AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ટ્રેનોના લાલ અને વાદળી કોચ વચ્ચે શું હોય છે તફાવત, દરેક રંગની એક અલગ છે ખાસ વાત

Indian Railway: સામાન્ય રીતે તમે જ્યારે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો ત્યારે ટ્રેનના ડબ્બાના (Train Coaches) રંગને લઈને તમારા મગજમાં એક વાત આવી જ હશે કે ઘણી ટ્રેનોમાં આ લાલ અને વાદળી કોચ કેમ અલગ-અલગ હોય છે? જાણો આનું કારણ...

Indian Railways: ટ્રેનોના લાલ અને વાદળી કોચ વચ્ચે શું હોય છે તફાવત, દરેક રંગની એક અલગ છે ખાસ વાત
Symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 3:30 PM
Share

Different Colour Train Coaches: રેલવેએ ભારતની પરિવહન વ્યવસ્થાનો (Indian Railway) સૌથી મોટો ભાગ છે. આપણે કહી શકીએ કે રેલવે વિના પરિવહન વ્યવસ્થા વિશે વિચારવું પણ અશક્ય છે. આવી સ્થિતિમાં ટ્રેન પોતે કોઈ પુસ્તક કે પ્રકરણથી ઓછી નથી. સામાન્ય રીતે તમે જ્યારે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો, ત્યારે ડબ્બાનો રંગ તમારા મગજમાં આવી જ ગયો હશે. ઘણી ટ્રેનોમાં આ લાલ (Red) અને વાદળી (Blue) કોચ કેમ અલગ-અલગ હોય છે અને તેનો અર્થ શું થાય છે તો આવો જાણીએ રેલવે કોચના અલગ-અલગ ડબ્બાના રંગની વાતો વિશે…

સૌ પ્રથમ આપણે વાદળી કોચ વિશે વાત કરીએ તેને ‘ઈન્ટિગ્રલ કોચ’ કહેવામાં આવે છે. એટલે કે ICF. તે ભારતમાં ઉત્પાદિત સૌથી જૂના કોચ પૈકી એક છે. ઈન્ટિગ્રલ કોચનું નિર્માણ લોખંડમાંથી થાય છે. જેના કારણે તેનું વજન વધારે છે. જેમાં જનરલ, એસી, સ્લીપર, ડેમુ અને મેમુ કોચનો સમાવેશ થાય છે. જો તેની સ્પીડ વિશે વાત કરીએ તો તેની મહત્તમ સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાક છે. ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ચેન્નાઈમાં આવેલી છે અને તેની સ્થાપના વર્ષ 1952માં થઈ હતી.

જાણો, લાલ રંગના કોચ વિશે…

લાલ રંગના કોચને LHB ઈન્ટિગ્રલ કોચ (Linke Hofmann Busch) કહેવામાં આવે છે. તેનું મેન્યુફેક્ચરિંગ યુનિટ કપૂરથલામાં છે. વાસ્તવમાં આ કોચ જર્મનીમાં બનાવવામાં આવ્યા હતા. જેને 2000માં જર્મનીથી ભારત લઈ જવામાં આવ્યા હતા. ત્યારથી આ લાલ રંગના કોચ પંજાબના કપૂરથલામાં બનાવવામાં આવી રહ્યા છે. આ કોચ વાસ્તવમાં એલ્યુમિનિયમના બનેલા છે અને ICF કરતા ઘણા હળવા છે. જો આપણે તેની ગતિ વિશે વાત કરીએ તો તેની મહત્તમ ઝડપ 200 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે કે આ કોચનો ઉપયોગ હાઈ સ્પીડ ટ્રેનો માટે થાય છે.

આ સિવાય ઘણી એવી પ્રાદેશિક ટ્રેનો છે, જેના કોચની અલગ ઓળખ છે. જો સેન્ટ્રલ રેલવેની વાત કરીએ તો કેટલીક ટ્રેનોના કોચનો રંગ સફેદ, વાદળી અને લાલ હોય છે. આ સિવાય ગરીબ રથ ટ્રેનમાં લીલા રંગના કોચનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

લીલા કોચનો અર્થ

ગરીબ રથ ટ્રેનોમાં લીલા રંગના કોચનો ઉપયોગ કરવામાં આવે છે. મીટરગેજ ટ્રેનોમાં ભૂરા રંગના કોચનો ઉપયોગ કરવામાં આવે છે. બીલીમોરા વાઘાઈ પેસેન્જર નેરોગેજ ટ્રેન છે. જેમાં હળવા લીલા રંગના કોચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે આમાં બ્રાઉન કોચનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Gadar 2 Sequel : ફિલ્મ ગદર 2ના શૂટિંગનું લખનૌ શેડ્યૂલ પૂરું, જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે

આ પણ વાંચો:  અમદાવાદમાં વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 12ના ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા ધોરણ 9ના વિદ્યાર્થીનું રેગિંગ

જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
g clip-path="url(#clip0_868_265)">