AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: પુલવામામાં સેના પર થયેલા આતંકી હુમલામાં CRPFના ASI વિનોદ કુમાર શહીદ, સર્ચ ઓપરેશન શરૂ

આતંકીવાદીઓએ (Terrorists) કરેલા હુમલાની ઘટનામાં શહીદ થયેલા જવાનનું નામ વિનોદ કુમાર છે. શહીદ વિનોદ કુમાર ASI હતા. જો કે આ હુમલો કેવી રીતે થયો અને કયા આતંકવાદી સંગઠને કર્યો છે તે અંગે વધુ માહિતી સામે આવી નથી.

Jammu Kashmir: પુલવામામાં સેના પર થયેલા આતંકી હુમલામાં CRPFના ASI વિનોદ કુમાર શહીદ, સર્ચ ઓપરેશન શરૂ
પુલવામામાં આતંકીઓએ ગોળીબાર કર્યોImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 4:19 PM
Share

ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં (Jammu-Kashmir) આતંકવાદીઓએ ભારતીય સેના પર હુમલો કર્યો છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ (Terrorists) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ ભારતીય સેના પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ભારતીય સેનાનો એક જવાન ઇજાગ્રસ્ત થયો હતો. બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ પોલીસ અને CRPFની ટીમ પર ફાયરિંગ કરીને આતંકીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે. ઘટના બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

શહીદ થયેલા જવાનનું નામ વિનોદ કુમાર

આતંકીવાદીઓએ કરેલા હુમલાની ઘટનામાં શહીદ થયેલા જવાનનું નામ વિનોદ કુમાર છે. શહીદ વિનોદ કુમાર ASI હતા. જો કે આ હુમલો કેવી રીતે થયો અને કયા આતંકવાદી સંગઠને કર્યો છે તે અંગે વધુ માહિતી સામે આવી નથી. એક અધિકારીએ કહ્યું, “બપોરે 2.20 વાગ્યે, આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના ગંગુ વિસ્તારમાં પોલીસ અને CRPFની સંયુક્ત નાકા પાર્ટી પર ગોળીબાર કર્યો.” કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા દળોએ આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

આ હુમલો 12 જુલાઈના રોજ શ્રીનગરમાં થયો હતો

12 જુલાઈના રોજ, જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર શહેરની બહાર પોલીસ ટીમ પર આતંકવાદી હુમલામાં જમ્મુ અને કાશ્મીર પોલીસ અધિકારી શહીદ થયા હતા. આ હુમલામાં અન્ય બે પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલો 12 જુલાઈની સાંજે થયો હતો. શ્રીનગરના લાલ બજાર વિસ્તારમાં એક ચેક પોસ્ટ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર મુશ્તાક અહેમદનું મોત થયું હતું. જ્યારે બે કોન્સ્ટેબલ ફયાઝ અહેમદ અને અબુ બકર આમાં ઘાયલ થયા હતા. ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ખતરાની બહાર હતી.

નાની ઉમંરે જ યુવાનો બની જાય છે આતંકવાદી

ભૂતકાળમાં, અધિકારીઓએ માહિતી આપી હતી કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ યુવાનોનું જીવન ટૂંકું છે કારણ કે તેમાંથી 64 ટકાથી વધુ યુવાનો એક વર્ષમાં સુરક્ષા દળો દ્વારા માર્યા જાય છે. તેમણે કહ્યું હતું કે સુરક્ષા દળોએ મજબૂત “ગ્રાઉન્ડ ઈન્ટેલિજન્સ” નેટવર્કની મદદથી આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં આતંકવાદ વિરોધી કાર્યવાહીને વધુ તીવ્ર બનાવી છે. જો કે, દક્ષિણ કાશ્મીરમાં સતત હિંસા ચિંતાનું કારણ છે.

g clip-path="url(#clip0_868_265)">