AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન હાઈકમિશનમાં ડીનર, ભારત વિરુદ્ધ ષડયંત્ર રચતા કર્મી સાથે સંપર્ક, ભારતની આ યુટ્યુબરને પાકિસ્તાન માટે જાસુસી ભારે પડી, પોલીસે કરી ધરપકડ

હરિયાણાની મહિલા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની હરિયાણા પોલીસે જાસૂસીના આરોપમાં ધરપકડ કરી છે. જ્યોતિ મલ્હોત્રા પર આરોપ છે કે તે પાકિસ્તાન માટે જાસુસી કરી રહી હતી. જ્યોતિએ ભારતના સૈન્ય અભિયાન ઓપરેશન સિંદૂરને લગતી સેના સાથે સંબંધિત અનેક ગુપ્ત જાણકારીઓ પાકિસ્તાન મોકલી હતી. તે ગયા વર્ષે પાકિસ્તાન ગઈ હતી. આ દરમિયયાન પાકિસ્તાનના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. જ્યોતિ કોણ છે અને પાકિસ્તાનના સંપર્કમાં કેવી રીતે આવી. વાંચો

પાકિસ્તાન હાઈકમિશનમાં ડીનર, ભારત વિરુદ્ધ ષડયંત્ર રચતા કર્મી સાથે સંપર્ક, ભારતની આ યુટ્યુબરને પાકિસ્તાન માટે જાસુસી ભારે પડી, પોલીસે કરી ધરપકડ
| Updated on: May 17, 2025 | 7:15 PM
Share

હરિયાણાની મહિલા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની હરિયાણા પોલીસે જાસૂસીના આરોપમાં ધરપકડ કરી છે. જ્યોતિ મલ્હોત્રા પર આરોપ છે કે તે પાકિસ્તાન માટે જાસુસી કરી રહી હતી. જ્યોતિએ ભારતના સૈન્ય અભિયાન ઓપરેશન સિંદૂરને લગતી સેના સાથે સંબંધિત અનેક ગુપ્ત જાણકારીઓ પાકિસ્તાન મોકલી હતી. તે ગયા વર્ષે પાકિસ્તાન ગઈ હતી. આ દરમિયયાન પાકિસ્તાનના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. જ્યોતિ કોણ છે અને પાકિસ્તાનના સંપર્કમાં કેવી રીતે આવી. વાંચો

હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા એક ટ્રાવેલ વ્લોગર છે. તે ટ્રાવેલ વ્લોગ બનાવે છે. તે હિસાર જિલ્લાની રહેવાસી છે. તેના ફેસબુક પ્રોફાઈલ મુજબ તેનુ હોમટાઉન હિસાર જણાવવામાં આવ્યુ છે. તેણે કુરુક્ષેત્ર યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યુ છે. હાલ તે એક યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. જ્યોતિના ઈન્સ્ટાગ્રામ પર 1,31,000 ફોલોઅર્સ છે. યુટ્યુબ પર જ્યોતિના 3,77,000થી પણ વધુ ફોલોઅર્સ છે. તે ટ્રાવેલ વ્લોગ બનાવે છે.

જાસુસી કરનારી યુટ્યુબર 5 દિવસના પોલીસ રિમાન્ડ પર

હાલ ભારતની પાકિસ્તાનને જાસુસી કરવાના આરોપમાં હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આની હતી. જ્યાં કોર્ટે તેના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાન હાઈકમિશનમાં તૈનાત પાકિસ્તાની કર્મચારી એહસાન ઉર રહીમ ઉર્ફ દાનિશને જ્યોતિ મલ્હોત્રાને4 ડીનર માટે બોલાવ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ અને યુટ્યુબરે તેની સાથે એક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. જે બા દાનિશ અને તેની મિત્ર અહેસાને જ્યોતિને પાકિસ્તાની ગુપ્તચર વિભાગના અધિકારીઓ (PIOs) સાથે મુલાકાત કરાવી હતી.

