AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશવાસીઓ માટે ખુશખબર, ભારતનો પ્રથમ ઇલેક્ટ્રિક હાઇવે દિલ્હી અને જયપુર વચ્ચે ટૂંક સમયમાં શરૂ કરવાામાં આવશે : નીતિન ગડકરી

દિલ્હી-જયપુર (Delhi Jaipur Express Highway) ઉપરાંત દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર પણ ઇલેક્ટ્રિક હાઇવે માટે સ્વીડિશ કંપની સાથે વાતચીત કરવામાં આવી રહી છે.

દેશવાસીઓ માટે ખુશખબર, ભારતનો પ્રથમ ઇલેક્ટ્રિક હાઇવે દિલ્હી અને જયપુર વચ્ચે ટૂંક સમયમાં શરૂ કરવાામાં આવશે : નીતિન ગડકરી
India's first electric highway to be launched between Delhi and Jaipur
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 12:21 PM
Share

Electric Highway : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) જણાવ્યુ હતુ કે, ભારતનો પ્રથમ ઇલેક્ટ્રિક હાઇવે દિલ્હી અને જયપુર વચ્ચે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા પહેલેથી જ આ બે શહેરો વચ્ચે હાઇવે બનાવવા માટે એક વિદેશી કંપની (Foreign Company) સાથે વાતચીત કરવામાં આવી રહી છે.

ભારતનો પ્રથમ ઇલેક્ટ્રિક હાઇવે દિલ્હી અને જયપુર વચ્ચે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે

જેમાં દિલ્હી-જયપુર ઉપરાંત દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે (Delhi Mumbai Express Highway) પર પણ ઇલેક્ટ્રિક હાઇવે માટે સ્વીડિશ કંપની સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને રાજસ્થાનના જયપુરની વચ્ચે ‘ઇલેક્ટ્રિક હાઇવે’ શરૂ કરવા માટે તૈયારીઓ શરૂ કરી છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે જણાવ્યું હતું કે, સરકાર આ બે શહેરો વચ્ચે ઇલેક્ટ્રિક હાઇવે – તેનો “ડ્રીમ” પ્રોજેક્ટ – (Dream Project) બનાવવા માટે વિદેશી કંપની સાથે વાતચીત કરી રહી છે, તેમજ આ હાઈવે માટેનું બાંધકામ કામ ખૂબ જલ્દી શરૂ થઈ શકે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

‘ઇલેક્ટ્રિક હાઇવે’ શું છે?

ઇલેક્ટ્રોનિક હાઇવે અથવા ગ્રીન હાઇવે (Green Highway) ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે.  પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ હાઈવે બનાવવામાં આવશે. જેમાં સમગ્ર હાઇવે પર માત્ર હરિયાળી જ નહીં, પરંતુ પર્યાવરણને લગતા ઘણા પગલાં લેવામાં આવ્યા છે. ઉપરાંત તેમા ઇલેક્ટ્રિક વાહનો માટે એક લેન હશે. આ માટે સરકાર દ્વારા કેબલથી ચાલતી ખાસ બસો અને ટ્રેનો ચલાવવામાં આવશે. આ બસો 120 કિલોમીટરની ઝડપે દોડશે. નીતિન ગડકરીએ જણાવ્યુ હતુ કે 22 ગ્રીન હાઇવે કોરિડોર પૈકી દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે (Mumbai Express way) બે મહાનગરો વચ્ચે કાર દ્વારા મુસાફરીનો સમય ઘટાડશે.

અનેક હાઈવે પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યુ છે : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યુ છે કે દેશમાં વાહનોની સંખ્યા ઝડપથી વધી છે. આ અંગે એક મોટી સમસ્યા એ છે કે દેશના 85 ટકા રસ્તા પર ટ્રાફિક જોવા મળે છે. પીએમ મોદીની પહેલથી રોપ -વે, ઇલેક્ટ્રિક વે, મેટ્રો અને મોનો રેલનાં કામો કરવામાં આવી રહ્યા છે. જેમાં સૌ પ્રથમ દિલ્હી-જયપુર વચ્ચે ઈ-હાઈવે (Delhi Jaipur Electric Highway) શરૂ કરવામાં આવશે. આ સિવાય અન્ય ઘણા રાજમાર્ગો પર કામ કરવામાં આવશે.

આ પણ વાંચો: IRCTC: સમુદ્રની લહેરોનો આનંદ માણો, ભારતની પ્રથમ સ્વદેશી લગ્ઝરી ક્રૂઝ લાઇનર આજથી શરૂ થશે, વાંચો સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો:  Uttarakhand: આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, માત્ર ઈ-પાસ દ્વારા કરી શકાશે દર્શન, જાણો સરકારની ગાઈડલાઈન

g clip-path="url(#clip0_868_265)">