Karauli Violence: હિંસા બાદ ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ, 1200 પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો

|

Apr 04, 2022 | 8:05 AM

શનિવારે કરૌલી જિલ્લા મુખ્યાલયમાં નવ સંવત્સર નિમિત્તે એક ખાસ સમુદાયના વિસ્તારમાંથી પસાર થઈ રહેલી મોટરસાઇકલ રેલી પર પથ્થરમારો થતાં અહીં સાંપ્રદાયિક તણાવ સર્જાયો હતો. હિંસામાં 36થી વધુ લોકો ઘાયલ થયા છે.

Karauli Violence: હિંસા બાદ ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ, 1200 પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો
Karauli Violence (File Photo)

Follow us on

Karauli Violence: રાજસ્થાનના (Rajasthan) કરૌલી હિંસામાં સ્થિતિ પહેલા કરતા હવે થોડી સારી થઈ રહી છે. જો કે કર્ફ્યુ (Curfew)  4 એપ્રિલ રાત્રે 12 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે, તેની સાથે ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. આવશ્યક ખાદ્ય સામગ્રીની દુકાનો પણ ખોલવામાં આવી રહી નથી. જો કે રવિવારે પોલીસની હાજરીમાં  2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી શાકભાજી, દૂધ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના વેચાણની પરવાનગી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, પોલીસે (Rajasthan Police ) કર્ફ્યુમાં મેડિકલની દુકાનો ખોલવાની પણ મંજૂરી આપી છે, પરંતુ પરવાનગી આપ્યા બાદ પણ આખો દિવસ મેડિકલની દુકાનો બંધ જોવા મળી હતી.

કરૌલી જિલ્લા મુખ્યાલય પર પોલીસ કાફલો તૈનાત છે. કરૌલી જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે 50 અધિકારીઓ સહિત 1200 પોલીસ કર્મચારીઓ દરેક પર નજર રાખી રહ્યા છે. સમગ્ર મામલાની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી છે.

બોર્ડની પરીક્ષામાં જતા વિદ્યાર્થીઓને મુશ્કેલી

આઈજી પ્રસન્ના કુમાર ખમેસરા, આઈપીએસ રાહુલ પ્રકાશ, આઈપીએસ મૃદુલ કછવા, એસપી શૈલેન્દ્ર સિંહ ઈન્ડોલિયા, કલેક્ટર રાજેન્દ્ર સિંહ શેખાવત, ડિવિઝનલ કમિશનર આલોક રંજનએ પોલીસ વહીવટી અધિકારીઓ પાસેથી ઘટનાની માહિતી મળતી હતી. પોલીસ વહીવટી અધિકારીઓએ સાંસદ ડૉ. મનોજ રાજોરિયા, કરૌલીના ધારાસભ્ય લખન સિંહ, મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ પ્રતિનિધિ અમિનુદ્દીન ખાન સાથે શહેરની મુલાકાત લીધી હતી અને રમખાણ પ્રભાવિત વિસ્તારોમાં થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં બોર્ડની પરીક્ષાઓ યથાવત રાખવાની સાથે ઉમેદવારોને થઈ રહેલી મુશ્કેલી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બાઇક રેલી પર પથ્થરમારો થતાં મામલો ગરમાયો

તમને જણાવી દઈએ કે, શનિવારે કરૌલી જિલ્લા મુખ્યાલયમાં નવ સંવત્સર નિમિત્તે એક ખાસ સમુદાયના વિસ્તારમાંથી પસાર થઈ રહેલી મોટરસાઇકલ રેલી પર પથ્થરમારો થતાં અહીં સાંપ્રદાયિક તણાવ સર્જાયો હતો. હિંસામાં 36થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસે આ મામલે હાલ 7 લોકોની અટકાયત કરી છે. કરૌલી જિલ્લા મુખ્યાલયમાં શનિવારે લાદવામાં આવેલ કર્ફ્યુ રવિવારે પણ ચાલુ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઘટના શનિવારે કરૌલી શહેરમાં બની હતી જ્યારે નવ સંવત્સર પર હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત એક બાઇક રેલી એક ખાસ સમુદાયના વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી.

ત્યારબાદ કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો અને બાદમાં હિંસા ફેલાઈ. એટલુ જ નહીં કેટલાક લેભાગ તત્વોએ કેટલીક દુકાનો અને મોટરસાઈકલને આગ ચાંપી દીધી. જેના કારણે દુકાનો, વાહનો અને અન્ય સામાનને નુકસાન પણ થયું હતું.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે બની શકે છે સેનાના નવા આર્મી ચીફ, CDSની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે નરવણે

Next Article