પેસેન્જર ટ્રેન સેવા માટે રેલવેએ નવો સમય કર્યો જાહેર, હવે 6 વાગ્યાથી કરી શકાશે ઓનલાઈન બુકિંગ
દેશમાં 12મેથી પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવાનું સરકારે નક્કી કર્યું છે અને તેના માટે બુકિંગનો સમય 11મેના રોજ સાંજે 4 વાગ્યે આપવામાં આવ્યો હતો. જો કે જ્યારે આજે લોકો ઓનલાઈન બુકિંગ માટે વેબસાઈટ ઓપન કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા ત્યારે તે હેંગ થઈ ગઈ હતી. જેના લીધે આઈઆરટીસી દ્વારા બુકિંગની તમામ પ્રક્રિયા 6 વાગ્યા સુધી […]

દેશમાં 12મેથી પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવાનું સરકારે નક્કી કર્યું છે અને તેના માટે બુકિંગનો સમય 11મેના રોજ સાંજે 4 વાગ્યે આપવામાં આવ્યો હતો. જો કે જ્યારે આજે લોકો ઓનલાઈન બુકિંગ માટે વેબસાઈટ ઓપન કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા ત્યારે તે હેંગ થઈ ગઈ હતી. જેના લીધે આઈઆરટીસી દ્વારા બુકિંગની તમામ પ્રક્રિયા 6 વાગ્યા સુધી રોકી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોડના લીધે વેબસાઈટ બંધ થઈ ગઈ હતી. રેલવે વિભાગે ટ્વીટ કરીને માહિતી આપી કે વેબસાઈટમાં ડેટા અપલોડ કરવામાં આવી રહ્યો છે અને 2 કલાક પછી એટલે કે 6 વાગ્યે ફરીથી બુકિંગ શરૂ થઈ શકશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Data pertaining to special trains is being fed on the Indian Railway Catering & Tourism Corporation (IRCTC) website. Train ticket bookings will be available in a short while. Please wait. Inconvenience is regretted: Ministry of Railways pic.twitter.com/WctT4zWBXG
— tv9gujarati (@tv9gujarati) May 11, 2020
હાલ દેશમાં જે લોકો અલગ અલગ જગ્યાએ ફસાયેલા છે તેમને ઘરે પહોંચાડવા માટે ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. રેલવે તબક્કાવાર પોતાની સેવા શરુ કરવાની યોજના બનાવી રહ્યું છે. 12મેથી કોરોનાના સંકટ વચ્ચે ભારતીય રેલવે પેસેન્જર સેવા શરૂ કરવા જઈ રહ્યું છે. જેમાં દિલ્હીથી દિબ્રુગઢ, અગરતલ્લા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તિરુવંતપુરુમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્ર, અમદાવાદ અને જમ્મુ સુધી વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. આ જાણકારી રેલમંત્રીએ પિયૂષ ગોયલે ટ્વીટ કરીને આપી હતી. આમ ફરીથી આજે રેલવે વિભાગ બુકિંગ 6 વાગ્યે સાંજે શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે ઓનલાઈન ટીકિટ જ માન્ય ગણાશે. કોઈ જ ટીકિટ રેલવે સ્ટેશનથી કે ઓફલાઈન આપવામાં આવશે નહીં.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ લોકેશન બાદ અન્ય શહેરો વચ્ચે પણ પેસેન્જર ટ્રેન સેવા શરુ કરવામાં આવશે. જો આ ટ્રેન કોચ ઉપલબ્ધ હશે તો જ શરૂ કરાશે. રેલવેના મોટાભાગના કોચમાં કોરોનાના આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ ટ્રેન માટેનું બુકિંગ 11મે સાંજે 6 વાગ્યે કરી શકાશે. જે લોકોની ટિકિટ કન્ફર્મ થશે તેમને જ રેલવે સ્ટેશનમાં એન્ટ્રી આપવામાં આવશે.