ગોરખપુરઃ યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિર નજીક હુમલામાં ઘાયલ થયેલા જવાનોની મુલાકાત લીધી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે ગોરખપુર ખાતે BRD મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી અને ઘાયલ જવાનોના ખબર-અંતર પૂછયા હતા. તેઓએ તપાસ આગળ ધપાવવા માટે તંત્રને સૂચના આપી હતી.

ગોરખપુરઃ યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિર નજીક હુમલામાં ઘાયલ થયેલા જવાનોની મુલાકાત લીધી
CM Yogi Adityanath
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 8:51 PM

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) ગોરખપુરમાં (Gorakhpur) BRD મેડિકલ કોલેજની આજે (04/04/2022) મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિર હુમલામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓને મળ્યા હતા. બીજી તરફ, ગઇકાલે (03/04/2022) બે પોલીસકર્મીઓ પર હુમલો કરનાર આરોપી મુર્તઝાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

લખનૌમાં અધિક મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થી અને અધિક પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે આજરોજ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હુમલાખોર આતંકવાદી ઘટનાને અંજામ આપવાના ખરાબ ઈરાદા સાથે મંદિર પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેથી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. PAC અને પોલીસ કર્મચારીઓ નિષ્ફળ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, આ ઘટનામાં હુમલાખોરે પીએસીના બે જવાનોને ગંભીર રીતે ઘાયલ કર્યા છે. અવસ્થીએ કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની તપાસ યુપી એટીએસને સોંપવાની સૂચના આપી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ATS અને STF બંનેને ડિસ્ક્લોઝર કરવા માટે સૂચનાઓ આપવામાં આવી 

તેમણે કહ્યું કે યુપી એટીએસ અને યુપી એસટીએફની બંને એજન્સીઓને પણ આ ઘટનાનો પર્દાફાશ કરવા માટે સંયુક્ત રીતે કામ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને બંને એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ ગોરખપુર પહોંચી ગયા છે. અવસ્થીએ કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હુમલાને નિષ્ફળ કરનાર PAC જવાન ગોપાલ ગૌર અને અનિલ પાસવાન અને સિવિલ પોલીસ કર્મચારી અનુરાગ રાજપૂતને 5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.

એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કહ્યું કે ગઈકાલે સાંજે લગભગ 7 વાગ્યે, એક વ્યક્તિએ ગોરખનાથ મંદિરના ગેટ નંબર 1 પર તૈનાત પોલીસકર્મીઓ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો અને કેટલાક ધાર્મિક સૂત્રોચ્ચાર કર્યા હતા. આ હુમલામાં બે પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. ADG પ્રશાંત કુમારે કહ્યું કે આ મામલામાં ગોરખનાથ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે, જ્યારે બીજો મામલો તીક્ષ્ણ હથિયારોની રિકવરી સાથે સંબંધિત છે.

આ પણ વાંચો – Jammu Kashmir: શ્રીનગરના લાલ ચોક પાસે આતંકવાદી હુમલો, એક CRPF જવાન શહીદ જ્યારે એક ઘાયલ

g clip-path="url(#clip0_868_265)">