AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishno Devi Temple: DGP દિલબાગ સિંહે કહ્યું વૈષ્ણોદેવી મંદિરમાં કેમ મચી હતી નાસભાગ, જાણો શું હતું કારણ

Stampede at Mata Vaishno Devi Bhawan: જમ્મુ અને કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે ઘટનાસ્થળેથી મળેલી માહિતી મુજબ, કેટલાક યુવકો વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો, જે પછી થોડી જ સેકન્ડોમાં નાસભાગ મચતા આ સ્થિતિ સર્જાઈ છે.

Vaishno Devi Temple: DGP દિલબાગ સિંહે કહ્યું વૈષ્ણોદેવી મંદિરમાં કેમ મચી હતી નાસભાગ, જાણો શું હતું કારણ
Stampede in Mata Vaishno Devi Temple (Jammu and Kashmir)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 1:21 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, માતા વૈષ્ણોદેવી ભવનમાં નાસભાગમાં લોકોના મોતથી ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય.

Vaishno Devi Temple Stampede: જમ્મુ અને કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે શનિવારે જણાવ્યું હતું કે વૈષ્ણોદેવી મંદિર વિસ્તારમાં કેટલાક યુવકો વચ્ચેની નજીવી ઝપાઝપીને કારણે નાસભાગ મચી ગઈ હતી જેમાં કમનસીબે 12 લોકોના મોત થયા હતા. સિંહે કહ્યું કે આ ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હતી અને પોલીસ અને અન્ય અધિકારીઓ દ્વારા સમયસર પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે સ્થળ પરથી મળેલી માહિતી મુજબ કેટલાક યુવકો વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો, જેના પછી થોડી જ સેકન્ડોમાં નાસભાગની સ્થિતિ સર્જાઈ ગઈ હતી.

ડીજીપીએ કહ્યું કે પોલીસ અને વહીવટી અધિકારીઓએ તરત જ પ્રતિક્રિયા આપી હતી. ભીડમાં તરત જ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણા લોકો ભીડનો શિકાર થઈ ગયા હતા.” તેમણે કહ્યું, ‘આ ઘટનામાં 15 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 4 લોકો ICUમાં દાખલ છે. જ્યારે 11 લોકોની હાલત હાલ સ્થિર છે. જેમાંથી 3-4ને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે. હાલ 5 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.

જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)માં નવા વર્ષ નિમિત્તે માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગના સમાચાર સામે આવ્યા છે. એવી માહિતી છે કે આના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના ત્રિકુટા હિલ્સ (Trikuta Hills) પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર બની હતી.

અધિકારીઓએ જણાવ્યું કે નવા વર્ષની શરૂઆત નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા છે. દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. વરિષ્ઠ અધિકારીઓ અને શ્રાઈન બોર્ડના અધિકારીઓ સ્થળ પર હાજર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણા લોકો મૃત મળી આવ્યા હતા અને તેમના મૃતદેહોને ઓળખ અને અન્ય કાનૂની ઔપચારિકતા માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ઓછામાં ઓછા 26 અન્ય લોકોને માતા વૈષ્ણોદેવી નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ (Mata Vaishno Devi Hospital) સહિત અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાય ઘાયલોની હાલત ગંભીર ગણાવવામાં આવી છે.

મૃતકોમાં દિલ્હીના લોકો પણ સામેલ હતા

જમ્મુ અને કાશ્મીરના કટરા સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના બ્લોક મેડિકલ ઓફિસર (Block Medical Officer) ડૉ. ગોપાલ દત્તે જણાવ્યું કે, માતા વૈષ્ણોદેવી ભવનમાં નાસભાગને કારણે 12 લોકોના મોત થયા છે અને ઘાયલોને નારાયણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મૃતકોમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના લોકોનો સમાવેશ થાય છે. આ મામલે વધુ માહિતી મેળવવાની રાહ જોવાઈ રહી છે. તેમજ યાત્રા રોકી દેવામાં આવી છે.

પીએમઓ વતી, ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે નાસભાગમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, માતા વૈષ્ણો દેવી ભવનમાં નાસભાગમાં લોકોના મોતથી ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય. જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હા, મંત્રીઓ જિતેન્દ્ર સિંહ અને નિત્યાનંદ રાય સાથે વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો છે.

જ્યારે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે ટ્વિટ કર્યું, કે ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) વ્યક્તિગત રીતે માતા વૈષ્ણોદેવી મંદિરમાં થયેલ ભાગદોડના કારણે ઉદ્ભવેલી દુ:ખદ સ્થિત પર નજર રાખી રહ્યા છીએ. પીએમએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને તમામ શક્ય તબીબી સહાય અને સહાય પૂરી પાડવા સૂચનાઓ આપી છે.

કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો: ડીજીપી દિલબાગ સિંહ

જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે, કટરામાં માતા વૈષ્ણોદેવી ભવનમાં નાસભાગમાં 12 લોકોના મોત થયા છે. આ ઘટના સવારે 2:45 કલાકે બની હતી અને પ્રાથમિક અહેવાલો મુજબ કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, જેના પરિણામે લોકોએ એકબીજાને ધક્કો માર્યો હતો અને પછી નાસભાગ મચી ગઈ હતી.

આ પણ વાંચો: Viral: ઠંડીથી બચવા કૂતરાએ કર્યો ટંગળી દાવ, વીડિયો જોઈ લોકો બોલ્યા વાહ શું આઈડિયા છે

આ પણ વાંચો: Happy New Year 2022: નવા વર્ષની રાહ પૂરી થઈ, કોરોના ગાઈડલાઈન્સ વચ્ચે નવા વર્ષનું સ્વાગત

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">