Manipur Violence: અનુરાગ ઠાકુરના વિપક્ષ પર પ્રહાર, મણિપુર મામલે આપ્યું મોટું નિવેદન, જુઓ Video
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તમામ વિરોધ પક્ષોને સંસદમાં ચર્ચામાં ભાગ લેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, વિપક્ષે મણિપુર જેવા ગંભીર મુદ્દા પર રાજનીતિ ન કરવી જોઈએ, પરંતુ ચર્ચામાં ભાગ લેવો જોઈએ.
મણિપુરમાં (Manipur) હિંસા અને છોકરીઓને નગ્ન કરીને ફેરવવાના મામલો જોર પકડી રહ્યો છે. આ કેસની અસર દેશની સંસદ પર પણ પડી છે. બે દિવસ સુધી સંસદની કાર્યવાહી હંગામાથી ઠપ થઈ ગઈ. બંને દિવસે વિપક્ષી દળોએ મણિપુર અને પીએમ મોદીના નિવેદન પર સંસદમાં ચર્ચાની માગણી કરીને હંગામો મચાવ્યો હતો. જેના કારણે સંસદની કાર્યવાહી બંને દિવસે સ્થગિત કરવી પડી હતી. હવે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વિપક્ષોને આ મુદ્દે ચર્ચામાં ભાગ લેવાની અપીલ કરી છે.
આ પણ વાંચો: Manipur Violence: મણિપુર મહિલાઓના કેસમાં નોંધાઈ હતી ઝીરો FIR જાણો શું છે આ FIR અને ક્યારે નોંધવામાં આવે છે
ઠાકુરે રવિવારે કહ્યું કે, કોઈપણ મહિલા પર અત્યાચાર, બળાત્કાર પીડાદાયક હોય છે, પછી તે કોઈપણ રાજ્યમાં હોય. મહિલાઓ સામે વધતા ગુનાઓને રોકવાની જવાબદારી રાજ્યોની છે. આ મુદ્દે ગૃહમાં સારી ચર્ચા થવી જોઈએ. તમામ પક્ષોએ તેમાં ભાગ લેવો જોઈએ અને કોઈએ ચર્ચાથી ભાગવું જોઈએ નહીં. વિપક્ષને અપીલ છે કે તેઓ ચર્ચામાં જોડાય અને ભાગી ન જાય.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓ સામે વધતા ગુનાઓને રોકવાની જવાબદારી રાજ્ય સરકારની સાથે સાથે સમાજની છે. આવી ઘટનાઓ બિહાર હોય, રાજસ્થાન હોય, બંગાળ હોય, મણિપુર હોય કે અન્ય કોઈ રાજ્ય હોય, આ બધા તો આપણા દેશની મા-દીકરીઓ છે અને તેમની સાથે આવું કોઈ કેવી રીતે કરી શકે. વિપક્ષે આવા ગંભીર મુદ્દા પર રાજકારણ ન કરવું જોઈએ પરંતુ ચર્ચા કરવી જોઈએ. ચર્ચામાં રહેવા માટે વિપક્ષ દ્વારા હંગામો મચાવવામાં આવે છે, પરંતુ ચર્ચામાં ભાગ લેવા માટે કંઈ કરવામાં આવતું નથી.
#WATCH Delhi: Union Minister Anurag Thakur says, “Atrocities against women in any state is heart-wrenching. It is the state’s responsibility to take charge & reduce crime against women…I would request the opposition not to run away from discussions…The opposition should not… pic.twitter.com/uJeNSr0KnK
— ANI (@ANI) July 23, 2023
તમને જણાવી દઈએ કે સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે એટલે કે શુક્રવારે સંસદની કાર્યવાહી માત્ર 19 મિનિટ સુધી ચાલી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં નિવેદન આપ્યું હતું કે સરકાર મણિપુર પર ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ કેટલાક પક્ષો એવા છે જેઓ ગૃહને કામકાજ કરવા દેવા માંગતા નથી. આ પછી હંગામો વધુ વધી ગયો. વિપક્ષી સાંસદોના હંગામાને જોતા સંસદની કાર્યવાહી 24 જુલાઈ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
પહેલા દિવસે પણ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો
સંસદ સત્રના પહેલા દિવસે એટલે કે ગુરુવારે પણ આ જ સ્થિતિ રહી હતી. બંને ગૃહોની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ મણિપુરની ઘટનાને લઈને હંગામો શરૂ કર્યો હતો. આ પછી ગૃહની કાર્યવાહી બીજા દિવસે એટલે કે શુક્રવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.