પાડોશી રાજ્યની તુલનામાં ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું, રાજસ્થાન જતા વાહન ચાલકોની અંબાજીના પેટ્રોલ પંપો પર કતાર
રાજસ્થાનમાં ગુજરાત કરતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘણો તફાવત છે. રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધુ હોવાને પગલે હવે રાજસ્થાનના વાહનચાલકો ગુજરાતની સરહદ પાસે આવેલા પેટ્રોલ પંપ પર આવીને પેટ્રોલ અને ડીઝલ પુરાવી રહ્યા છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવે સામાન્ય માણસની પરેશાની વધારી દીધી છે. આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો(Petrol Diesel Price Hike) કરવામાં આવ્યો છે. દેશની મુખ્ય ઓઈલ કંપનીઓએ 2 એપ્રિલ માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે અને આજે ફરી એકવાર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જો કે રાહતની વાત એ છે કે પાડોશી રાજ્ય રાજસ્થાન (Rajsthan)ની તુલનામાં ગુજરાત (Gujarat)માં પેટ્રોલ સસ્તું છે. ગુજરાતના પ્રમાણમાં રાજસ્થાનમાં પેટ્રોલમાં લિટરે 14થી 15 રૂપિયા, જ્યારે ડીઝલમાં 9 રૂપિયાનો તફાવત જોવા મળે છે. ગુજરાતમાંથી રાજસ્થાન જતા-આવતા વાહન ચાલકો રાજસ્થાનની સરહદ પરના ગુજરાતના પંપો પરથી પેટ્રોલ-ડીઝલ પુરાવી રહ્યા છે. અંબાજીના પંપ ઉપર રાજસ્થાન જતા વાહનોની કતારો લાગે છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવે સામાન્ય માણસની પરેશાની વધારી દીધી છે. આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દેશની મુખ્ય ઓઈલ કંપનીઓએ 2 એપ્રિલ માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે અને આજે ફરી એકવાર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે ગુજરાતમાં પેટ્રોલની નવીનતમ કિંમત 102.28 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 96.55 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
જો કે રાજસ્થાનમાં ગુજરાત કરતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘણો તફાવત છે. રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધુ હોવાને પગલે હવે રાજસ્થાનના વાહનચાલકો ગુજરાતની સરહદ પાસે આવેલા પેટ્રોલ પંપ પર આવીને પેટ્રોલ અને ડીઝલ પુરાવી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ ટેન્ક ફુલ કરાવવાથી વાહનચાલકોને લાભ થઈ રહ્યો છે.
આ પણ વાંચો-
શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીની મોટી જાહેરાત, રાજ્યના પ્રાથમિક શિક્ષકોને આજથી 100 ટકા જિલ્લા ફેરબદલીનો લાભ મળશે
આ પણ વાંચો-