા રવાના થશે.

Jammu Kashmir : નીતિન ગડકરી આજે આઠ ટનલ સહિત 25 હાઈવે પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ, જમ્મુ-શ્રીનગર હાઈવે પર ટ્રાફિકને રહેશે વધુ સરળતા
Nitin Gadkari (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 8:14 AM

ખુબ જ સારા રોડ કનેક્ટિવિટી દ્વારા વિકાસને વધુ વેગ આપવાના અભિયાનના ભાગરૂપે, બુધવારે જમ્મુ ડિવિઝનમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી (Road Transport Minister Nitin Gadkari) આઠ નાની – મોટી ટનલ સહિત કુલ 25 હાઇવે પ્રોજેક્ટ (Highway project)નો શિલાન્યાસ કરશે. જેમાં 257 કિલોમીટરના રસ્તાઓનું નિર્માણ પણ કરવામાં આવશે. કુલ રૂ. 11,721 કરોડના ખર્ચના આ પ્રોજેક્ટ્સમાંથી અડધો ભાગ ટનલના નિર્માણ પાછળ ખર્ચવામાં આવશે. આ વિકાસલક્ષી કાર્યોને કારણે જમ્મુ શ્રીનગર (Jammu Srinagar) વચ્ચેનુ અંતર ઘટાડવા ઉપરાંત ખાસ કરીને ભૂસ્ખલનને કારણે થતી સમસ્યાઓથી પણ છુટકારો મેળવશે.

નીતિન ગડકરીની જમ્મુ ક્ષેત્રની સાડા ત્રણ કલાકની મુલાકાત વિકાસની દૃષ્ટિએ ઘણી મહત્વની છે. અગાઉથી જાહેર કરેલા કાર્યક્રમ મુજબ, નીતિન ગડકરી (Nitin Gadkari) આજે બપોરના લગભગ 2 વાગ્યે વિશેષ વિમાન દ્વારા જમ્મુ એરપોર્ટ (Jammu Airport) ખાતે પહોંચશે. ત્યાંથી તેઓ ડોડા જિલ્લાના સ્ટેડિયમમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેઓ હેલિકોપ્ટર દ્વારા રવાના થશે. બપોરે 3 વાગ્યે વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા પછી, તેઓ લગભગ 5.30 વાગ્યે જમ્મુથી નાગપુર જવા રવાના થશે.

ટનલ અહીં બનાવવામાં આવશે જમ્મુ ડિવિઝનમાં, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે (Jammu-Srinagar National Highway) ના ભાગોમાં ચાર મોટી ટનલ બનાવવામાં આવશે. જ્યાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઘણા દિવસોથી બંધ થઈ જતો હોય છે. ઉધમપુર અને રામબન જિલ્લાની વચ્ચે, આ સ્થાનો પર રસ્તાની હાલત માત્ર ટ્રાફિકને જ અસર કરતી નથી, પરંતુ માર્ગ અકસ્માતોનું કારણ પણ બને છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

1912 કરોડના ખર્ચે મરોગથી ડિગડોલ, રૂ. 1401 કરોડના ખર્ચે ડિગડોલથી ખૂની નાલા, રામબન અને બનિહાલ વચ્ચેની મોમ્પાસી-શેરબીબી ટનલ રૂ. 614 કરોડના ખર્ચે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બનાવવામાં આવનાર ટનલમાં રૂ. 442 કરોડનો ખર્ચ થશે. રામબન ટનલના કારણે જમ્મુથી કાશ્મીરની મુસાફરીમાં લગભગ દોઢ કલાકનો સમય બચશે. જમ્મુથી કાશ્મીર જવા માટે હાલ લગભગ સાત કલાકનો સમય લાગે છે. આ સાથે ડોડા જિલ્લામાં ખિલની ટનલ, અખનૂર-પૂંચ રોડ પર કાંડી ટનલ, નૌશહર ટનલ અને ભીમ્બર ટનલ પણ જમ્મુ કાશ્મીરમાં વિકાસની ગતિને વધુ ઝડપથી વધારશે.

આ પણ વાંચોઃ  Sovereign Gold Bond: આગામી સપ્તાહે સરકાર સસ્તા ભાવે શુદ્ધ સોનું ખરીદવાની તક આપશે, જાણો ક્યાંથી મળશે સસ્તું સોનુ

આ પણ વાંચોઃ Petrol Diesel Price Today : ટૂંક સમયમાં સસ્તું થઇ શકે છે તમારા વાહનનું ઇંધણ, જાણો આજે શું છે 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત

Latest News Updates

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">