જમ્મુ અને કાશ્મીર: કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, જૈશનો એક આતંકવાદી માર્યો ગયો

જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ, જેમાં એક આતંકવાદી માર્યો ગયો. પોલીસ અને સેનાનું આ સંયુક્ત ઓપરેશન કુલગામના મિરહમા વિસ્તારમાં શરૂ થયું હતું. ઓપરેશન ચાલુ છે.

જમ્મુ અને કાશ્મીર: કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, જૈશનો એક આતંકવાદી માર્યો ગયો
Jammu and Kashmir Encounter (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 8:46 PM

જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કુલગામ જિલ્લામાં આજે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં (Encounter) એક આતંકી માર્યો ગયો છે. કાશ્મીરના આઈજીપીએ માહિતી આપી હતી કે આ એન્કાઉન્ટરમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો છે. કુલગામ જિલ્લાના (Kulgam District) મિરહામા વિસ્તારમાં પોલીસ અને સેના બંને સંયુક્ત રીતે આ ઓપરેશન ચલાવી રહ્યા છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોને દક્ષિણ કાશ્મીરના કુલગામના મિરહામા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, જેના પગલે સર્ચ અને કોર્ડન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો જેના પછી એન્કાઉન્ટર શરૂ થયું. તેમણે કહ્યું કે એન્કાઉન્ટર ચાલુ છે અને વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 4 આતંકીઓને ઠાર કર્યા

ઉલ્લેખનીય છે કે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ફિદાયીન હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. સુરક્ષાકર્મીઓએ એન્કાઉન્ટરમાં બે શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ એન્કાઉન્ટરમાં CISFનો એક અધિકારી પણ શહીદ થયો હતો.

આ પહેલા શુક્રવારે જ જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 4 આતંકીઓને ઠાર કર્યા હતા. આ એન્કાઉન્ટર 24 કલાકથી વધુ ચાલ્યું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓમાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર યુસુફ કંત્રુનો સમાવેશ થાય છે. જેઓ અનેક રાજકીય કાર્યકરોની હત્યા, ગ્રેનેડ ફેંકવાની ઘટનાઓ, પોલીસ અને લશ્કરી કર્મચારીઓના અપહરણ અને હત્યામાં સામેલ હતા.

આ પણ વાંચો: Russia Ukraine War Timeline: બે મહિનાના યુદ્ધમાં શહેરો કાટમાળમાં ફેરવાયા, હજારો લોકોએ ગુમાવ્યા જીવ, જાણો 24 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં શું થયું

આ પણ વાંચો: Gujarat Election 2022: 600 પેજની સ્લાઈડમાં મળેલા મુદ્દાઓથી કોંગ્રેસ ગુજરાતનો ગઢ જીતી શકશે? કોંગ્રેસનાં ત્રણ દાયકાના વનવાસને કઈ રીતે પુરો કરાવી શકશે પ્રશાંત કિશોર?

g clip-path="url(#clip0_868_265)">