છેલ્લાં એક મહિનાથી અનાથ CBI ઓફિસરોને મળી ગયા નવા બોસ, કોંગ્રેસ સરકારમાં DGP રહેલાં ઋષિકુમાર શુકલા છે નવા બોસ !

છેલ્લાં એક મહિનાથી અનાથ CBI ઓફિસરોને મળી ગયા નવા બોસ, કોંગ્રેસ સરકારમાં DGP રહેલાં ઋષિકુમાર શુકલા છે નવા બોસ !

CBIમાં ઘણાં દિવસથી ચાલી રહેલાં વિવાદનો અંત આવી ગયો છે. સરકારે નવા CBIના વડાની નિમણૂક કરી દીધી છે. આ બાબતે સુપ્રિમકોર્ટે પણ જલદીથી નિમણૂક કરવા સરકારને ટકોર કરી હતી. CBIના નવા વડા તરીકે ઘણાબધા વિવાદો પછી અને સરકારે 1983ની બેચના આઈપીએસ ઓફિસર ઋષિ કુમાર શુક્લાના નામ પર મહોર મારી છે. આ પદ મળ્યા બાદ તે […]

TV9 WebDesk8

| Edited By: Parth_Solanki

Feb 02, 2019 | 1:49 PM

CBIમાં ઘણાં દિવસથી ચાલી રહેલાં વિવાદનો અંત આવી ગયો છે. સરકારે નવા CBIના વડાની નિમણૂક કરી દીધી છે. આ બાબતે સુપ્રિમકોર્ટે પણ જલદીથી નિમણૂક કરવા સરકારને ટકોર કરી હતી.

CBIના નવા વડા તરીકે ઘણાબધા વિવાદો પછી અને સરકારે 1983ની બેચના આઈપીએસ ઓફિસર ઋષિ કુમાર શુક્લાના નામ પર મહોર મારી છે. આ પદ મળ્યા બાદ તે હવે 2 વર્ષ સુધી પોતાના કાર્યકાળ પર રહી શકશે. સીબીઆઈના ડાયરેક્ટરના નામને લઈને થયેલી અમુક બેઠકો તારણ વિના રહી હતી. આ નિયુક્તિની પેનલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતે સામેલ હતાં. શનિવારે શુક્લાના નામ પર સમિતિમાં સહમતિ સધાઈ હતી.

ઋષિકુમાર શુક્લા ગ્વાલિયરના રહેવાસી છે અને તે 1983ની બેચના આઈપીએસ અધિકારી છે. તેમની પોતાની પહેલી ફરજ રાયપુરમાં નિભાવી છે અને 2012થી 2016ના સમયગાળામાં તે ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં પણ કામ કરી ચૂક્યાં છે. રાજ્યમાં કોંગ્રેસ સરકાર આવી ત્યારે તેમને મધ્યપ્રદેશ પોલીસ હાઉસીંગ બોર્ડના ચેરમેન પણ બનાવ્યા હતા. 2016થી 2019માં તેમણે મધ્યપ્રદેશના ડીજીપી તરીકે પણ સેવા આપી છે.

[yop_poll id=”996″]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati