Earthquake: લદ્દાખમાં ધરા ધ્રૂજી, કારગીલમાં 4.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

આ મહિનાની શરૂઆતમાં 18 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કિશ્તવાડ જિલ્લામાં ભૂકંપ આવ્યો હતો. બપોરે લગભગ 12.09 વાગ્યે 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેનું કેન્દ્ર કિશ્તવાડમાં હતું.

Earthquake: લદ્દાખમાં ધરા ધ્રૂજી, કારગીલમાં 4.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
EarthquakeImage Credit source: Representative Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 9:46 PM

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના (Ladakh) કારગીલમાં સોમવારે સાંજે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના (National Center For Seismology) જણાવ્યા મુજબ સાંજે લગભગ 6.50 વાગ્યે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલ ભૂકંપના કારણે જાનમાલને કોઈ નુકસાન થયું હોવાના અહેવાલ નથી. આ મહિનાની શરૂઆતમાં 18 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ભૂકંપ આવ્યો હતો. આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપના કારણે કોઈ જાનહાની અહેવાલ નથી. તેમણે જણાવ્યું કે બપોરે 12.09 કલાકે 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને તેનું કેન્દ્ર કિશ્તવાડમાં હતું.

14 એપ્રિલે, ઓડિશાના નયાગઢ જિલ્લાના દાસપલ્લા શહેરમાં મધ્યમ તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે 3.5ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર ગંજમ જિલ્લામાં 10 કિમીની ઊંડાઈએ હતું. સવારે 11.19 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જિલ્લાના એક અધિકારીએ જણાવ્યું કે હાલમાં ભૂકંપના કારણે જાનમાલને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી. ગયા મહિને ઓડિશાના કાલાહાંડી અને નબરંગપુર જિલ્લામાં પણ 3.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કારગીલમાં ભૂકંપના આંચકા અનુભવાયા

કચ્છ જિલ્લામાં 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા

10 એપ્રિલના રોજ ગુજરાતના કચ્છ જિલ્લામાં 3.2 તીવ્રતાના આંચકા અનુભવાયા હતા, જોકે આ સમયગાળા દરમિયાન જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ (ISR) એ જણાવ્યું હતું કે આ આંચકા બપોરે 12.49 વાગ્યે અનુભવાયા હતા અને તેનું કેન્દ્રબિંદુ કચ્છના રાપરથી 12.2 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં હતું. ISR ડેટા મુજબ, છેલ્લા એક મહિનામાં જિલ્લામાં 3.0 કે તેથી વધુની તીવ્રતાનો આ પાંચમો ભૂકંપ છે. અગાઉ ભૂકંપનું કેન્દ્રબિંદુ જિલ્લાના રાપર, દુધઇ અને લખપત શહેરોની નજીક હતું.

આ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના કારગિલ જિલ્લામાં 8 એપ્રિલે 3.6ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું હોવાના અહેવાલ નથી. NCSએ જણાવ્યું કે ભૂકંપ સાંજે 5.12 કલાકે આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર કારગિલથી 82 કિમી ઉત્તર-પશ્ચિમમાં હતું.

આ પણ વાંચો: અફઘાનિસ્તાન : કુન્દુઝ પ્રાંતની મસ્જિદમાં મોટો બોમ્બ વિસ્ફોટ, 30 લોકોના મોત અને અનેક ઘાયલ

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશમાં CAPTના મંચ પરથી કરી મોટી જાહેરાત, ભોપાલમાં બનશે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી

g clip-path="url(#clip0_868_265)">