AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

J&K :શોપિયાંમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને કર્યા ઠાર, 24 કલાકમાં ત્રીજુ એન્કાઉન્ટર

Shopian Encounter : જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વધી જતા સુરક્ષા દળો સતર્ક થઇ ગયા છે. કાશ્મીરના શોપિયાંમાં સોમવારથી જ એન્કાઉન્ટર ચાલી રહ્યા હતા.

J&K :શોપિયાંમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને કર્યા ઠાર, 24 કલાકમાં ત્રીજુ એન્કાઉન્ટર
J&K: Security forces kill 3 terrorists in Shopian, third encounter in 24 hours
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 8:03 AM
Share

જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ વધી જતા સુરક્ષા દળો સતર્ક થઇ ગયા છે. કાશ્મીરના શોપિયાંમાં સોમવારથી જ એન્કાઉન્ટર ચાલી રહ્યા હતા. આ એન્કાઉન્ટરમાં ભારતીય જવાનોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે.

જમ્મુ -કાશ્મીરના શોપિયાં જિલ્લામાં મંગળવારે એન્કાઉન્ટર દરમિયાન ઓછામાં ઓછા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. પોલીસે જણાવ્યું કે આતંકીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. 11 ઓક્ટોબરે કાશ્મીરના શોપિયાં વિસ્તારમાં બે એન્કાઉન્ટર ચાલી રહ્યા છે, જેમાં સૈનિકોએ ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા હતા. એક એન્કાઉન્ટર શોપિયાંના તુલરાન વિસ્તારમાં, જ્યારે બીજું એન્કાઉન્ટર શોપિયાંના જ ખોરીપેડા વિસ્તારમાં થયું હતું.

આ પહેલા સોમવારે પૂંછ જિલ્લામાં ત્રણ એન્કાઉન્ટરમાં જુનિયર કમિશ્ડ ઓફિસર (JCO) સહિત 5 સેનાના જવાનો શહીદ થયા હતા, જ્યારે આ દરમિયાન બે આતંકીઓ પણ માર્યા ગયા હતા. અધિકારીઓએ આ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, સરહદી જિલ્લા પૂંછના સુરનકોટ વિસ્તારમાં ડેરા કી ગલી (DKG) નજીકના ગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં સૈનિકો શહીદ થયા હતા. નિયંત્રણ રેખા (LOC) પાર કરનારા આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે સશસ્ત્ર આતંકવાદીઓ નિયંત્રણ રેખા પાર કરીને ચમેર જંગલમાં છુપાયા હોવાના અહેવાલો છે. આતંકીઓએ સુરક્ષાદળો પર ભારે ગોળીબાર કર્યો હતો, જેમાં 5 જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં, પાંચેય સૈનિકો નજીકની સૈન્ય હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા.

આ પણ વાંચો –

Viral Video: વરમાળા દરમિયાન વરરાજા અને દુલ્હન ઝગડી પડ્યા, લોકો બોલ્યા હમણાંથી જ આ હાલ તો આગળ જઇને શું થશે ?

આ પણ વાંચો –

શું તમને Income Tax ની ચિંતા સતાવે છે? જાણો ટેક્સ ઘટાડવાની 7 સરળ રીત જે તમારી બચત અને કમાણીમાં વધારો કરી નિવૃત્તિનું ટેંશન પણ દૂર કરશે

આ પણ વાંચો –

PM મોદી 15 ઓક્ટોબરે OFB માંથી રચાયેલી 7 સંરક્ષણ કંપનીઓનું ઉદ્ઘાટન કરશે, સ્થાનિક બજારમાં હિસ્સો વધશે

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">