UNSCમાં ભારતે ‘બૂચા હત્યાકાંડ’ ની કરી આકરી નિંદા, સ્વતંત્ર તપાસની હાકલને સમર્થન
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને કહ્યું કે રશિયન સૈન્યએ (Russian army) કરેલા યુદ્ધ અપરાધો સામે યોગ્ય પગલા લેવામાં આવે.
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ‘બુચા હત્યાકાંડ’ની સખત નિંદા કરી. UNSCમાં ભારતીય પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ (Indian representative TS Tirumurti at UNSC) જણાવ્યું હતું કે, યુક્રેનની સ્થિતિમાં (Ukraine) કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. બૂચામાં (Bucha) નાગરિકોના મૃત્યુના તાજેતરના અહેવાલો ખૂબ જ ચિંતાજનક છે. અમે સ્પષ્ટપણે આ હત્યાઓની નિંદા કરીએ છીએ અને સ્વતંત્ર તપાસની હાકલને સમર્થન આપીએ છીએ. તિરુમૂર્તિએ વધુમાં જણાવ્યું હતું કે યુક્રેનમાં ગંભીર માનવતાવાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત યુક્રેન અને તેના પડોશીઓને માનવતાવાદી પુરવઠો, દવાઓ અને અન્ય જરૂરી રાહત સામગ્રી મોકલી રહ્યું છે. અમે આવનારા સમયમાં યુક્રેનને વધુ મદદ આપવા માટે તૈયાર છીએ.
તેમણે કહ્યું કે, રશિયા-યુક્રેન સંકટની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. ઘણા વિકાસશીલ દેશોમાં ખોરાક, ઉર્જાના ભાવમાં વધારો થયો છે.ઉપરાંત ભારતીય પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે, ભારત રશિયા અને યુક્રેન વચ્ચે સતત બગડતી પરિસ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે અને હિંસાનો તાત્કાલિક અંત લાવવાના તેના આહ્વાનને પુનરાવર્તિત કરે છે. અમે યુદ્ધની શરૂઆતથી જ કૂટનીતિ અને સંવાદના માર્ગને અનુસરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
The situation in #Ukraine has not shown any significant improvement… Recent reports of civilian killings in Bucha are deeply disturbing. We unequivocally condemn these killings & support the call for an independent investigation: TS Tirumurti, Indian representative, at UNSC pic.twitter.com/VjCwtQfakJ
— ANI (@ANI) April 5, 2022
ઝેલેન્સકીએ UNSCમાં રશિયન સૈન્ય પર યુદ્ધ અપરાધોનો આરોપ મૂક્યો
તમને જણાવી દઈએ કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને કહ્યું કે રશિયન સૈન્યએ (Russian army) કરેલા યુદ્ધ અપરાધો સામે યોગ્ય પગલા લેવામાં આવે. તેમના વીડિયો સંબોધનમાં, ઝેલેન્સકીએ રશિયન સૈનિકો પર બીજા વિશ્વ યુદ્ધ પછીના સૌથી ઘાતકી અત્યાચારનો આરોપ મૂક્યો અને કહ્યું કે તેઓ ઇસ્લામિક સ્ટેટ જૂથ જેવા આતંકવાદીઓથી અલગ નથી. યુક્રેનના વિવિધ ભાગોમાંથી, ખાસ કરીને બુચામાંથી સામે આવેલી ભયાનક તસવીરોએ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે અને યુદ્ધના ગુનાઓ માટે રશિયા સામે ટ્રાયલ અને કડક પ્રતિબંધોની માંગણી કરવામાં આવી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નેધરલેન્ડ પ્રવાસે, ટ્યૂલિપ ફુલની એક પ્રજાતિને “મૈત્રી” નામ આપ્યું