Gadar 2 Sequel : ફિલ્મ ગદર 2ના શૂટિંગનું લખનૌ શેડ્યૂલ પૂરું, જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે

2001માં આવેલી ફિલ્મ 'ગદર-એક પ્રેમ કથા (Gadar-Ek Prem Katha) 'ની સિક્વલ રિલીઝ થવાની છે. હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ લખનૌમાં ચાલી રહ્યું હતું, જે હવે પૂર્ણ થયું છે.

Gadar 2 Sequel :  ફિલ્મ ગદર 2ના શૂટિંગનું લખનૌ શેડ્યૂલ પૂરું, જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે
Gadar 2 Sequel : ફિલ્મ ગદર 2ના શૂટિંગનું લખનૌ શેડ્યૂલ પૂરુંImage Credit source: movie poster
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 12:44 PM

Gadar 2 Sequel : અભિનેતા સની દેઓલ (Sunny Deol)અને અભિનેત્રી અમીષા પટેલની ફિલ્મ ગદર આજે પણ લોકોના મનમાં જીવંત છે. આ એક એવી ફિલ્મ હતી જેને કોઈ ભૂલી શકે તેમ નથી. ફિલ્મમાં બંને કલાકારોના જોરદાર અભિનયે લોકોને તેમના દિવાના બનાવી દીધા હતા. ગદર (Gadar-Ek Prem Katha) ના અવિસ્મરણીય સંવાદો આજે પણ લોકોને મોઢે છે. ગદર ફિલ્મના ચાહકો માટે એક ખુશખબર આવી રહી છે. આ સમાચાર સાંભળીને ફરી એકવાર 2001ની ‘ગદર-એક પ્રેમ કથા’ની યાદો ચાહકોના દિલમાં તાજી થશે. ફિલ્મ ગદરની સિક્વલ બની રહી છે. નિર્દેશક અનિલ શર્માની આઇકોનિક પીરિયડ ડ્રામા ફિલ્મ ‘ગદર 2’નું લખનૌમાં શૂટિંગ પૂર્ણ થયું છે.

ફિલ્મનો બીજો ભાગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યો છે. હાલમાં જ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, જે હવે પૂર્ણ થઈ ગયું છે.  ફિલ્મના શૂટિંગનું આગામી શેડ્યૂલ આ વર્ષે જૂન મહિનાથી શરૂ થશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

તમને જણાવી દઈએ કે, સની દેઓલ અને અમિષા પટેલની ગદર 2 આ વખતે એ જ ઉત્સાહ અને નવા અનુભવ સાથે સ્ક્રીન પર રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ લખનઉના બારાબંકીમાં સ્થિત જિલ્લા જેલમાં કરવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકે આ સિક્વન્સના શૂટિંગ માટે સરકાર પાસેથી પરવાનગી લીધી હતી. અગાઉ આ શૂટિંગ 16 એપ્રિલથી શરૂ થવાનું હતું, પરંતુ કેટલાક કારણોસર તેને સ્થગિત કરીને 20 એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું હતું. જે બાદ હવે આ ફિલ્મનું શુટિંગ પુરૂ થઈ ગયું છે.

અભિનેતા સની દેઓલનું ટ્વિટ જુઓ

આ ફિલ્મમાં અભિનેતા સની દેઓલ અને અભિનેત્રી અમીષા પટેલ ફરી એકવાર તેમના ચાહકોનું દિલ જીતતા જોવા મળશે. સની દેઓલે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એ જ જૂના તારા સિંહના લૂકમાં પોતાની તસવીર શેર કરી છે.

View this post on Instagram

A post shared by Sunny Deol (@iamsunnydeol)

ચિત્રને કેપ્શન આપતા, અભિનેતાએ લખ્યું, “ફક્ત નસીબદાર થોડા લોકોને જ અદ્ભુત પાત્રોને જીવંત કરવાની તક મળે છે. તારા સિંહ 20 વર્ષ પછી ફરી આવ્યા છે. તેણે આગળ લખ્યું કે, ફિલ્મ ‘ગદર 2’નું પહેલું શેડ્યૂલ પૂરું કર્યા પછી મને ખૂબ સારું લાગે છે.

સત્તાવાર જાહેરાત બાદ અભિનેત્રી અમીષા પટેલે પણ ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરોમાં જ્યાં સની દેઓલ તારા સિંહના લૂકમાં જોવા મળ્યો હતો, તો બીજી તરફ અમીષાએ પણ તેનો જૂનો લૂક કેરી કર્યો હતો.

ફિલ્મ ગદર-2ની સિક્વલ આ વર્ષના અંત સુધીમાં સિનેમાઘરોમાં દસ્તક આપશે. દર્શકો અને ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો :

Maharashtra Hanuman Chalisa Row: શું નવનીત રાણાને આજે મળશે રાહત? મુંબઈ સેશન્સ કોર્ટમાંથી મળશે જામીન કે રહેશે જેલ?

g clip-path="url(#clip0_868_265)">