AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સુરક્ષા દળોએ 2 આતંકીઓને કર્યા ઠાર

મળેલી માહિતી અનુસાર ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં બોર્ડર પાસે આવેલા કુમકરી હૈહામા વિસ્તારમાં સુરક્ષા દળો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.

Jammu Kashmir: કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સુરક્ષા દળોએ 2 આતંકીઓને કર્યા ઠાર
Indian Army
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2023 | 5:20 PM
Share

જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કુપવાડામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આતંકવાદીઓ (Terrorists) દ્વારા ઉત્તર કાશ્મીરના માછિલ (કુપવાડા) સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું ઓપરેશન હજુ પણ ચાલુ છે. પોલીસે જણાવ્યું કે, માહિતી પર કુપવાડાના માછિલ સેક્ટરના કુમકડી વિસ્તારમાં સેના અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળોએ સરહદ પારથી આવતા 2 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું

આતંકવાદીઓ પાસેથી 4 એકે મેગેઝીન, બે એકે રાઈફલ, એક પાકિસ્તાની પિસ્તોલ, 90 રાઉન્ડ, એક પાઉચ અને 2100 રૂપિયાની પાકિસ્તાની કરન્સી જપ્ત કરવામાં આવી છે. સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મળેલી માહિતી અનુસાર ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં બોર્ડર પાસે આવેલા કુમકરી હૈહામા વિસ્તારમાં સુરક્ષા દળો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.

NIAએ પુંછ જિલ્લામાં પાડ્યા દરોડા

આ પહેલા આજે NIA એ રાજૌરી જિલ્લાના ધાંગરી ગામમાં લશ્કર-એ-તૈયબા (LeT)ના હુમલાના સંબંધમાં પુંછ જિલ્લામાં ઘણા સંદિગ્ધોના ઘર પર દરોડા પાડ્યા હતા. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા ઓવરગ્રાઉન્ડ વર્કર્સના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન વાંધાજનક ડેટા અને સામગ્રી ધરાવતા ઘણા ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Chattisgarh: બિલાસપુરમાં પરિવર્તન સંકલ્પ રેલીમાં PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- છત્તીસગઢને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માટે જનતા તૈયાર

બારામુલ્લામાં હથિયારોની દાણચોરીના મોડ્યુલનો પર્દાફાશ

મંગળવારે સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં હથિયારોના દાણચોરોના 2 આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ દરમિયાન લશ્કર-એ-તૈયબાના 1 આતંકવાદી અને 8 મદદગારોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી વધારે પ્રમાણમાં હથિયાર અને દારૂગોળો મળી આવ્યો હતો. આ તમામ પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓની સૂચના પર આતંકવાદીઓને હથિયાર અને દારૂગોળો પહોંચાડતા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">