અમદાવાદમાં વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 12ના ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા ધોરણ 9ના વિદ્યાર્થીનું રેગિંગ

વિદ્યાર્થીને જબરદસ્તીથી યુરિન પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો. વાલીએ રેગિંગ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે જેના પગલે પોલીસ દ્વારા સ્કૂલમાં તપાસ કરવામાં આવી છે. સ્કૂલ દ્વારા પોલીસને CCTV આપવામાં ન આવ્યા છે.

અમદાવાદમાં વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 12ના ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા ધોરણ 9ના વિદ્યાર્થીનું રેગિંગ
Kendriya Vidyalaya in Vastrapur, Ahmedabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 2:35 PM

અમદાવાદ (Ahmedabad) માં વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલય (Kendriya Vidyalaya) માં વિદ્યાર્થી (student) નું રેગિંગ (Raging) ની ઘટના સામે આવી છે. સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીનું રેગિંગ કર્યું હોવાવી ફરરિયાદ થઈ છે. ધોરણ 12ના ત્રણ વિદ્યાર્થીઓએ ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું રેગિંગ કર્યું છે. વિદ્યાર્થીને જબરદસ્તીથી યુરિન પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો. વાલીએ રેગિંગ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે જેના પગલે પોલીસ દ્વારા સ્કૂલમાં તપાસ કરવામાં આવી છે. સ્કૂલ દ્વારા પોલીસને CCTV આપવામાં ન આવ્યા છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે વસ્ત્રાપુરમાં આવેલ કેન્દ્રીય વિદ્યાલયમાં 20 એપ્રિલે શિક્ષકો ફેરવેલ કાર્યક્રમમાં વ્યસ્ત હતા. ત્યારે સ્કૂલના 12માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ અન્ય જુનિયર વિદ્યાર્થીઓ સાથે મજાક મસ્તી કરતા હતા. આવતા જતા વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરી રહ્યા હતા. ત્યારે 9માં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીને જબરદસ્તી ધોરણ 12ના ત્રણ વિદ્યાર્થીઓ ખેંચીને બાથરૂમમાં લઈ ગયા હતા જ્યાં અગાઉથી જ એક ડબ્બીમાં યુરિન કાઢીને રાખ્યું હતું જે યુરિન ખેંચીને લાવેલા વિદ્યાર્થીને પીવડાવવાનો પ્રયત્ન કર્યો હતો. તે વિદ્યાર્થી ત્યાંથી ભાગી ગયો હતો ત્યારે તેને કોઈને આ અંગે જાણ ન કરવા ધમકી આપી હતી.

વિદ્યાર્થીએ આ અંગે માત્ર સ્કૂલમાં જાણ કરી હતી પરંતુ ડરના કારણે ઘરે જાણ કરી નહોતી. વિદ્યાર્થીના પરિવારને આ અંગે બહારથી જાણ થતાં તેમને વિદ્યાર્થીને પૂછયું હતું ત્યારે વિદ્યાર્થીએ પોતાની સાથે થયેલ આપવીતી જણાવી હતી. વિદ્યાર્થીએ સ્કૂલમાં કરેલી ફરિયાદ અંગે કોઈ પગલાં લેવાયા નહોતા જેથી વાલી આ અંગે સ્કૂલમાં રજુઆત કરવા ગયા હતા છતાં સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. જેથી વાલીએ 23 એપ્રિલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી ત્યારે પોલીસે સ્કૂલમાં જઈને તપાસ કરી હતી. ત્યારે સ્કૂલ તરફથી વાલીને લેખિતમાં માફી આપવા જણાવ્યું હતું પરંતુ વાલી જ્યારે સ્કૂલમાં ગયા ત્યારે તે જ વિદ્યાર્થીઓએ પણ વાલી સાથે યોગ્ય વર્તન કર્યું નહોતું.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ અંગે સ્કૂલના પ્રિન્સિપાલ જિમી જેમ્સે સમગ્ર મામલો દબાવતા જણાવ્યું હતું કે આ પ્રકારની કોઈ ઘટના બની જ નથી અમારી પાસે આવી કોઈ ફરિયાદ આવી જ નથી. કોઈ ખોટી માહિતી ફેલાવી રહ્યું છે.

આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આજે કેસની ટેન્ટેટિવ તારીખ, કોર્ટ નવી તારીખ જાહેર કરી સજાનો હુકમ કરશે

આ પણ વાંચોઃ  Gir Somnath: ફેસબૂકના માધ્યમથી પાંગર્યો પ્રેમ, સાત સમુદ્ર દૂર રહેતી યુવતી સાથે ગીર સોમનાથના યુવકે કર્યા હિંદુ રીત રિવાજથી લગ્ન

g clip-path="url(#clip0_868_265)">