AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO એ રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પ્રથમ SSLV-D1નું સફળતાપૂર્વક લોન્ચિંગ

SSLV-D1 Launch: આજે SSLV 'અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ' (EOS)-02 અને કો-પેસેન્જર સેટેલાઇટ 'આઝાદીસૈટ'ને લઈ જશે, જેને 'સ્પેસ કિડ્સ ઇન્ડિયા'ની વિદ્યાર્થી ટીમ દ્વારા વિકસાવવામાં આવ્યો છે.

ISRO એ રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પ્રથમ SSLV-D1નું સફળતાપૂર્વક લોન્ચિંગ
સ્મોલ સેટેલાઈટ લોંચ વ્હીકલનું લોન્ચિંગ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 10:50 AM
Share

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ તેનું પ્રથમ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ મિશન (SSLV) લોન્ચ કર્યું છે. SSLV ના આ લોન્ચિંગમાં, એક ‘અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ’ અને એક ‘સ્ટુડન્ટ સેટેલાઇટ’ એ ઉડાન ભરી છે. આ ઐતિહાસિક મિશનને અહીંથી લગભગ 135 કિલોમીટર દૂર શ્રીહરિકોટા સ્થિત સ્પેસ લોન્ચ સેન્ટરથી લોંચ કરવામાં આવ્યુ છે. ઈસરોએ તેના વિશ્વસનીય પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV), જીઓસ્ટેશનરી સેટેલાઇટ લોંચ વ્હીકલ (GSLV) ના માધ્યમથી સફળ મિશન પાર પાડવા માટે એક ખાસ સ્થાન બનાવ્યા બાદ ISRO એ સ્મોલ સેટેલાઇટ (Satellite)લોન્ચ વ્હીકલથી પ્રથમ લોન્ચિંગ કર્યું છે, જેનો ઉપયોગ લો અર્થ ઓર્બિટમાં ઉપગ્રહો સ્થાપિત કરવા માટે કરવામાં આવશે.

ઈસરોના વૈજ્ઞાનિકો છેલ્લા કેટલાક સમયથી આવા નાના ઉપગ્રહોની લોન્ચિંગ માટે મિની લોંચ વ્હીકલ (યાન) વિકસાવવામાં લાગેલા છે, જેનું વજન 500 કિલોગ્રામ જેટલુ છે અને તે પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં સ્થાપિત થઈ શકે છે. SSLV 34 મીટર લાંબુ છે, જે PSLV કરતા લગભગ 10 મીટર ઓછું છે અને PSLV ના 2.8 મીટરની સરખામણીમાં તેનો વ્યાસ બે મીટર છે. SSLVનું લિફ્ટ-ઓફ માસ 120 ટન છે. જ્યારે PSLV પાસે 320 ટન છે, જે 1,800 કિગ્રા સુધીના સાધનો લઈ જઈ શકે છે.

શ્રીહરિકોટાથી કરાયુ લોન્ચિંગ

રવિવારના આ મિશનમાં SSLV અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ (EOS)-02 અને કો-પેસેન્જર સેટેલાઇટ ‘આઝાદીસૈટ’ને લઈ જવામાં આવ્યો હતો, જેને ‘સ્પેસ કિડ્સ ઇન્ડિયા’ની વિદ્યાર્થી ટીમ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. ઈસરોના સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્ય મિશનની સરખામણીમાં કાઉન્ટડાઉન 25 કલાકથી ઘટાડીને પાંચ કલાક કરવામાં આવ્યું હતું અને રવિવારે સવારે 9.18 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના પ્રથમ લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

લગભગ 13 મિનિટની મુસાફરી પછી, SSLV સૌપ્રથમ (EOS)-022ને ઇચ્છિત ભ્રમણકક્ષામાં સ્થાપિત કરાશે. આ ઉપગ્રહને ISRO દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. SSLV પછી પૃથ્વીની ભ્રમણકક્ષામાં ‘આઝાદીસૈટ’ ને સ્થાપિત કરશે. આ ઉપગ્રહ આઠ કિલોનો ક્યુબસેટ છે, જેને દેશભરની સરકારી શાળાઓની વિદ્યાર્થીનિઓ દ્વારા આઝાદીના 75મી વર્ષગાંઠની ઉજવણી માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ‘આઝાદીસૈટ’માં 75 અલગ-અલગ ઉપકરણો છે, જેમાંથી દરેકનું વજન લગભગ 50 ગ્રામ છે. દેશભરના ગ્રામીણ વિસ્તારોની વિદ્યાર્થિનિઓને આ ઉપકરણના નિર્માણ માટે ISROના વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેને ‘સ્પેસ કિડ્સ ઈન્ડિયા’ની વિદ્યાર્થી ટીમ દ્વારા વિકસાવવામાં આવ્યુ છે.. ‘સ્પેસ કિડ્સ ઈન્ડિયા’ દ્વારા વિકસિત ગ્રાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ આ સેટેલાઈટમાંથી ડેટા એકત્ર કરવા માટે કરવામાં આવશે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">