લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે બની શકે છે સેનાના નવા આર્મી ચીફ, CDSની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે નરવણે
ગયા વર્ષે ડિસેમ્બરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવતના મૃત્યુ બાદ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના પદની રેસમાં નરવણેનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.

Lt Gen Manoj PandeyImage Credit source: PTI- File Photo
લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે (Lt Gen Manoj Pande) આગામી આર્મી ચીફ બની શકે છે. આ મહિનાના અંત સુધીમાં વર્તમાન આર્મી ચીફ જનરલ એમએમ નરવણે (Army Chief General MM Naravane) નિવૃત્ત થશે. લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે નરવણે પછી સેનામાં સૌથી વરિષ્ઠ છે. બીજી તરફ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદની રેસમાં નરવણેનું નામ સૌથી આગળ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવતના મૃત્યુ બાદ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના પદની રેસમાં નરવણેનું નામ સૌથી આગળ છે. 8 ડિસેમ્બર 2021ના રોજ, જનરલ રાવત, તેમના પત્ની મધુલિકા અને 12 સશસ્ત્ર કર્મચારીઓ હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયા હતા.
છેલ્લા ત્રણ મહિનામાં સેનાના કેટલાક ઉચ્ચ અધિકારીઓની નિવૃત્તિ બાદ લેફ્ટનન્ટ જનરલ પાંડે નરવણે પછી સેનામાં સૌથી વરિષ્ઠ છે. આર્મી ટ્રેનિંગ કમાન્ડ (ARTRAC)ની કમાન સંભાળનાર વર્તમાન લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા 31 માર્ચે નિવૃત્ત થયા.