AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir : 24 કલાકમાં 3 આતંકવાદીઓએ 7 લોકોને નિશાન બનાવ્યા, CRPF જવાન સહિત 3 લોકોના મોત

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ કોઈ પણ વિચાર કર્યા વિના કોઈપણ વ્યક્તિ પર આડેધડ ગોળીબાર કરી રહ્યા છે, જેથી અનેક નિર્દોષ લોકોને આજે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

Jammu Kashmir : 24 કલાકમાં 3 આતંકવાદીઓએ 7 લોકોને નિશાન બનાવ્યા, CRPF જવાન સહિત 3 લોકોના મોત
Terrorists Attack (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 10:49 PM
Share

જમ્મુ-કાશ્મીરમાં (Jammu & Kashmir) આતંકવાદીઓએ આજે અનેક નિર્દોષ લોકો પર ગોળીબાર (Terrorist Attack) કર્યાની ઘટના સામે આવી છે. જેમાં કેટલાક લોકો ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામ્યા અને કેટલાકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાનમૃત્યુ થયું હતું. કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓનું નાપાક ષડયંત્ર સતત વધી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. તે તેની નાપાક હરકતોથી જરાય વિચલિત થતાં નથી. સુરક્ષા દળોની સાથે નાગરિકોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં આતંકવાદીઓએ 2 CRPF જવાનો સહિત કુલ સાત લોકોને નિશાન બનાવ્યા છે.

આજે સાંજે (04/04/2022) જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતને નિશાન બનાવ્યા હતા અને તેમના પર ગોળીબાર કર્યો હતો. તમામ ઘાયલ નાગરિકોને સારવાર કરાવવા માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ પછી આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં આતંકવાદી ઘટનાની આ ત્રીજી ઘટના સામે આવી છે. આ પહેલા આતંકીઓએ બિહારી મજૂરો અને સીઆરપીએફના બે જવાનો પર હુમલો કર્યો હતો. જેમાંથી એક જવાન શહીદ થયો હતો અને એક ઘાયલ થયો હતો.

CRPF જવાન સહિત 3ના મોત

શ્રીનગરના લાલ ચોક પાસે મૈસુમા વિસ્તારમાં આતંકવાદીઓના ગોળીબારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના 2 જવાન ઘાયલ થયા છે. તે બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં એક જવાન શાહિદ થયા હતા. આ પહેલા આતંકવાદીઓએ પુલવામામાં 4 પરપ્રાંતિય મજૂરો પર ગોળીબાર કર્યો હતો, જેમાંથી 2 મજૂરોના મોત થયા હતા. આ મજૂરો બિહારના રહેવાસી હતા.

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે આતંકવાદી હુમલાની નિંદા કરી

જમ્મુ- કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે જણાવ્યું કે, ”કાર્યાલય નાગરિકો અને CRPF પરના કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરે છે. HC વિશાલ કુમારના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના છે, જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું. અમારું સુરક્ષા દળ યોગ્ય કાર્યવાહી કરશે.”

આતંકવાદીઓ નાપાક પ્રવૃતિઓથી બાજ આવી રહ્યા નથી 

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો સતત આતંકવાદીઓને ખતમ કરવામાં લાગેલા છે. અલગ-અલગ જગ્યાઓ પર સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જેના કારણે આતંકીઓ ગુસ્સે ભરાયા છે અને આવા હુમલાઓ દ્વારા પોતાના ષડયંત્રને અંજામ આપી રહ્યા છે. આ કારણે ઘાટીમાં આતંકવાદીઓનું આ નાપાક ષડયંત્ર સતત વધી રહ્યું છે.

આ પણ વાંચો – ગોરખપુરઃ યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિર નજીક હુમલામાં ઘાયલ થયેલા જવાનોની મુલાકાત લીધી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">