AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chattisgarh: બિલાસપુરમાં પરિવર્તન સંકલ્પ રેલીમાં PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- છત્તીસગઢને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માટે જનતા તૈયાર

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભાજપ છત્તીસગઢની ક્ષમતાને સમજે છે. આજે હું ગેરંટી આપવા આવ્યો છું. તેમણે કહ્યું કે, મોદી તમારા સપનાને સાકાર કરવામાં કોઈ કસર છોડશે નહીં. તમારું સ્વપ્ન હવે મોદીનો સંકલ્પ છે. હવે છત્તીસગઢમાં પણ ભાજપની સરકાર બનશે. કેન્દ્રમાં હોય કે રાજ્યમાં ભાજપ છત્તીસગઢના વિકાસ માટે સંપૂર્ણ સમર્પિત છે.

Chattisgarh: બિલાસપુરમાં પરિવર્તન સંકલ્પ રેલીમાં PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- છત્તીસગઢને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માટે જનતા તૈયાર
PM Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2023 | 4:38 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ​​છત્તીસગઢના બિલાસપુરમાં ભાજપની પરિવર્તન મહા સંકલ્પ રેલીમાં હાજર રહ્યા હતા. પીએમ મોદીએ રેલીમાં પોતાના સંબોધનમાં કહ્યું કે, કોંગ્રેસ (Congress) સરકારના અત્યાચારોથી છત્તીસગઢના લોકો પરેશાન થઈ ગયા છે. તેઓ હવે તેને સહન નહીં કરે અને બદલાવ લાવશે. છત્તીસગઢ ભ્રષ્ટાચાર અને કુશાસનથી ઘેરાયેલું છે. રોજગારીના નામે કૌભાંડો થઈ રહ્યા છે.

તમારું સ્વપ્ન હવે મોદીનો સંકલ્પ

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભાજપ છત્તીસગઢની ક્ષમતાને સમજે છે. આજે હું ગેરંટી આપવા આવ્યો છું. તેમણે કહ્યું કે, મોદી તમારા સપનાને સાકાર કરવામાં કોઈ કસર છોડશે નહીં. તમારું સ્વપ્ન હવે મોદીનો સંકલ્પ છે. હવે છત્તીસગઢમાં પણ ભાજપની સરકાર બનશે. કેન્દ્રમાં હોય કે રાજ્યમાં ભાજપ છત્તીસગઢના વિકાસ માટે સંપૂર્ણ સમર્પિત છે.

રેલવેના વિસ્તરણ માટે એક વર્ષમાં 6,000 કરોડ રૂપિયા આપ્યા

વડાપ્રધાને કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં છત્તીસગઢને કેન્દ્ર તરફથી હજારો કરોડ રૂપિયા મળ્યા છે. નાયબ મુખ્યપ્રધાને જાહેર સભામાં આ વાત કહી હતી. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હતી. તે સમયે છત્તીસગઢને રેલવે માટે સરેરાશ 300 કરોડ રૂપિયા મળતા હતા, પરંતુ આ વર્ષે ભાજપ સરકારે રેલવેના વિસ્તરણ માટે છત્તીસગઢને એક વર્ષમાં 6,000 કરોડ રૂપિયા આપ્યા છે.

આ પણ વાંચો : PM મોદી બન્યા યુટ્યુબર, લોકોને તેમની ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવા કરી અપીલ, જાણો કેમ ?

સરકારનો પ્રયાસ ગરીબોના જીવન-ધોરણમાં સુધાર

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે ખેડૂતોને યુરિયાની એક થેલી 300 રૂપિયામાં આપીએ છીએ જ્યારે દુનિયામાં તેના ભાવ અંદાજે 3000 રૂપિયા છે. ભાજપ સરકારનો પ્રયાસ ગરીબોનું જીવન-ધોરણ સુધારવાનો છે. મારા દેશના ગરીબ લોકોને ફાયદો થાય છે ત્યારે મારું જીવન ધન્ય બની જાય છે. અમે શૌચાલય બનાવ્યા ત્યારે લોકોની મુશ્કેલીઓ ઓછી થઈ. અમે ઉજ્જવલા યોજના દ્વારા મફત કનેક્શન આપ્યું ત્યારે ગરીબ પરિવારોને ધુમાડાથી મુક્તિ મળી. હાલમાં જ ઉજ્જવલા ગેસ સિલિન્ડર 400 રૂપિયા સસ્તો કરવામાં આવ્યો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
g clip-path="url(#clip0_868_265)">