જ્યોતિએ ‘જટ્ટ રંધાવા’ થી સેવ કરેલા એક PIO શાકિર ઉર્ફ રાણા શાહબાઝના વ્હોટ્સએપ, ટેલિગ્રામ અને સ્નેપચેટ એપ્સ પર વાતચીત કરી. જ્યોતિ સામે IPC ની કલમ 152 અને ઓફિશ્યિલ સિક્રેટ્સ એક્ટ 1923 ની કલમ 3,4 અને 5 અંતર્ગત કેસ નોંધ્યો છે. તેનુ લેખિત નિવેદન લેવામાં આવ્યુ છે હાલ આ કસ હિસારની ઈકોનોમિક ઓફેન્સ વિંગને સોંપવામાં આવ્યો છે.

યુટ્યુબરના પાકિસ્તાન સાથે સંબંધ

તપાસકર્તાઓના જણાવ્યા અનુસા કમિશન એજન્ટોના માધ્યમથી વીઝા મળ્યા બાદ મલ્હોત્રાએ 2023માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. તેની આ યાત્રા દરમિયાન, એહસાન ઉર્ર-રહીમ ઉર્ફે દાનિશ નામના અધિકારીના સંપર્કમાં આવી, જે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશન પદે તૈનાત હતો.

કોણ છે હરિયાણાની મહિલા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા?

જ્યોતિએ ગત વર્ષ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. તે પાકિસ્તાન હાઈકમિશનની ઓફિસે પણ ગઈ હતી. આ દરમિયાન પાકિસ્તાનના અનેક ઉચ્ચ અધિકારીઓ સાથે પણ તેણે મુલાકાત કરી હતી. આ જાણકારી ખુદ જ્યોતિએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી હતી. તેણે તેની એક પોસ્ટ શેર કરતા લખ્યુ હતુ કે પાકિસ્તાન હાઈકોર્ટમાં @navankurchaudhary સાથે તેની મુલાકાત થઈ હતી. દેશી અંદાજમાં યાત્રીકો સાથે વાતચીત કરવાની મજા આવી કારણ કે અમે બંને હરિયાણવી છીએ. વ્લોગ આજે જ યુટ્યુબ પર અપલોડ કરી રહી છુ. @jaanmahal_video પાજી સાથે તો બહુ પહેલાથી જોડાયેલ છુ. અમે શીખ તીર્થયાત્રી તરીકે એકસાથે પાકિસ્તાનની યાત્રા કરી ચુક્યા છીએ. તેમની સાથેની મુલાકાત અદ્દભૂત રહી.

પાકિસ્તાનમાં આવેલા હિંદુ મંદિરે પણ ગઈ હતી જ્યોતિ

જ્યોતિ મલ્હોત્રાએ પાકિસ્તાનમાં સ્થિત 5000 વર્ષ જૂના મંદિરે જઈ દર્શન પણ કર્યા હતા. તેનો વીડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યુ હતુ કે 5000 વર્ષ જૂના ઐતિહાસિક હિંદુ મંદિરમાં ભારતીય યુવતી…. આંસુઓના આ પવિત્ર તળાવમાં સ્નાન કરો અને તમારા પાપોનો નાશ થઈ જશે. કટાસ રાજની અંદર આ તળાવ વિશે હિંદુઓમાં અનેક માન્યતાઓ છે. એક બ્રાહ્મણ કથામાં કહેવાયુ છે કે કટાસ રાજ મંદિરમાં તળાવ ભગવાન શિવ દ્વારા તેમની પત્ની સતીના મૃત્યુ બાદ વહાવાયેલા આંસુઓથી બન્યુ હતુ. માન્યતા છે કે મંદિર પરિસરનું નામ સંસ્કૃત શબ્દ કટાક્ષ પરથી લેવામાં આવ્યુ છે. જેનો અર્થ થાય છે ‘આંસુ ભરી આંખો’. વધુમાં તેણે લખ્યુ છે કે આ ઉપરાંત એવુ પણ કહેવાય છે કે ગુરુ નાનક પણ વિશાખની પહેલી તારીખે આ સ્થાન પર આવ્યા હતા. કટાસ નાનકવાસ તરીકે પણ ઓળખાવા લાગ્યુ અને આ તપસ્વીઓ, સાધુ સંતો માટે ચિંતનનું એક સ્થળ બની ગયુ.

અમેરિકામાં શશિ થરૂર, મુસ્લિમ દેશોમાં રવિશંકર, ભારતીય સાંસદોનું ડેલિગેશન આ રીતે કરશે નાપાકિસ્તાનનો પર્દાફાશ!– આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">